ભરત પટેલ, વલસાડઃ ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. પરંતુ વલસાડમાં ભાઇ બહેનના પવિત્ર સંબંધને લાંછન લગાડતી ઘટના બની છે. જ્યાં ભાઇએ જ સગી બે બહેનો ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક પરિવાર રહે છે. આ પરિવારમાં રહેતા ભાઇની શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. ભાઇએ જ સગી બે બહેનો ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે. ગાંધીવાડી વિસ્તારમાં રહેતા 17 વર્ષીય ભાઇએ નવ વર્ષની સગી બહેન ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, આ ઘટનાને મોટી બહેન જોઇ જતાં નરાધમ ભાઇનું કુકર્મ બહાર આવ્યું હતું.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ અગાઉ આરોપીએ તેની મોટી બહેન ઉપર પણ દુષ્કર્મ આચર્યું હતું. આ મામલો પોલીસ સ્ટેશન પહોચના ફરિયાદના આધારે પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથધરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર