સુરત : 10 લાખે 1 વ્યક્તિમાં જોવા મળતી ફાઈબ્રોમેટોસિસની બીમારીને કિશોરીએ હરાવી

સુરત : 10 લાખે 1 વ્યક્તિમાં જોવા મળતી ફાઈબ્રોમેટોસિસની બીમારીને કિશોરીએ હરાવી
સુરત : 10 લાખે 1 વ્યક્તિમાં જોવા મળતી ફાઈબ્રોમેટોસિસની બીમારીને કિશોરીએ હરાવી

હીરાના કારખાનામાં કામ કરતા પરસોત્તમભાઈની 16 વર્ષીય પુત્રી સુરભીને ગળાના ભાગે 3.5 કિલોની ગાંઠની થઇ ગઈ હતી, વિશ્વભરમાંથી 6200થી વધુ દાતાઓની મદદથી 70 લાખ રૂપિયા ભેગા થતા ઓપરેશન શક્ય બન્યું

  • Share this:
સુરત : સુરતનાં હીરાના કારખાનામાં કામ કરતા પરસોત્તમભાઈની પુત્રીને 10 લાખે 1 વ્યક્તિમાં જોવા મળતી ફાઈબ્રોમેટોસિસની બીમારી થઇ હતી. જેના કારણે ગળાના ભાગે 3.5 કિલોની ગાંઠની થઇ ગઈ હતી. જો કે આ જટિલ ઓપરેશન માટે ત્રણથી વધુ શહેરમાં બતાવ્યા બાદ બેંગલોરની ખાનગી હોસ્પિટલમાં જટીલ સર્જરી કરી કાઢીને નવુ જીવન આપવામાં આવ્યું છે.

કતારગામમાં રહેતા પરસોત્તમભાઈ હીરાના કારખાનામાં કામ કરે છે. તેમની 16 વર્ષીય પુત્રી સુરભીને ગળાના ભાગે થયેલી ગાંઠની સારવાર માટે સુરત, અમદાવાદ અને અમરેલી સહિતના શહેરમાં બતાવ્યું હતું. 10 લાખે 1 વ્યક્તિને થતી ફાઈબ્રોમેટોસિસ નામની બીમારી હોવાથી ગાંઠ થઈ હોવાનું અને ખર્ચાળ સર્જરીથી સારવાર શક્ય હોવાનું જણાવ્યું હતું. ખર્ચ વધુ હોવાથી સુરભીના પરિવારે પ્રયાસ છોડી દીધા હતા.આ પણ વાંચો - વલસાડ : પરિવારમાં સગાઇની વાત શરૂ થતાં જ 20 વર્ષીય વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત

દરમિયાન એક ન્યૂઝ એજન્સી મારફતે બેંગલોરની ક્રાઉડ ફંડીગ સંસ્થા મિલાપના ધ્યાન પર સુરભીનો કેસ આવતા ફંડરાઈઝીંગની પ્રક્રિયા હાથ ધરતા સુરભીનો વીડિયો 10 લાખથી વધુ લોકોએ જોયો અને વિશ્વભરમાંથી 6200થી વધુ દાતાઓની મદદથી 70 લાખ રૂપિયા ભેગા થતા બેંગલોરની એસ્ટર સીએમઆઈ હોસ્પિટલમાં 21 ડોક્ટરોની ટીમે 24 કલાક મેરેથોન ઓપરેશન અને પોસ્ટ ઓપરેશન કર્યું હતું.

14 માસની સારવાર બાદ હવે સુરભી ચાલી શકે છે. હવે સ્કૂલે જવાની તૈયારી કરી રહી છે. સુરભીએ જણાવ્યું હતું કે ‘ટ્યુમરના કારણે હું ક્યાંય જઈ શકતી ન હતી. મારે સ્કૂલમાંથી પણ એક વર્ષ પહેલા ગળાના સખત દુ:ખાવાના કારણે નામ કમી કરાવું પડ્યું હતું. જ્યારે પણ હું બહાર નિકળતી મારે મારી જાતને ઢાંકવી પડતી હતી.
Published by:Ashish Goyal
First published:February 21, 2021, 15:07 pm

ટૉપ ન્યૂઝ