સુરત મહાનગર પાલિકાને રાજય સરકારે આપી 265 કરોડની ગ્રાન્ટ, જાણો શા માટે

સુરત મહાનગર પાલિકાને રાજય સરકારે આપી 265 કરોડની ગ્રાન્ટ, જાણો શા માટે
સુરત મહાનગર પાલિકાને રાજય સરકારે આપી 265 કરોડની ગ્રાન્ટ

મુખ્યમંત્રી દ્વારા ડિજિટલ માધ્યમથી યોજના અન્વયે ઓનલાઇન ચેક વિતરણ કરવામાં આવ્યા

  • Share this:
સુરત : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’અન્વયે સુરત શહેરના સર્વાંગી વિકાસ માટે 265 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. ડિજિટલ ચેક વિતરણ સમારોહમાં સુરત કલેકટર કચેરી ખાતે ઇ-માધ્યમથી જાડાયેલા રાજ્યના વન,આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સુરત મહાનગરપાલિકાના મેયર ડો. જગદીશ પટેલને 265 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરાયો હતો. જ્યારે સુરત જિલ્લાની 4 નગરપાલિકાઓને વિકાસકામોના ચેક એનાયત કરાયા હતા. જેમાં તરસાડી નગરપાલિકાને રૂ. 1.12 કરોડ, બારડોલીને રૂ.1.50 કરોડ, કડોદરાને રૂ 1.12 કરોડ, માંડવીને રૂ.50 લાખના ચેકનું વિતરણ મંત્રી દ્વારા કરાયું હતું. વર્તમાન સરકાર ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે, ત્યારે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે આ ભેટ વિકાસ અને જનસુખાકારીને વેગ આપશે.

તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ 2010માં રાજ્યની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અમલમાં મૂકાઇ હતી. જે અંતર્ગત આજે મુખ્યમંત્રી દ્વારા ડિજિટલ માધ્યમથી યોજના અન્વયે ઓનલાઇન ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.આ પણ વાંચો - સુરતમાં ધોધમાર વરસાદ, 12 કલાકમાં સેન્ટ્રલ ઝોનમાં પોણા ત્રણ ઈંચ

રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ હેતુસર આંતરમાળખાકીય સુવિધાઓ અને વિકાસ કામો માટે કુલ રૂ.1065 કરોડની ગ્રાન્ટના પ્રથમ હપ્તાની મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરીની ઉપસ્થિતિમાં ઓનલાઇન ફાળવણી કરી હતી.

ઓનલાઇન ફંડની ફાળવણીના કાર્યક્રમમાં કેબિનેટ મિનિસ્ટર ગણપત વસાવા, કલેકટર, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ તેમજ સાંસદ દર્શના જરદોશ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published by:Ashish Goyal
First published:August 07, 2020, 22:42 pm