Home /News /gujarat /

સરદાર પટેલની 146મી જન્મજયંતી : અમિત શાહે સરદારની પ્રતિમાના ચરણની કરી પૂજા

સરદાર પટેલની 146મી જન્મજયંતી : અમિત શાહે સરદારની પ્રતિમાના ચરણની કરી પૂજા

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં અમિત શાહ

Sardar Vallabhbhai Patel birth anniversary 2021: રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહી પરેડનું નિરીક્ષણ કરશે

  કેવડિયા: આજે સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel birth anniversary 2021 at statue of Unity) 146મી જન્મજયંતી છે. જે નિમિતે કેવડિયા (Kevadia) ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઇ રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આ ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગુહમંત્રી અમિત શાહે (Amit Shah at Statue of Unity) સરદાર પટેલની પ્રતિનાના ચરણની પૂજા કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી. જે દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે એકતા પરેડની સલામી ઝીલી.

  અહીં એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજયોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. નોંધનીય છે કે, બે કલાકના કાર્યક્રમ બાદ અમિત શાહ આણંદ જવા માટે રવાના થશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો છે.

  કેવડિયા ખાતે કેવી થશે ઉજવણી?

  આ વર્ષે કેવડિયા ખાતે એકતા પરેડ, બેન્ડ પ્લાટુનના પર્ફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાઇકલ રેલી, ચાર રાજ્યોની પોલીસની મોટર સાયકલ રેલી માર્શલ આર્ટ નિદર્શન, સ્કુલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાયું છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેવડિયા ખાતે એકતા પરેડમાં 6 પ્લાટૂન જોડાયા છે.  જેમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળો ના પ્રતિક સ્વરૂપે 54 ફ્લેગ બેરર બીએસએફ, સીઆઇએસએફ, આઈટીબીપી, સીઆરપીએફ અને ગુજરાત પોલીસની પ્લાટૂન ભાગ લીધો છે. વર્ષ 2018 પછી જે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતોમાં પદક મેળવ્યા છે એવા 23 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ પરેડમાં ભાગ લીધો છે. બીએસએફ, સીઆરપીએફ અને ગુજરાત પોલીસના સંયુક્ત બેન્ડ પ્લાટૂનમાં 76 સભ્યો ભાગ લીધો.  આઝાદીથી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

  દેશના જુદા જુદા રાજ્યોમાંથી કેન્દ્રીય સશસ્ત્ર દળોના જવાનો આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સાયકલ રેલી સ્વરૂપે અને ભારતની ચૌદિશામાંથી પોલીસની ચાર મોટરસાયકલ રેલી પણ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાના સાનિધ્યમાં પહોંચી છે.

  કેવડિયા ખાતેનો કાર્યક્રમ અહીં જુઓ  તેઓ પણ આ એકતા પરેડમા સહભાગી થશે. રાષ્ટ્રીય એકતા પરેડ પછી વુસુ માર્શલ આર્ટનું નિદર્શન યોજાશે અને આઈટીબીપીના કોમ્બેટ વ્હીકલના ખોલના અને જોડનાનું નિદર્શન પણ યોજાશે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે રાજ્યની સ્કૂલોમાં કાર્યરત બેન્ડની 36 ટીમો વચ્ચે ઇન્ટરસ્કૂલ સ્પર્ધા યોજાઇ હતી. આ સ્પર્ધામાં વિજેતા થયેલ સ્કૂલ બેન્ડ પણ કેવડિયામાં યોજાનાર એકતા પરેડમાં ભાગ લેશે. ઓરિસ્સાના ગંજામના કલાકારો રાષ્ટ્રીય એકતાની થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે. આઝાદીથી અત્યાર સુધીની યાત્રા પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરાશે.

  કેવડિયાથી ગૃહમંત્રી આણંદ જશે

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદમાં અમૂલના 75 યર્સ ઓફ મિલ્ક એન્ડ પ્રોગ્રેસ નામના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે. કેવડિયામાં એક્તા પરેડમાં ભાગ લીધા બાદ અમિત શાહ 11.30 કલાકે ગૃહમંત્રી હેલિકોપ્ટર દ્વારા આણંદ જવા રવાના થશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Kevadia, Sardar Vallabhbhai Patel, Statue of unity, અમિત શાહ, ગુજરાત

  આગામી સમાચાર