Home /News /gujarat /

ભાજપ સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો, ગુજરાતીઓ માટે AAP વિકલ્પઃસંજયસિંહે ભાજપ પર સાધ્યું નિશાન

સુરતઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2017ની ચુંટણી લડવા માટેની પુર્ણ તૈયારી કરી લીધી છે. જેના ભાગરૂપે જ આજે આપના બે દિગ્ગજ નેતાઓ સંજયસિંહ અને આશુતોષ સુરત શહેર જિલ્લા અને નવસારી જિલ્લાની મુલાકાતે છે, સુરત એરપોર્ટ ખાતે પગ મુકતાની સાથે જ આપ નેતા સંજય સિંહ ગુજરાતમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચાર તથા વડાપ્રધાન મોદીના ગૌભક્તો બાબતે જે નિવેદન કર્યા છે તેને ઉપદેસ ગણાવ્યા હતા.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
સુરતઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 2017ની ચુંટણી લડવા માટેની પુર્ણ તૈયારી કરી લીધી છે. જેના ભાગરૂપે જ આજે આપના બે દિગ્ગજ નેતાઓ સંજયસિંહ અને આશુતોષ સુરત શહેર જિલ્લા અને નવસારી જિલ્લાની મુલાકાતે છે, સુરત એરપોર્ટ ખાતે પગ મુકતાની સાથે જ આપ નેતા સંજય સિંહ ગુજરાતમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચાર તથા વડાપ્રધાન મોદીના ગૌભક્તો બાબતે જે નિવેદન કર્યા છે તેને ઉપદેસ ગણાવ્યા હતા.

સુરત શહેર જિલ્લા અને નવસારી ખાતે દિવસ દરમિયાન પાંચ જાહેરસભાઓને સંબોધન કરીને આમ આદમી પાર્ટી દ્વારા જાણે વિધિવત ચુંટણી પ્રચાર શરૂ કર્યો હોય તેવુ લાગી રહ્યુ છે. સુરત એરપોટ પર આપ નેતા સંજયસિંહે ગુજરાતમાં ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને માજી મુખ્યમંત્રી આનંદીબેન પટેલની દિકરીના ભ્રષ્ટાચાર તથા ભાજપના મંત્રીના ભ્રષ્ટાચારનો મામલો ઉછાળ્યો હતો અને ગુજરાતમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ગભરાયેલી હોવાનો દાવો પણ કર્યો હતો. ગુજરાતમાં આમ આદમી પાર્ટી બહેતર વિકલ્પ હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું.

વડા પ્રધાન મોદી આજકાલ પોતાના દરેક ભાષણોમાં ગૌભક્તોને આડે હાથે લઇ રહ્યા છે, ત્યારે સંજય સિંઘે વડાપ્રધાન ઉપર નિશાન તાકતા જણાવ્યુ હતું કે મોદી વડા પ્રધાન છે તેઓ સંત મહાત્મા નથી.ઉપદેશ આપવાનું બંધ કરે સાથે સાથે ગૌભક્તો આરએસએસ સહીતના સંગઠનો સાથે સંકળાયેલા હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું. તેમજ ઉત્તરપ્રદેશમાં ચુંટણી આવી રહી છે એટલે વડાપ્રધાન મોદીને દલિતો ઉપર પ્રેમ જાગ્યો છે તેવો આક્ષેપ પણ કર્યો હતો.

ગુજરાતમાં ભાજપ સરકારે હાર્દિક પટેલને અન્યાય કર્યો છે અને હાર્દિક પટેલ પોતાના સમાજની વાત કરતો હતો તેમ જણાવી સંજયસિંહે હાર્દિક પટેલ આપમાં જોડાય રહ્યો છે તે પ્રશ્નનો જવાબ સમય બતાવશે તેમ જણાવ્યુ હતું.
First published:

Tags: આમ આદમી પાર્ટી, ગુજરાત, ભાજપ, ભ્રષ્ટ્રાચાર, રાજકારણ, સંજયસિંહ, હાર્દિક પટેલ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन