સુરતમાં અનોખા વર્ચ્યુઅલ જોબફેરમાં 2 હજાર લોકોને મળી નોકરી, કેન્દ્રીય મંત્રીઓએ કરી પ્રશંસા

સુરતમાં અનોખા વર્ચ્યુઅલ જોબફેરમાં 2 હજાર લોકોને મળી નોકરી, કેન્દ્રીય મંત્રીઓએ કરી પ્રશંસા
સુરત ખાતે આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી દ્વારા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું

આ જોબફેર ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં ગુજરાત જ નહી પરંતુ દેશભરમાંથી યુવાનોએ ભાગ લીધો હતો

  • Share this:
સુરત : કોરોનાના સમયમાં જે લોકો પાસે રોજગાર હતો તેવા લોકો પણ બેરોજગાર થયા છે તો નવા લોકોને રોજગારી મળવાનો પ્રશ્ન જ ક્યાં ઉઠે છે જોકે જોબ શોધવાની આ સમસ્યા વચ્ચે સુરતમાં વર્ચ્યુઅલ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 2 હજાર જેટલા યુવાનોને નોકરી મળતા તેની પ્રસંસા કેન્દ્રના મંત્રીઓ દ્વારા પણ કરવામાં આવી છે.

સુરત ખાતે આવેલી ભગવાન મહાવીર યુનિવર્સિટી દ્વારા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોબફેર ત્રણ દિવસ સુધી ચાલ્યો હતો. જેમાં ગુજરાત જ નહી પરંતુ દેશભરમાંથી યુવાનોએ ભાગ લીધો હતો. અંદાજીત 6 હજારથી વધુ યુવાનોએ ઓનલાઈન એપ્લિકેશન આપી ઈન્ટરવ્યૂ આપ્યા હતા. જેમાં નોકરી ઈચ્છુક બે હજારથી વધુ યુવાનોને નોકરી મળી હતી.આ પ્રક્રિયા શરુ કરતા પહેલા યુનિવર્સિટી દ્વારા ગુજરાત સહીત દેશની કેટલીક કંપનીમાં 2 હજાર લોકોને નોકરી આપી હતી. જોબ એપ્લિકેશન માટે યુનિવર્સિટી દ્વારા એક વેબસાઈટ બનાવવામાં આવી હતી. આ પછી યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા નોકરી ઈચ્છુક યુવાનોનો કંપની સાથે સંપર્ક કરાવ્યો હતો.

આ પણ વાંચો - કોરોનામાં કલાકારો સંકટમાં, આર્થિક સહાય માટે ગુજરાત આર્ટિસ્ટ એસોસિએશનની સીએમને રજુઆત

ભગવાન મહાવીર યુનિવર્સિટી દ્વારા કરાયેલા આયોજનના વખાણ ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના કેન્દ્રીય મંત્રીઓએ પણ કર્યા હતા. યુનિવર્સિટીના આ પ્રયાસથી નોકરી મેળવેલા યુવાનોમાં ખુશી પણ જોવા મળી રહી છે. વર્ચ્યુઅલ રીતે યુનિવર્સિટીના આ અદભુત પ્રયાસ માટે કેન્દ્રીય મંત્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા. નોકરી મળતાની સાથે જેમણે આ કપરા સમયમાં નોકરી મળી હતી તે વિદ્યાર્થીઓ પણ ખુબજ ખુશ થયા હતા.

કોરોનાના કારણે હાલ લોકોની નોકરી રહી નથી અથવા કેટલાક લોકોને નોકરી મળતી નથી ત્યારે યુનિવર્સિટીના આ પગલાથી યુવાનો ખુશ છે. હાલ સુધી 2 હજાર લોકોને નોકરી મળી ગયી છે અને ભવિષ્યમાં નોકરી મળવાની શક્યતા રહેલી છે ત્યારે યુનિવર્સિટીનું આ પગલું સંજીવની જડીબુટ્ટીથી ઓછુ નથી. હવે કોરોના કયારે પૂર્ણ થશે તે ખબર નથી પરંતુ આવી રીતે પણ રોજગારીની તકો યુવાનોને આપવી પડશે.
Published by:Ashish Goyal
First published:July 28, 2020, 20:20 pm

ટૉપ ન્યૂઝ