સુરત મનપા પર ભ્રષ્ટાચારનો આરોપ, ચાર લાખની ગાડીનું પાંચ વર્ષમાં 28 લાખ ભાડું બતાવામાં આવ્યું

સુરત મનપા પર ભ્રષ્ટાચારનો આરોપ, ચાર લાખની ગાડીનું પાંચ વર્ષમાં 28 લાખ ભાડું બતાવામાં આવ્યું
સુરત મનપા પર ભ્રષ્ટાચારનો આરોપ, ચાર લાખની ગાડીનું પાંચ વર્ષમાં 28 લાખ ભાડું બતાવામાં આવ્યું

આપ પાર્ટીના આગેવાન દ્વારા કરેલી આરટીઆઈ અંતર્ગત આ માહિતી બહાર આવી

  • Share this:
સુરત : સુરત મહાનગર પાલિકા ફરી વિવાદમાં આવી છે. મહાનગર પાલિકા પર પ્રજાના કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. મનપા અધિકારી માટે રાખવામાં આવેલ ગાડીના પાંચ વર્ષમાં અધધ રૂપિયા 60 કરોડ ચૂકવ્યા છે. આ રૂપિયા ચૂકવ્યા હોવાનું જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલ આરટીઆઈમાં ખુલાસો થયો છે.

સુરત મહાનગર પાલિકા પર ખોટા બિલો મૂકી મોટી રકમ મનપાની તિજોરીમાંથી લઇનને કૌભાંડ કરતા હોવાના અનેક વખત આક્ષેપ થયા છે. થોડા સમય પહેલા લૉકડાઉન સમયે ગરીબોને અને શ્રમિકોને ભોજન આપીને મોટા પ્રમાણમાં કૌભાંડ અધિકારી દ્વારા આચરવામાં આવ્યુ હતું. ત્યારે ફરી એક વાર આવું કૌભાંડ સામે આવ્યું છે.આ પણ વાંચો - તમારા ઘરે તો ઓછા વજનનો સિલિન્ડર નથી આવતો ને? આવી રીતે ગઠિયાઓ કરે છે રાંધણગેસની ચોરી

આપ પાર્ટીના આગેવાન દ્વારા કરેલી આરટીઆઈ અંતર્ગત બહાર આવી છે


મનપાના અધિકારીઓને આવવા જવા અને ફિલ્ડમાં જવા માટે ગાડી ભાડે રાખવામાં આવી હતી. 37 જેટલી ગાડીનું પાંચ વર્ષમાં મનપાની તિજોરોમાંથી પ્રજાના 60 કરોડ રૂપિયા ચૂકવાયા છે. ચાર લાખની ગાડીના આટલા રૂપિયા ચૂકવી અધિકારી દ્વારા મોટું કૌભાંડ આચારવમાં આવ્યું છે. આ તમામ વિગત આપ પાર્ટીના આગેવાન દ્વારા કરેલી આરટીઆઈ અંતર્ગત બહાર આવી છે.

મનપા દ્વારા અધિકારી માટે ગાડી ખરીદી કરી હોય તો પણ આટલો મોટો ખર્ચ થયો ન હોત. એટલે કે ગાડીની કિંમત કરતા પાંચ ગણા રૂપિયા ચૂકવી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું આપ પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. માત્ર ચાર લાખની એક ગાડીનું પાંચ વર્ષમાં 28 લાખ ભાડું કાળગ પર બતાવામાં આવ્યુ છે. જો આ 37 ગાડીનું ભાડું ગણીએ તો પણ 60 કરોડ રૂપિયા થતા નથી. ત્યારે આટલી મોટી રકમ આપીને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ આપ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:January 21, 2021, 17:13 pm

ટૉપ ન્યૂઝ