Home /News /gujarat /

સુરતઃ7હત્યા કરનારા કુખ્યાત ભુપત આહિરને 70 ફૂટ દોડાવીને ઉતારાયો મોતને ઘાટ,પોલીસ પર પથ્થરમારો

સુરતઃ સુરતમાં માથાભારે તરીકે છાપ ધરાવતા અને સાત જેટલી હત્યા સહીત અનેક ગુનાઓમાં સંડોવાયેલા ભુપત આહીરની સરા જાહેર હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી.સુરતમાં માથાભારે તરીકે છાપ ધરાવતા ભુપત આહીર ગતરોજ મોડીરાત્રે વરાછાની વિવેકાનંદ સોસાયટી પાસેથી બાઇક લઈને પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવેલી ઝારખંડ પાર્સિગની કારમાં સવાર હત્યારાઓએ ભુપતની બાઇકને અડફેટે લીધી હતી. ભુપત બાઇક પરથી પટકાતાની સાથે જ હત્યારાઓ કારમાંથી ચપ્પુ, રેમ્બો છરો, તલવારો અને ઘાતક હથિયારો સાથે ભુપત પર તૂટી પડયા હતા. ભુપતને પીઠ પર તથા શરીરના ભાગે તલવારના ઘા ઝીંકી દીધા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :

bupat aahir

જેથી ભુપતે પોતાનો જીવ બચાવવા દોટ મૂકી હતી. હત્યારાઓએ ભુપત ને 70 થી 80 ફુટ સુધી દોડાવી દોડાવીને માર માર્યો હતો. અને આખરે અર્ચના સ્કૂલની સામે તેને છાતીના ભાગે રેમ્બો ચપ્પુનો ઘા મારી ઘાતકી હત્યા કરી હત્યારાઓ કાર તથા હથિયારો મૂકીને ફરાર થઇ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ પુણા, વરાછા અને કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઉપરાંત જોઈન્ટ પોલીસ કમિશ્નર સહીત ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હત્યાની ઘટનાને પગલે આજુબાજુની તમામ દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી.

બનાવને પગલે લોકોની ભીડ ઉમટી પડતા પોલીસે લોકોને ભગાવ્યા હતા પરંતુ લોકોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરતા પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા ચંદુભાઈને માથામાં પથ્થર વાગતા ઇજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. માથાભારે ભુપત આહિરે અત્યાર સુધીમાં સાત હત્યા, અસંખ્ય અપહરણ તથા ખંડણી સહીત અનેક ગુનાઓ આચરી ચુક્યો છે. હાલ તો પોલીસે ભુપત ની હત્યા કોણે કરી તે દિશામાં તપાસ હાથ ધરી છે.

First published:

Tags: અપહરણ, કુખ્યાત, ક્રાઇમ, ગુનો, ભુપત આહીર હત્યા, માથાભારે, સુરત, હત્યા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन