સુરત : 31મી માર્ચ બાદ કોર્પોરેટરની બાકી રહેતી ગ્રાન્ટ કોરોના વાયરસ ફંડ હેઠળ મનપામાં જમા કરાશે


Updated: March 26, 2020, 11:23 PM IST
સુરત : 31મી માર્ચ બાદ કોર્પોરેટરની બાકી રહેતી ગ્રાન્ટ કોરોના વાયરસ ફંડ હેઠળ મનપામાં જમા કરાશે
સુરત : 31મી માર્ચ બાદ કોર્પોરેટરની બાકી રહેતી ગ્રાન્ટ કોરોના વાયરસ ફંડ હેઠળ મનપામાં જમા કરાશે

સુરત મનપાના સભ્યોને વિકાસના કામો માટે વા‌ર્ષિક 20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે

  • Share this:
સુરત : કોરોના વાયરસ અંતર્ગત આરોગ્યની સાધન- સામગ્રી ખરીદવા માટે સુરત મનપાના સભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટમાંથી 31મી માર્ચ બાજ જે રકમ જમા હશે તે કોરોના વાયરસ (covid-19)ફંડમાં જમા કરવાનો નિર્ણય સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયો છે. મનપાના સભ્યોની રજુઆતને ધ્યાને લઇ મેયરે નોંધ મુકતા આજની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સુરત મનપાના સભ્યોને વિકાસના કામો માટે વા‌ર્ષિક 20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. મોટા ભાગે આ ગ્રાન્ટનો ઉપયોગ રસ્તા, ફુટપાથ સહીતના કામો પાછળ કરવામાં આવે છે. 31મી માર્ચ સુધી ગ્રાન્ટની રકમ ખર્ચ કરવાની હોય છે. ત્યારબાદ બાકી રહેતી ગ્રાન્ટ પછીના વર્ષમાં કેરી ફોરવર્ડ કરવામાં આવે છે. હાલ કોરોના વાયરસની મહામારી સામે સમગ્ર દુનિયા ઝઝુમી રહે છે. જેમા સુરત શહેર પણ બાકાત રહ્યુ નથી. સુરત મનપા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિદેશ તેમજ અન્ય શહેરથી સુરત શહેરમાં આવેલા તમામ લોકોનું મોનિટરીંગ કરી રહી છે. જરૂર જણાઇ આવતા લોકોને કોરોન્ટાઇન પણ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - કોરોના સામે જંગ લડવા ગુજરાતના સાંસદોએ કરોડો રૂપિયાના ફંડ રિલીઝ કર્યા

આ મહામારીના સમયે મનપાએ આર્થિક સંકડામણનો સામનો ન કરવો પડે તે માટે મનપા સભ્યોને વિકાસના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટનો ઉપયોગ આરોગ્ય વિષયક સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે થાય તે માટે શાસક અને વિપક્ષના સભ્યો ગ્રાન્ટ ફાળવવા અંગે રજુઆત કરી હતી. પરીણામે મેયર ડો. જગદીશ પટેલે નોંધ મુકી કે 31મી માર્ચ 2020 પછી જે સભ્યોની ગ્રાન્ટ બાકી હશે તે ગ્રાન્ટની રકમ તે પછીના વર્ષમાં કેરી ફોરવર્ડ કરવાને બદલે કોરોના વાઇરસ (covid-19) ફંડ હેઠળ સુરત મનપામાં જમા કરવા સ્થાયી સમિતિ સમક્ષ નોંધ મુકી હતી. પરીણામે આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં સભ્યોની ગાન્ટ કોરોના વાયરસ ફંડમાં જમા કરવાના કામને લીલીઝંડી આપવામાં આવી હતી.


પહેલી વાર મનપાની સ્થાયી સમિતિ વીડિયો કોન્ફરન્સથી મળી
પહેલી વાર મનપાની સ્થાયી સમિતિ વીડિયો કોન્ફરન્સથી મળી

કોરોનાના પગલે સુરત મનપાની સ્થાયી સમિતિની બેઠક ઓનલાઇન મળી હતી. ચેરમેન અનિલ ગોપલાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્મયથી ઘરે બેઠા સભ્યો સાથે ચર્ચા કરી હતી. કોરોના વાયરસને પગલે મનપાના ડેપ્યુટી ક‌મિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) અને આરોગ્ય અધિકારી પણ વિડીયો કોન્ફરન્સમાં જોડાયા હતા. સુરત મનપા પ્રથમ મનપા હશે જેણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સ્થાયી સમિતિની બેઠક બોલાવી હોય.કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના વાયરસ ફેલાય નહી તે માટે બે વ્ય‌ક્તિની વચ્ચે એક થી બે મીટરનું અંતર જાળવી રાખવાની અપીલ મનપા દ્વારા કરવામાં આવી છે. સરકારની ગાઇડલાઇનનો અમલ કરવા સાથે મનપા સભ્યો તેમજ કર્મચારીઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે સ્થાયી સમિતિ ચેરમેન અનિલ ગોપલાણીના આદેશથી મનપાના ‌‌ઇતિહાસમાં પ્રથમ વખત ‌ઓનલાઇન સ્થાયી સમિતિની બેઠક બોલાવી હતી.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर