રાજ્યવ્યાપી ચેકપોસ્ટ કૌભાંડનો ACBએ કર્યો પર્દાફાશ

Parthesh Nair | Pradesh18
Updated: September 4, 2016, 3:19 PM IST
રાજ્યવ્યાપી ચેકપોસ્ટ કૌભાંડનો ACBએ કર્યો પર્દાફાશ
એસીબીએ રાજ્યભરના ચેકપોસ્ટ પર ચાલતા વાણિજ્ય કરચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ રાજ્યવ્યાપી કૌભાંડમાં વાણિજ્ય વિભાગના અધિકારીઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.

એસીબીએ રાજ્યભરના ચેકપોસ્ટ પર ચાલતા વાણિજ્ય કરચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ રાજ્યવ્યાપી કૌભાંડમાં વાણિજ્ય વિભાગના અધિકારીઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.

  • Pradesh18
  • Last Updated: September 4, 2016, 3:19 PM IST
  • Share this:
અમદાવાદ# એસીબીએ રાજ્યભરના ચેકપોસ્ટ પર ચાલતા વાણિજ્ય કરચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ રાજ્યવ્યાપી કૌભાંડમાં વાણિજ્ય વિભાગના અધિકારીઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ 50 કરોડથી વધુનું હોવાની માહિતી સામે આવી છે ત્યારે એસીબીએ વાણિજ્ય વિભાગના એક અધિકારી સહિત ચાર લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

એસીબીનુ કહેવું છે કે, રાજ્યની અમીરગઢ, ગુંદરી, થરાદ, સામખીયાળી, ભિલાડ તેમજ શામળાજી ખાતેની વાણિજ્યક વેરાની ચેક પોસ્ટ ઉપરથી ગુજરાતની અંદર પ્રવેશતી અને બહાર માલ ભરીને આવતી જતી ટ્રકોને કઈ પણ જાતનો વાણિજ્ય વેરાનો ટેક્ષ ભર્યા વગર સાંકેતિક કોડનેમ આધારે જવા દેવામાં આવતું હતુ. આ કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલતુ હોવાનું બહાર આવ્યું છે.

એસીબીની તપાસમાં હાલ એક ટ્રકને કબ્જે કરી તપાસ શરૂ કરી છે, પરંતુ છેલ્લા એક મહિનમાં 200 ટ્રકોને જવા દેવામાં આવી છે અને તેનો આંકડો 1 કરોડ 65 લાખ હોવાનું બહાર આવ્યું છે. એસીબીની તપાસમાં દલાલો, ટ્રક ડ્રાઈવરો સહિત કુલ 22 લોકોના નામ સામે આવ્યા છે ત્યારે વાણિજ્ય વિભાગના અધિકારી ચંદ્રકાંત ઢોઢીયા સહિત કુલ ચાર લોકોની ધરપકડ પણ કરી છે.

મળતી માહિતી પ્રમાણે આ કૌભાંડ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને એસીબીએ તમામ દિશામાં તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સીએમની મિટિંગમાં પણ એસીબીને ખાસ સુચનાઓ આપવામાં આવી છે અને લાંચ લેતા લોકોની સામે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

સવાલ એ ઉભો થાય છે કે, આ કૌભાંડમાં કોણ-કોણ સામેલ છે? શું આ કૌભાંડનો આંકડો 100 કરોડને પણ પાર કરી દેશે. હાલ તો એસીબીએ ચાર લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
First published: September 4, 2016, 3:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading