દાદરા નગર હવેલીઃ નરોલીમાં યુવકે ગળું કાપી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

News18 Gujarati
Updated: April 24, 2019, 3:41 PM IST
દાદરા નગર હવેલીઃ નરોલીમાં યુવકે ગળું કાપી કર્યો આત્મહત્યાનો પ્રયાસ
પ્રતિકાત્મક તસવીર

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામમાં જિગ્નેશભાઇની ચાલમાં રહેતો મૂળ ઉત્તર પ્રદેશની વતની 23 વર્ષીય સુનિલ દિનેશભાઇ મંડલ પોતાના બે મિત્રો સાથે રહે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અત્યારના સમયમાં નાની નાની બાબતોમાં લોકો અત્મહત્યા જેવું ગંભીર પગલું ભરતા હોવાની ઘટનાઓ બનીત રહે છે. સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના નરોલીમાં એક યુવકે કોઇ અગમ્ય કારણોસર પોતાનું ગળું કાપીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામમાં જિગ્નેશભાઇની ચાલમાં રહેતો મૂળ ઉત્તર પ્રદેશની વતની 23 વર્ષીય સુનિલ દિનેશભાઇ મંડલ પોતાના બે મિત્રો સાથે રહે છે.

દરમિયાન નોકરી પરથી રાત્રે ઘરે આવી ભોજન લીધા બાદ તે બાથરૂમમાં ગયો હતો. અને પોતાની જાતે જ ચાકુ વડે ગળું કાપી નાંખ્યું હતું. જે બાદ બાથરૂમમાં જોર-જોરથી અવાજ આવતા તેના મિત્ર દોડી ગયો હતો. તેણે બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. અને સુનિલને બહાર કાઢ્યો હતો.

સુનિલની હાલત ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સને ફોન કરીને તાત્કાલિક સેલવાસા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં તેની હાલત હજી ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સુનિલ સંપૂર્ણપણ સ્વસ્થ્ય થયા પછી જ જાણવા મળશે કે તેણે આવું ગંભીર પ્રકારનું પગલું કેમ ભર્યું.
First published: April 24, 2019, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading