સુરતમાં કોરાનાનો કહેર, 24 કલાકમાં જ 724 કેસ, જાણો સૌથી વધુ કેસ કયા વિસ્તારમાં

સુરતમાં કોરાનાનો કહેર, 24 કલાકમાં જ 724 કેસ, જાણો સૌથી વધુ કેસ કયા વિસ્તારમાં
કોરોના વેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે

કોરોના વેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે

  • Share this:
સુરત : દેશભરમાં કોરોના વેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે. આજે વધુ 724 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 545 જયારે ગ્રામીણ વિસ્તારમાં 179 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 67865 પર પહોંચી છે. જયારે આજે 08 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1196 પર પહોંચ્યો છે. આજે 687 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાયરસ (Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડલાઇનનું પાલન નહીં કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે. આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 724 દર્દી નોંધાયા છે. જેમાં શહેર વિસ્તારમાં 545 કેસ નોંધાયા છે. આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 52275 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 179 કેસ સાથે દર્દી સંખ્યા 15590 પર પહોંચી છે. આજે કોરોનાની સારવાર દરમિયાન 8 લોકોના મોત થયા છે જેમાં 288 મૃત્યુ જિલ્લાના છે અને 908 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1196 પર પહોંચ્યો છે.આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2875 કેસ, અમદાવાદ, સુરતમાં વધી રહી છે ચિંતા

આજે શહેરમાંથી 549 જ્યારે જિલ્લામાં 138 દર્દીને રજા આપતા, કુલ 687 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા માં શહેર વિસ્તારમાં 62919 જયારે ગ્રામ્ય વિસ્તારના 13973 છે. આજે સેન્ટ્રલ ઝોનમાં 60, વરાછા એ ઝોનમાં 68, વરાછા બી 2 59 , રાંદેર ઝોન 80, કતારગામ ઝોનમાં 60, લિબાયત ઝોનમાં 69, ઉધના ઝોનમાં 53 અને અઠવા ઝોનમાં 96 કેસ નોંધાયા છે. સુરતમાં અઠવા અને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે.

અહીંયા કોરોના ગાઈડલાઇનનું પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે. તંત્ર દ્વારા ટીમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. જિલ્લાની વાત કરવામાં આવે તો ચોર્યાસીમાં 29, ઓલપાડમાં 01, કામરેજમાં 38, પલસાણામાં 32, બારડોલીમાં 58, મહુવામાં 05, માંડવીમાં 11, માંગરોળમાં 04 અને ઉમરપાડામાં 01 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
Published by:Ashish Goyal
First published:April 04, 2021, 21:50 pm

ટૉપ ન્યૂઝ