સુરતથી ઓરિસ્સા જતાં શ્રમિકો પાસેથી 710ની ટિકિટના 900થી 2000 રૂપિયા વસૂલાયાનો આક્ષેપ


Updated: May 23, 2020, 4:34 PM IST
સુરતથી ઓરિસ્સા જતાં શ્રમિકો પાસેથી 710ની ટિકિટના 900થી 2000 રૂપિયા વસૂલાયાનો આક્ષેપ
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના કારણે લૉકડાઉનમાં ઉદ્યોગ ધંધા બંધ થતાં શ્રમિકો વતન જવા હિજરત કરી રહ્યાં છે

  • Share this:
સુરત : કોરોના વાયરસના કારણે લૉકડાઉનમાં ઉદ્યોગ ધંધા બંધ થતાં શ્રમિકો વતન જવા હિજરત કરી રહ્યાં છે ત્યારે વાવાઝોડાને લઇને ઓરિસ્સા જતો ટ્રેન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. હવે આજે ફરીથી ઓરિસ્સાની ટ્રેન શરુ કરવામાં આવી હતી. આ ટ્રેનમાં જતા શ્રમિકો પાસેથી ટિકિટના 710 રૂપિયાની જગ્યાએ 900થી લઈને 2000 અને 2500 રૂપિયા લેવામાં આવ્યાં હોવાનું શ્રમિકોએ આક્ષેપ કર્યો હતા. એક બાજુ શ્રમિકો પાસે કામ ધંધા નથી જેને લઇને વતન જવા નીકળ્યા છે તેવામાં તેમની મજબૂરીનો લાભ લેવાનું લોકો ચૂક્યા નથી. આવા સમયે પણ તેમની પાસેથી ટિકિટના કાળાબજાર કરવામાં આવી રહ્યાં છે.

સુરતમાં રોજી રોટી માટે રહેતા શ્રમિકો વતન તરફ હિજરત કરી રહ્યા છે ત્યારે આ સમયે ટ્રેનની ટિકિટમાં પણ તેમની પાસે સતત રૂપિયા વધારે લેવાની ફરિયાદો સામે આવી છે. વાવાઝોડાને લઇને ઓરિસ્સા સરકાર દ્વારા સુરતથી આવતી ત્રણ ટ્રેન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.જોકે આજથી ફરી ટ્રેન દ્વારા શ્રમિકોને જવાની મંજૂરી આપતા આજે પહેલી ટ્રેન રવાના થઇ હતી ત્યારે આ ટ્રેનમાં જતા શ્રમિકો દ્વારા ટિકિટના કાળાબજારને લઈને આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - કોરોના : અમદાવાદનો રિકવરી રેટ 140% થયો, છતાં કેસ મામલે દેશના ટોપ ત્રણ શહેરમાં સામેલ

સુરતથી ઓરિસ્સાના ગંજામ જતી ટ્રેનમાં હીરા બાગ પીક અપ પોઈન્ટ પરથી સિટી બસમાં શ્રમિકોને રેલવે સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતાં. ત્યારે શ્રમિકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે 710 રૂપિયાની ટિકિટના તેમની પાસે 900થી લઈને 2000 અને 2500 રૂપિયા ચુકવ્યાં છે. મહામારીના સમયે મજબૂર શ્રમિકોની લાચારીનો ફાયદો ઉઠાવવા નીકળેલા કાળા બજારીયા તેમને લૂંટી રહ્યા છે. અત્યાર સુધીમાં આવા ઈસમો સામે એક પણ ફરિયાદ થઈ નથી અને આવા લોકો સામે કાર્યવાહી નહીં કરતા શ્રમિકોને લૂંટી રહ્યા છે. વતનમાં રહેતા પરિવારની ચિંતાને લઇને શ્રમિકો કોઈ પણ કાળે ગમે તેટલા ભાગની ટિકિટ ખરીદી વતન જવા માંગે છે કારણકે વધુ રૂપિયા નહીં આપવામાં આવે તો તેમનો નંબર લાગવાનો નથી. આ મામલે સરકાર દ્વારા તપાસ કરાવી જોઈએ અને આ સમયે શ્રમિકોને લુંટનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.
First published: May 23, 2020, 4:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading