Home /News /gujarat /વલસાડ : ગ્રાહકના સ્વાંગમાં આવેલી 3 મહિલાઓ ચોરી કરી મોંઘીદાટ કારમાં ફરાર, ઘટના CCTVમાં કેદ

વલસાડ : ગ્રાહકના સ્વાંગમાં આવેલી 3 મહિલાઓ ચોરી કરી મોંઘીદાટ કારમાં ફરાર, ઘટના CCTVમાં કેદ

સારા ઘરની લાગતી આ મહિલાઓએ દુકાનમાં કરેલી ચોરીની કરતૂત સીસીટીવી કેમેરામાં (CCTV camera)કેદ થઈ ગઈ

Valsad news - આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (video viral social media)થઈ રહ્યો છે

    ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લાના (Valsad district)પારડીમાં મોંઘી કારમાં આવેલી 3 મહિલાઓ કરિયાણાની દુકાનમાં કાજુની ચોરી (Theft)કરી કારમાં ફરાર થઈ ગઈ હતી. સારા ઘરની લાગતી આ મહિલાઓએ દુકાનમાં કરેલી ચોરીની કરતૂત સીસીટીવી કેમેરામાં (CCTV camera)કેદ થઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (video viral social media)થઈ રહ્યો છે. જોકે કોઈ મોટી ચોરી થઈ ના હોવાથી દુકાનદારે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ કરાવી નથી. દુકાનમાં થી કાજુ ચોરીને જતાં જતા આ મહિલાઓએ પર્ફ્યૂમની 2 બોટલો પણ ઉઠાવી અને છૂમંતર થઇ ગઇ હતી.

    બનાવની વિગત મુજબ પારડી શહેરમાં નેશનલ હાઈવે પર દમણી ઝાપા વિસ્તારમાં આવેલા પ્રિન્સેસ પાર્ક નામની બિલ્ડીંગ નીચે રામદેવ ટ્રેડર્સ નામની કરિયાણાની દુકાન આવેલી છે. જ્યાં થોડા થોડા સમયના અંતરે ત્રણ મહિલાઓ ગ્રાહકના સ્વાંગમાં ખરીદી કરવા દુકાનમાં પ્રવેશી હતી. દુકાન કાઉન્ટરથી થોડે દુર એક મહિલા કંઈક ચીજો લેવા ગયા બાદ તેણે સાથી મહિલાને પણ ઈશારો કરી પોતાની પાસે બોલાવી લીધી હતી.

    આ પણ વાંચો - સુરત : કાપોદ્રા વિસ્તારમાં માથા ભારે યુવાનની કરપીણ હત્યા, તિક્ષણ હથિયારના ઘા માર્યા

    ત્યાર પછી ત્રણેય મહિલાઓએ યુક્તિ પૂર્વક રૂપિયા 5000 હજારની કિંમતના 5 કિલો જેટલા કાજુની ચોરી કરી ત્રણેય મહિલાઓ વારાફરતી દુકાનમાંથી નીકળી ગઈ હતી. જતા જતા બે પર્ફ્યૂમની બોટલો પણ ચોરી કરીને મહિલાઓ હોન્ડા સીટી કારમાં સવાર થઈ ફરાર થઈ ગઈ હતી. ચોરીની ઘટનાથી કાઉન્ટર પર બેસેલ સંચાલક પ્રમોદ ભાઈ માલી અજાણ હતા. પરંતુ દુકાનમાં આવેલ તેમના પુત્રને કાજુ ગાયબ જણાતા તેઓએ દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા સમગ્ર ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી.

    આ પણ વાંચો - અમદાવાદ : મોજ-શોખ માટે ATMમાં ચોરી કરવા ગયો, પરંતુ સાયરન વાગતા થઈ જોવા જેવી

    સીસીટીવીમાં ત્રણ મહિલાઓ સ્પષ્ટ રીતે ચોરી કરી હોન્ડા સિટી કારમાં ભાગી જતી જોવા મળી હતી. જોકે દુકાનમાંથી કોઈ મોટી રકમ કે વધારે કિંમતી વસ્તુઓની ચોરી નહી થઈ હોવાથી દુકાનદારે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. કારમાં આવેલી સારા ઘરની લાગતી મહિલાઓએ કરિયાણાની દુકાનમાંથી કાજુ અને પર્ફ્યૂમની કરેલી ચોરીની કરતૂત દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cctv camera, Valsad, Video viral

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો