અહીં 500 વર્ષ જૂનો ઘટાદાર વડલો પણ છે તેની છાયામાં ચાર સદી અગાઉ માતાજી સ્વયંભૂ પ્રગટયા હતા.
જોકે ગામમાં લગાવવામાં આવેલ સ્પીકર લઈને લોકો માં ભગવાન મળી રહ્યા છે લોકો મોટી સંખ્યામાં મંદિરે જય માતાજીની આરતીમાં અને જે લોકો જોડાાઈ શક્યા નથી એવા લોકો ઘરે બેસીને આ પંચાયતની મદદથી મૂકવામાં આવેલા સ્પીકરની મદદથી ઘરે બેસીને માતાજીનું ધ્યાન ધરે છે.
દક્ષિણ ગુજરાત (South Gujarat)માં એકમાત્ર અનોખું ગામ છે જ્યાં માતાજીની આરતી માટે આખા ગામમા લાઉડ સ્પીકર (Loudspeaker) લાગ્યા છે. હજીરા ગામ (Hajira Village) પંચાયત રોડ પર ઠેરઠેર સ્પીકર મૂકાયા છે. સાંજે ગામમાં પ્રવેશતાં જ ભક્તિભાવ ભર્યા માહોલની અનુભૂતિ થાય છે. અહીં 450 વર્ષ જૂનો સિગોતર આશાપુરા માતાનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ પાવન ધર્મના દર્શન કરતા અલૌકિક અનુભુતિ જરૂર થશે.
અહીં 500 વર્ષ જૂનો ઘટાદાર વડલો પણ છે તેની છાયામાં ચાર સદી અગાઉ માતાજી સ્વયંભૂ પ્રગટયા હતા. દરિયામાંથી માતાજીની મૂર્તિ મળતા દરિયા પાસે જ મંદિરની સ્થાપના થઇ હતી. ઘણા ભક્તો તેમણે વહાનવટી માતા તરીકે પણ ઓળખે છે. ગામના લોકોને આ મંદિર સાથે ઘણી આસ્થા જોડાયેલી છે. જોકે હજીરા ગામ ને મહાકાળી ઇન્ડસ્ટ્રીઓવ ગળી રહી છે. પ્રદૂષણ રોજગારી સહિતના પ્રશ્ન 15 ટકા લોકો બાપદાદાનું ઘર છોડી સુરત સહિતના વિસ્તારોમાં જતા રહ્યા છે. પરંતુ પૌરાણિક મંદિર સાથે જોડાયેલી આસ્થાએ વાર-તહેવારે માતાજીના દર્શન કરવા તેઓ અચૂક આવે છે.
અહીં બાબરી લેવાય છે અને બાધા પણ ઉતારવામાં આવે છે. પંચાયતી માતાજીની આરતી સમગ્ર ગામમાં સંભળાય તે માટે 55 ઠેકાણે લાઉડ સ્પીકર મુકતા રોજ સાંજે છ વાગ્યા બાદ આરતી સંભળાય છે. લોકોની માંગ હતી કે આખા ગામમાં આરતી સાંભળે તેવી વહીવટ થવી જોઈએ. જેથી પંચાયતે લાઉડ સ્પીકરો લગાડ્યા હતા.
જોકે ગામમાં લગાવવામાં આવેલ સ્પીકર લઈને લોકો માં ભગવાન મળી રહ્યા છે લોકો મોટી સંખ્યામાં મંદિરે જય માતાજીની આરતીમાં અને જે લોકો જોડાાઈ શક્યા નથી એવા લોકો ઘરે બેસીને આ પંચાયતની મદદથી મૂકવામાં આવેલા સ્પીકરની મદદથી ઘરે બેસીને માતાજીનું ધ્યાન ધરે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર