Home /News /gujarat /સુરતમાં 61માળના વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન માટે કરાયા એમઓયુ

સુરતમાં 61માળના વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન માટે કરાયા એમઓયુ

સુરતઃ સુરતમાં વિશ્વકક્ષાનું રેલ્વે સ્ટેશન બનાવવા માટે આજે રાજયના ડેપ્યુટી સીએમ નિતિન પટેલ તથા કેન્દ્રીય રેલ્વે મંત્રી સુરેશ પ્રભુ વચ્ચે મહત્વના એમઓયુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને પીપીપી ધોરણે શરૂ થવા જઇ રહેલા આ પ્રોજેકટમાં કોર્પોરેશન, રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેકટને સફળ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    સુરતઃ સુરતમાં વિશ્વકક્ષાનું રેલ્વે સ્ટેશન બનાવવા માટે આજે રાજયના ડેપ્યુટી સીએમ નિતિન પટેલ તથા કેન્દ્રીય રેલ્વે મંત્રી સુરેશ પ્રભુ વચ્ચે મહત્વના એમઓયુ કરવામાં આવ્યા છે. ખાસ કરીને પીપીપી ધોરણે શરૂ થવા જઇ રહેલા આ પ્રોજેકટમાં કોર્પોરેશન, રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેકટને સફળ બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે.

    sur mou surat relve
    સુરત રેલ્વે સ્ટેશનને વધુ અપગ્રેડ તથા અધર્તન બનાવી વિશ્વકક્ષાનું બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ રસ લેવામાં આવ્યો છે. ખાસ કરીને વિશ્વસકક્ષાના આ પ્રોજેકટને સાકાર કરવા માટે કેન્દ્રીય રેલ મંત્રી સુરેશ પ્રભુ, રાજયના ડેપ્યીટી સીએમ નિતિનભાઇ પટેલ તથા સુરતના મેયર અસ્મિતાબેન સિરૌયા વચ્ચે એક મહત્વનો એમઓયુ સાઇન કરવામાં આવ્યો છે. આ મહત્વના પ્રોજેકટમા રેલ્વેના ઉચ્ચ અધિકારી, સાંસદ તથા ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

     ડેપ્યુટી સીએમ નિતિનભાઇ પટેલએ મિડિયાને જણાવ્યું હતું કે,સુરત રેલ્વે સ્ટેશનને જે રીતે અપગ્રેડેશ કરવામાં આવશે તેવુ રેલ્વે સ્ટેશન વિશ્વમા ક્યાંય જોવા નહિં મળે. સુરતનું રેલ્વે સ્ટેશન 61 માળનું બિલ્ડીંગ  તેમજ ચાર ટાવર વાળું બનાવવામાં આવશે. આ પ્રોજેકટ સાકાર કરવા માટે સુરત કોર્પોરેશન, રાજય સરકાર તેમજડ કેન્દ્ર સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવશે. જેમા બસ સ્ટેશન, કોમર્શીયલ બિલ્ડિંગ તથા અનેક એકટિવિટિનો સમાવેશ કરવામાં આવશે.

    રેલ્વેને વિશ્વસ્તરીય ઓળખ અપાવવા માટે આજે એક મહત્વના એમઓયુ માટે કેન્દ્રીય રેલ્વે મંત્રી સુરેશ પ્રભુ પણ સુરતમાં હાજર રહ્યા હતા. તેઓએ મિડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે સુરત રેલ્વે સ્ટેશન પર આવનારા મુસાફરોને એક જ સ્થળેથી તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. જેમ કે રેલ્વે સ્ટેશન પરથી જ એસટી બસ, રીક્ષા તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે. સુરતમાં બનનારું આ રેલ્વે સ્ટેશન દેશનું પહેલું એવું સ્ટેશન બનશે જેની પોતાની ઓળખ બની રહેશે. જે અંગે આજે મહત્વનો એમઓયુ સાઇન કરવામાં આવ્યો છે.

    સુરત રેલ્વે સ્ટેશન પર મલ્ટીલેવલ પાર્ક પણ બનાવવામાં આવશે. આ ઉપરાંત સુરત રેલ્વે સ્ટેશનની સાથોસાથ ગાંધીનગર, ભોપાલ , દિલ્હીના ભેીજવચન-આનંદવિહાર જેવા રેલ્વે સ્ટેશન જલ્દીથી લઇને આવશે. સુરેશપ્રભુએ મીડીયા સાથે એક મહત્વની અને ચોંકાવનારી વાત એ કહી હતી કે સુરત રેલ્વે સ્ટેશન જે રીતે અપગ્રેડ કરવામાં આવશે તે સુરત એરપોર્ટને પણ પાછળ છોડી દેશે. લોકો સુરત એરપોર્ટને બદલે સુરત રેલ્વેસ્ટેશન જોવા માટે આવશે.

    હાલ જે રીતે એમઓયુ સાઇન કરવામાં આવ્યા છે તેને લઇને 36 જેટલા લોકોએ ટેન્ડર પણ મોકલી આપ્યા છે. હાલ વહેલી તકે આ પ્રોજેકટનું કામકાજ શરૂ કરવામાં આવશે તેવું કેન્દ્રીય રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યુ હતુ.
    First published:

    Tags: સુરત, સુરેશ પ્રભુ