Home /News /gujarat /

સુરત : બિલાડીના રડવાના અવાજે 13 વર્ષની બાળાને દુષ્કર્મનો ભોગ બનવાથી બચાવી? જાણો કેવી રીતે

સુરત : બિલાડીના રડવાના અવાજે 13 વર્ષની બાળાને દુષ્કર્મનો ભોગ બનવાથી બચાવી? જાણો કેવી રીતે

પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી

Surat News - પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત : સામાન્ય રીતે લોકો બિલાડીના રડવાના અવાજને કે રોડ ક્રોસ કરવાની ઘટનાની અપશુકનિયાળ ગણે છે. જોકે સુરતના (Surat)સચિન જીઆઇડીસી (Sachin GIDC)વિસ્તારમાં એવી ઘટના બની જેમાં બિલાડીના કારણે એક દીકરી સાથે દુષ્કર્મનો (Mischief)ભાગ બનતા રહી ગઈ છે. બિલાડીના રડવાના અવાજે 13 વર્ષની બાળકીને ગંભીર કૃત્યમાંથી ઉગારી લીધી હતી. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં યુપી વાસી પરિવારની મહિલા ચાર દિવસ અગાઉ પરિવાર સાથે નજીકમાં રહેતી બહેનના ઘરે જમવા ગઇ હતી. જયાંથી પતિ સંચા ખાતામાં નોકરી પર જવા નીકળી ગયો હતો. મહિલા તેના બે પુત્ર અને પુત્રી તથા બહેનની પુત્રી સાથે પરત ઘરે આવ્યા હતા. ત્યાં રાતે મહિલા તેની પુત્રી અને બહેનની દીકરી સાથે ઘાબા પર ઊંઘી રહ્યા હતા. તે દરમિયાનમાં રાતે અંદાજીત 12  વાગ્યાના અરસપાસ બિલાડીના રડવાનો અવાજ આવતા દીકરીની માતા અચાનક જાગી ગઇ હતી અને ત્યાં એક દીકરી બાજુમાં જોતા ગાયબ હતી. જેથી મહિલાએ દીકરીની કયાં છે તેવો અવાજ આપ્યો હતો જેથી બીજી દીકરીએ કહ્યું કે મારે પાણી પીવું હોવાથી પાણી લેવા ગઇ છે પરંતુ આવી નથી.

આ પણ વાંચો - સુરતમાં જ્વેલર્સની દુકાનમાં બંદૂકની અણીએ લૂંટનો પ્રયાસ, ઝપાઝપીના દિલધડક દ્રશ્યો CCTVમાં કેદ

આમ માતાને ચિંતા થઈ હતી. જેથી દીકરીની માતા તુરંત જ ઘરમાં દોડી ગઇ હતી પરંતુ દીકરીની ત્યાં પણ નહીં હોવાથી આજુબાજુમાં શોધખોળ કરી હતી. દીકરીની માતા ચિંતામાં મુકાઈ ગઈ હતી અને તાત્કાલિક આજુબાજુના લોકોને જગાડતા લોકો પણ આવ્યા હતા. આ દરમિયાન રહેણાંક ઘર નજીક પાણીના પ્લાન્ટમાંથી માસુમ દીકરીનો અવાજ આવતો હોવાથી મહિલા ત્યાં દોડી ગઇ હતી અને દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ દરવાજો કોઇએ ખોલ્યો ન હતો. જેથી દીકરીની માતાએ પડોશી દંપતીને જાણ કરી હતી. પડોશીએ તુરંત જ પાણીના પ્લાન્ટના ધાબા પરથી અંદર જઇ દીકરીને બચાવી હતી અને હવસખોર નરાધમ અમનસિંગને પકડી લીધો હતો.

દીકરી જણાવ્યું હતું કે પાણી લેવા ધાબા પરથી નીચે ઉતરી ત્યારે અમન ઘરના આંગણામાં ઉભો હતો અને હાથ પકડીને પ્લાન્ટમાં લઇ જઇ નિર્વસ્ત્ર કરી બિભત્સ હરકતો કરી હતી. બાદમાં દીકરીએ પ્રતિકાર કરતા મોઢું દબાવી મારી નાખવાની ધમકી આપી હતી. પરિવારે રાત્રીના સમયે આ બાબતે સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. જેથી પીઆઇ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને  નરાધમને પકડી ગુનો નોંધી ધરપકડ કરી હતી. બિલાડી ના લીધે આ બાળકી હવસખોરના હાથ માંથી બચી જવા પામી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, Surat cime, સુરત

આગામી સમાચાર