અમદાવાદ : ટ્રાફિક મેમોથી શરૂ થઇ હતી PSI અને યુવતીની પ્રેમ કહાની, છ મહિનામાં આવ્યો અંત

અમદાવાદ : ટ્રાફિક મેમોથી શરૂ થઇ હતી PSI અને યુવતીની પ્રેમ કહાની, છ મહિનામાં આવ્યો અંત
પ્રતીકાત્મક તસવીર

આટલું જ નહીં પણ PSIના પ્રેમમાં મહિલાએ અગાઉના પતિને છૂટાછેડા આપી બીજા લગ્ન કર્યા હતા.

  • Share this:
અમદાવાદ : એસજી હાઇવે પર દોઢ વર્ષ પહેલા ટ્રાફિક મેમોથી શરૂ થયેલી PSI અને યુવતી વચ્ચેની લવસ્ટોરી લગ્નના છ માસમાં ભંગાણને આરે આવીને ઉભી છે. યુવતીએ  મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં PSI પતિ સહિત સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હવે મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતીએ આક્ષેપ કર્યા છે કે, તેના પતિએ રિવોલ્વરથી જાનથી મારવાની ધમકી આપી હતી. આટલું જ નહીં પણ PSIના પ્રેમમાં મહિલાએ અગાઉના પતિને છૂટાછેડા આપી બીજા લગ્ન કર્યા હતા.

જગતપુર ખાતે રહેતી 34 વર્ષીય યુવતી ગત જૂન માસમાં 2019ના રોજ સાંજે કારગીલ પંપ પાસેથી નીકળી હતી. ત્યારે ત્યાં PSI સાગર આચાર્યએ કોઈપણ ડોક્યુમેન્ટ માંગ્યા વગર યુવતીનું એક્ટિવા ડીટેઈન કર્યું હતું. યુવતીએ PSIને નામ પૂછતાં તે ઉશ્કેરાયા હતા. યુવતીએ PSIનો ફોટો પાડતા સ્ટાફે ધ્યાન દોરતા PSIએ તેના મોબાઇલમાંથી ફોટો ડિલીટ કરાવ્યો હતો. જોકે બાદમાં ટ્રાફિક મેમોમાં ભૂલ હોવાથી યુવતી બીજા દિવસે ફરી સ્થળ પર ગઈ હતી. તે સમયે PSI સાગરે પોતાનો મોબાઈલ નંબર આપી RTO દંડ ભરવામાં કોઈ તકલીફ થાય તો ફોન કરવા જણાવ્યું હતું.  જે બાદ ફોન પાર વાતચીત હાય-હલ્લોથી મિત્રતા અને પછી પ્રેમ પાંગર્યો હતો.ગુહમંત્રી અમિત શાહે ભગવાન જગન્નાથના ચરણોમાં ઝૂકાવ્યું શીશ, પૌત્રી દાદાની આંગણી પકડીને આવી

PSI સાગર આચાર્યએ, યુવતી સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂકયો અને જણાવ્યું કે, તું તારા પતિથી છૂટાછેડા લઈ લે. જેના પગલે રૂચિતાએ તેના અગાઉના પતિથી છૂટાછેડા લીધા હતા અને વર્ષ 2020માં રોજ સાગર આચાર્ય સાથે લગ્ન કર્યા હતા.
લગ્નના બીજા દિવસે યુવતીને ખબર પડી કે, પતિ સાગરના પણ અગાઉ લગ્ન અને છૂટાછેડા થયા હતા. પહેલી પત્નીથી તેને એક સંતાન પણ છે.

આ અમદાવાદીએ 62.54 ટન કપાયેલી પતંગની દોરીમાંથી જનરેટ કરી ગ્રીન ઈલેક્ટ્રીસિટી

જોકે યુવતીએ કોઈ વાત આગળ વધારી નહી. લગ્નના 20 દિવસમાં કપડાં પહેરવા બાબતે યુવતીને પતિ સાથે મોટો ઝઘડો થયો હતો. લગ્ન બાદ લાજ કાઢવા બાબતે અન્ય બાબતે સાસુ-સસરા તકરાર કરતા હતા. પતિ દારૂ પીને ઘરે આવી આ યુવતી સાથે મારઝૂડ કરતો હતો. સાસરિયાએ આ મહિલાને ઘરમાંથી કાઢી મુકતા તે પતિએ ભાડે રાખેલા અમદાવાદના મકાને આવી ગઈ હતી.જ્યાં સાસુએ પતિ સાથે આવી માથાકૂટ કરી હતી અને પતિએ રિવોલ્વરથી મારવાની ધમકી આપી હતી. અમદાવાદના મકાનનો સામાન પણ લઈ જઇ સાસરિયાએ આ મહિલાને ઘર ખાલી કરવા અને છૂટાછેડા આપી દેવા દબાણ કર્યું હતું. આખરે મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:January 14, 2021, 13:35 pm