કોરોના કાળમાં પણ સુરતીઓએ મનપાને એડવાન્સ ટેકસ પેટે 450 કરોડ આપ્યા

કોરોના કાળમાં પણ સુરતીઓએ મનપાને એડવાન્સ ટેકસ પેટે 450 કરોડ આપ્યા
કોરોના કાળમાં પણ સુરતીઓએ મનપાને એડવાન્સ ટેકસ પેટે 450 કરોડ આપ્યા

કોવિડની સ્થિતિને કારણે ઠપ થયેલ વેપાર-ધંધા, બેરોજગારીની સીધી અસર મનપાની મિલકતવેરાની આવક પર નજરે પડી રહી છે

  • Share this:
સુરત : સામાન્ય મિલકતવેરામાં જંગી રાહત છતાં 31 ઓગસ્ટ સુધી મનપાની તિજારીમાં 450.56 કરોડ રૂપિયા એડવાન્સ ટેક્સ પેટે જમા થયા છે. જે ગત વર્ષની તુલનામાં 130 કરોડ જેટલા ઓછા છે. કોવિડની સ્થિતિને કારણે ઠપ થયેલ વેપાર-ધંધા, બેરોજગારીની સીધી અસર મનપાની મિલકતવેરાની આવક પર નજરે પડી રહી છે. ગત વર્ષે 8.99 લાખ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ 10 ટકા રીબેટ છતાં ભર્યો હતો જ્યારે ચાલુ વર્ષે આ સંખ્યા અડધાથી પણ ઓછી થઇ ગઇ છે. ફક્ત 4.4 લાખ કરદાતાઓએ એડવાન્સ ટેક્સ જમા કરાવ્યો છે.પરંતુ આ કોરોના મહામારીના સમયમાં આવેલ આ આવક પણ મનપા માટે રામબાણ સમાન છે.

એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને કુલ 40.68 કરોડની ટેક્સ રીબેટ આપવામાં આવી છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીએ પ્રવર્તમાન સ્થિતિમાં એડવાન્સ ટેક્સ ભરીને મનપાને રીબેટ યોજનાનો લાભ લેનાર તથા મનપાને સહકાર આપનાર કરદાતાઓનો આભાર માન્યો છે. ગત વર્ષે 31 ઓગસ્ટ સુધી 579.56 કરોડની આવક મિલકતવેરા પેટે મનપાને થઇ હતી અને તેમાંય ફક્ત એપ્રિલ અને મે માસમાં અનુક્રમે 10 અને 7 ટકા રીબેટ આપવામાં આવી હતી. જ્યારે આ વખતે 31 ઓગસ્ટ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 30 ટકાથી મહત્તમ 42 ટકા સુધીનું રીબેટ મળવાપાત્ર હતું. આમ છતાં 450.56 કરોડની આવક જ જમા થઇ છે.આ પણ વાંચો - સુરત : આર્થિક સંકળામણને લઇ સુરતના યુવા શાળા સંચાલકનો આપઘાત

ગત વર્ષે 31 ઓગસ્ટ સુધી 2019-20૦ના 1385 કરોડના માગણા સામે 41.64 ટકાની રીકવરી થઇ હતી. જ્યારે ચાલુ વર્ષે 32.53 કરોડની રીકવરી થઇ છે. સૌથી વધુ એડવાન્સ ટેક્સ અઠવા ઝોન વિસ્તારના કરદાતાઓએ ટકાવારીની દૃષ્ટિએ ભર્યો છે જ્યારે આંકડાની દૃષ્ટિએ સૌથી વધુ રીકવરી ઉધના ઝોન વિસ્તારમાંથી મનપાની તિજારીમાં જમાં થઇ છે.
Published by:Ashish Goyal
First published:September 01, 2020, 23:14 pm

टॉप स्टोरीज