સુરત : 25 વર્ષીય રાજસ્થાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કરી તરછોડી દીધી


Updated: September 15, 2020, 7:32 PM IST
સુરત : 25 વર્ષીય રાજસ્થાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કરી તરછોડી દીધી
સુરત : 25 વર્ષીય રાજસ્થાની યુવતીને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર કરી તરછોડી દેવાઈ

યુવતીને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું

  • Share this:
સુરત : સુરતમાં ફરી એક વાર યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. વેડ દરવાજા વિસ્તારમાં રહેતી મૂળ રાજસ્થાનની 25 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી પત્ની તરીકે રાખવાનું કહી બળાત્કાર કરીને તરછોડી દેવામાં આવી છે. યુવતી સાથે અવાર નવાર શારીરિક સુખ માણી પોતાની હવસ સંતોષ્યા બાદ યુવકે યુવતીને તરછોડી દીધી હતી. કોઈને જાણ કરી તો પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

સુરતના વેડ દરવાજા વિસ્તારમાં આવેલ કિરણ સોસાયટીમાં રહેતા આબીદ હુસેન બાબુ શેખે તેના જ વિસ્તારમાં રહેતી મૂળ રાજસ્થાનની 25 વર્ષીય યુવતી સાથે મિત્રતાથી હતી. આ પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તે દરરોજ મળવા લાગ્યા હતા અને મોબાઇલ ફોન પર વાત કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો - રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં લોહીના પરિક્ષણ માટે ચીનના બે મશીન, રાજકારણ શરૂ

યુવાને યુવતીને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપીને તેની સાથે અવાર નવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ યુવતી લગ્ન માટે સતત દબાણ કરતા આબીદ શેખે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. યુવાને યુવતીના પરિવારને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આબીદે યુવતીને માર પણ માર્યો હતો. જેને લઈને યુવતીએ આ યુવક વિરુદ્ધ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by: Ashish Goyal
First published: September 15, 2020, 7:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading