સુરત: અરવિંદ કેજરીવાલના ભાજપ સામે પ્રહાર, હાર્દિક પટેલને ગણાવ્યો દેશભક્ત

Haresh Suthar | Pradesh18
Updated: October 17, 2016, 12:07 PM IST
સુરત: અરવિંદ કેજરીવાલના ભાજપ સામે પ્રહાર, હાર્દિક પટેલને ગણાવ્યો દેશભક્ત
ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં આયોજિત એક સભામાં ભારતીય જનતા પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા હતા અને હાર્દિક પટેલને દેશભકત ગણાવ્યો હતો.

ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં આયોજિત એક સભામાં ભારતીય જનતા પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા હતા અને હાર્દિક પટેલને દેશભકત ગણાવ્યો હતો.

  • Pradesh18
  • Last Updated: October 17, 2016, 12:07 PM IST
  • Share this:
સુરત #ગુજરાતના પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં આયોજિત એક સભામાં ભારતીય જનતા પાર્ટી સામે આકરા પ્રહારો કર્યા હતા અને હાર્દિક પટેલને દેશભકત ગણાવ્યો હતો.

સભાને સંબોધતાં એમણે કહ્યું કે, ભાજપ સરકાર પાટીદારો સાથે અન્યાય કરી રહી છે. સરકાર અનામતની માંગ કરનારા પાટીદારો સામે ગોળીઓ વરસાવી રહી છે. પાટીદાર આતંકી નહીં પરંતુ દેશના નાગરિકો છે.

એટલું જ નહીં કેજરીવાલે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલને દેશભક્ત ગણાવ્યો હતો. કેજરીવાલે કહ્યું કે, હાર્દિક પટેલથી મોટો કોઇ દેશભકત નથી. ગુજરાતમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણી માત્ર ચૂંટણી જ નથી એક ક્રાંતિ પણ હશે.

સુરત ગયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂધ્ધ કેટલાક વિરોધના વાવટા પણ દર્શાવ્યા હતા. સર્જિકલ સ્ટ્રાઇક મામલે કેજરીવાલના નિવેદનથી રોષે ભરાયેલા કેટલાક લોકોએ કેજરીવાલને પાકિસ્તાની રત્ન ગણાવતા પોસ્ટર પણ દર્શાવ્યા હતા.

સભા પૂર્વે ગુલાબસિંહની ધરપકડ

ખંડણી વસુલીના ઓરાપમાં દિલ્હી પોલીસે રવિવારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ગુજરાતના પ્રભારી ગુલાબસિંહની સુરતમાંથી ધરપકડ કરી છે. જોકે ધરપકડ પહેલા ગુલાબસિંહે જાતે જ સુરત પોલીસ સામે આત્મ સમપર્ણ કરી લીધું હતું.ગુલાબસિંહની ધરપકડ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની અહીં યોજાનાર સભા પહેલા કરવામાં આવી છે.

ગુલાબસિંહ સપ્તાહથી ગુજરાતમાં હતા. એમની ધરપકડ કરાયા બાદ એમને કોર્ટમાં રજુ કરાયા હતા અને એમના ટ્રાઝિન્ટ રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. ગુલાબસિંહ દિલ્હીથી આપના ધારાસભ્ય છે.

ધરપકડની આશંકાને પગલે ગુલાબસિંહે જાતે સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્મા સમક્ષ આત્મ સમપર્ણ કર્યું હતું.
First published: October 16, 2016, 5:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading