'આપ'ના ડરે આનંદીબેન ઘરે...' સુરતમાં લાગ્યા પોસ્ટર,ભાજપે પણ આપ્યો જવાબ

News18 Gujarati | Pradesh18
Updated: August 2, 2016, 2:03 PM IST
'આપ'ના ડરે આનંદીબેન ઘરે...' સુરતમાં લાગ્યા પોસ્ટર,ભાજપે પણ આપ્યો જવાબ
અમદાવાદઃઆમ આદમી પાર્ટી(AAP) એ સુરતમાં પોસ્ટરો લગાવ્યા છે. જેમાં આનંદીબહેનના રાજીનામાને લઇ ભાજપને આડેહાથ લેવાયું છે. પોસ્ટરમાં લખાયું છે કે,'આપ'ના ડરે આનંદીબેન ઘરે...' આ પોસ્ટરો પર પાર્ટીના નેતા આશુતોષે કહ્યું કે હવે તો આ પોસ્ટર આખા ગુજરાતમાં લગાવાશે જેથી લોકોને ખબર પડે કે આમ આદમી પાર્ટીથી ડરી આનંદીબહેન કેવી રીતે ખુરશી છોડી?

  • Pradesh18
  • Last Updated: August 2, 2016, 2:03 PM IST
  • Share this:
અમદાવાદઃઆમ આદમી પાર્ટી(AAP) એ સુરતમાં પોસ્ટરો લગાવ્યા છે. જેમાં આનંદીબહેનના રાજીનામાને લઇ ભાજપને આડેહાથ લેવાયું છે. પોસ્ટરમાં લખાયું છે કે,'આપ'ના ડરે આનંદીબેન ઘરે...' આ પોસ્ટરો પર પાર્ટીના નેતા આશુતોષે કહ્યું કે હવે તો આ પોસ્ટર આખા ગુજરાતમાં લગાવાશે જેથી લોકોને ખબર પડે કે આમ આદમી પાર્ટીથી ડરી આનંદીબહેન કેવી રીતે ખુરશી છોડી?

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા સહારા દરવાજા ફ્લાયઓવર ખાતે પોસ્ટરો લગાવાયા છે.આમ આદમી પાર્ટી દ્વારા આનંદીબેનના રાજીનામા બાબતે આક્રમક પ્રચાર કરવાના મુડમાં છે.AAP નેતા આશુતોષની પ્રેસ કોન્ફરન્સમાં આનંદીબેનના રાજીનામાને નાટક ગણાવ્યું હતું. અને આક્ષેપ કર્યા હતા કે,AAPની લોકપ્રિયતા વધતા સીએમને હટાવાયા છે.મોદી કેબિનેટમાં પણ 75 વર્ષના નેતા છે.75 વર્ષનો નિયમ છે તો ગવર્નર કેમ બનાવે છે ?

વધુમાં ભાજપને આડેહાથ લેતા બોલ્યા હતા કે, 'ગુજરાતમાંથી એક કઠપૂતળી હટાવી, બીજી કઠપૂતળી મુકાશે.આનાથી ગુજરાતમાં સ્થિતિ નહીં બદલાય ગુજરાતમાં લોકશાહી નથી. હાર્દિક પટેલ અને પાટીદારોનું સમર્થન કરતા વધુમાં આસુતોષે દેશદ્રોહનો કેસ પાછો ખેંચાવવો જોઈએ તેમ કહ્યું હતું.

ત્યારે બીજી તરફ સીએમ પદ માટે સૌથી આગળ જેમનું નામ છે તેવા ભાજપના ગુજરાતના અધ્યક્ષ વિજય રૂપાણીએ કહ્યું કે, સોમવારે આનંદીબહેન પટેલે પદ પરથી મુક્ત થવા ઇચ્છા વ્યક્ત કરી છે. ગુજરાત ભાજપ એક જ છે. અહી કોઇ રેસ નથી. બધા એક સાથે મળી ગુજરાતના વિકાસની યાત્રા આગળ વધારશું.

તેમણે કહ્યું કે, દરેક સમયે કોઇને કોઇ વિરોધ પ્રદર્શન ચાલતુ રહે છે. તેની કોઇ અસર નથી પડતી. તેમણે કહ્યું કે,એએપી ગુજરાતમાં ક્યાય નથી,ચુંટણી પછી તેમની જમાનત પણ જપ્ત થઇ જશે. તો કોંગ્રેસ પર બોલતા કહ્યું કે કોંગ્રેસ વર્ષોથી સત્તાથી દૂર છે. જેવી રીતે માછલી સત્તાથી દૂર થઇ તડપે છે એવા હાલ કોંગ્રેસના છે.

First published: August 2, 2016, 2:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading