સૌથી મોટો બેંકિંગ ઘોટાળો, ABG શિપયાર્ડ પર FIR, 28 બેંકને 22,842 કરોડનો ચૂનો લગાવ્યાનો આરોપ
સૌથી મોટો બેંકિંગ ઘોટાળો, ABG શિપયાર્ડ પર FIR, 28 બેંકને 22,842 કરોડનો ચૂનો લગાવ્યાનો આરોપ
abg શિપયાર્ડ
ABG Shipyard Case: SBIની આગેવાની વાળી 28 બેંકનાં કંસોર્ટિયમની સાથે કથિત રીતે 22,842 કરોડ રૂપિયાની છેતરપીડીં મામલે FIR દાખલ કરવામાં આવી છે. આ કંપની શિપયાર્ડ નિર્માણ અને શિપયાર્ડની મરમ્મતનું કામ કરે છે.
Bank Fraud News: CBIએ બેંકિંગ ફ્રોડનાં કેસમાં ABG Shipyard Ltd અને તેમનાં તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને મેનેજિંગ ડિરકેટર ઋષિ કમલેશ અગ્રવાલ અને અન્યનાં વિરુદ્ધ છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ભારતીય સ્ટેટ બેંક (SBI)ની આગેવાની વાળી 28 બેંકને કંસોર્ટિયમની સાથે કથિત રીતે 22,842 કરોડ રૂપિયાની છેતરપિંડી અંગે FIR દાખલ કરવામાં આવી છે. CBI દ્વારા દાખલ કરવામાં આવેલી આ બેંકિંગ ફ્રોડને અત્યાર સુધીમાં સૌથી મોટો કેસ છે.
કંપની અંગે જાણીયે-
ABG Shipyard Limited પ્રાઇવેટ સેક્ટરની Ship Building કંપની છે. કંપની બલ્ક કેરિયર્સ, Deak Barges, Interceptor Boats, Anchor Handling Supply Ships, Tugs અને ઓફશોર વેસેલ્સનું નિર્માણ કરે છે. કંપની ભારતમાં કોમર્શિયલ અને સરકારી કસ્ટમર્સને સર્વ કરે છે. આ કંપનીની શિપયાર્ડ ગુજરાતનાં દહેજ અને સૂરતમાં સ્થિત છે.
આ લોકો વિરુદ્ધ કેસ દાખલ
અગ્રવાલ ઉપરાંત એજન્સીનાં તત્કાલીન એગ્ઝીક્યુટિવ ડિરેક્ટર સંથાનમ મુથુસ્વામી ડિરેક્ટર અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેતિયા અને એક અન્ય કપની ABG International Pvt Ltd વિરુદ્ધ આ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમનાં વિરુદ્ધ આપરાધિક ષડયંત્ર રચવા, છેતરપીંડી, વિશ્વાસનું હનન અને પદનાં દુરઉપયોગ અંગે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
CBI has registered an FIR against ABG Shipyard and its directors for allegedly cheating 28 banks of Rs 22,842 crores
જાણો ક્યારે શરૂ થયો હતો કેસ-
બેંકે 8 નવેમ્બર, 2019નાં પહેલી વખત ફરિયાદ કરી હતી. જેનાં પર CBIએ 12 માર્ચ, 2020નાં કેટલાંક સ્પષ્ટીકરણ માંગ્યા હતાં. જે બાદ બેંકે તે વર્ષે ઓગસ્ટમાં ફરી એક વખત નવી રીતે ફરિયાદ દાખલ કરી છે. આશરે દોઢ વર્ષની તપાસ બાદ CBIએ ફરિયાદ પર કાર્યવાહી કરતાં 7 ફેબ્રુઆરી, 2022નાં ફરિયાદ દાખલ કરી છે.
કંપનીએ 28 બેંક અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી ક્રેડિટ લીધી છે. અને SBIએ આશરે 2,468.51 કરોડ રૂપિયાનું એક્સપોઝર છે. ફોરેંસિંગ ઓડિટમાં આ વાતો સામે આવી છે 2012-17ની વચ્ચે આરોપીઓએ અંદરોઅંદર સાઠગાંઠ કરીને ફંડને ડાઇવર્ટ કરવાં, અનિયમિતતા અને આપરાધિક વિશ્વાસનું હનન જેવી ગેરકાયદે ગતિવિધિઓ કરી. FIRમાં જણાવ્યાં મુજબ, બેંકે જે ઉદેૃશો માટે ફંડ રિલીઝ કર્યું હતું તેની જગ્યાએ અન્ય જગ્યાએકંપની તેનો ઉપયોગ કરી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર