સુરત : 16 વર્ષીય વિદ્યાર્થિનીને ભગાડી વિધર્મી યુવાને અનેક વખત શરીર સંબંધ બાંધ્યા

સુરત : 16 વર્ષીય વિદ્યાર્થિનીને ભગાડી વિધર્મી યુવાને અનેક વખત શરીર સંબંધ બાંધ્યા
પરિવારે તપાસ કરતા રાજાનું સાચું નામ નેયાજ અહમદ ઉર્ફે રાજા નનકુ ઉર્ફે રાહત કુરેશી હોવાનું બહાર આવ્યું, હું તેની સાથે લગ્ન કરવાનો છું, હાલ પણ તે મારી સાથે પત્ની તરીકે રહે છે. આમ કહીને સગીરાને લઇ ચાલ્યો ગયો

પરિવારે તપાસ કરતા રાજાનું સાચું નામ નેયાજ અહમદ ઉર્ફે રાજા નનકુ ઉર્ફે રાહત કુરેશી હોવાનું બહાર આવ્યું, હું તેની સાથે લગ્ન કરવાનો છું, હાલ પણ તે મારી સાથે પત્ની તરીકે રહે છે. આમ કહીને સગીરાને લઇ ચાલ્યો ગયો

  • Share this:
સુરત : વરાછા માતાવાડી વિસ્તારમાં રહતી અને ધોરણ-10માં અભ્યાસ કરતી 16 વર્ષીય વિદ્યાર્થિનીને ભગાડી જઇ તેની ઉપર અવારનવાર બળાત્કાર ગુજારનાર મુસ્લિમ યુવાન વિરૂદ્ધ વરાછા પોલીસ મથકે બળાત્કાર અને ધાક-ધમકીનો ગુનો નોંધાયો છે.

વરાછા-માતાવાડી ખાતે રહેતી અને ધો.10માં ભણતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી વિધર્મી યુવક ભગાડી ગયો હતો. મુળ નેપાળના વતની અને હાલ વરાછા માતાવાડી વિસ્તારમાં રહેતા પરિવારની 16 વર્ષીય સગીરાને નનકુ ઉર્ફ અહમદ ઉર્ફ રાજા નનક ઉર્ફે રાહત કુરેશી ગત 19 એપ્રિલે ભગાડી ગયો હતો.પરિવારે તપાસ કરતા રાજાનું સાચું નામ નેયાજ અહમદ ઉર્ફે રાજા નનકુ ઉર્ફે રાહત કુરેશી હોવાનું બહાર આવ્યું હતું. પરિવારે રાજાનો ફોન નંબર મેળવી કોલ કરતા રાજાએ વરાછા ચોપાટી પાસે તેઓને મળવા બોલાવ્યા હતા. અહીં રાજા નેયાજ કુરેશી તેમની સગીર દીકરીને લઇ આવ્યો હતો. પરિવારે દીકરીને સોંપી દેવાની વાત કરી તો રાજાએ કહ્યું હતું કે તે મારી સાથે જ રહેશે અને હું તેની સાથે લગ્ન કરવાનો છું, હાલ પણ તે મારી સાથે પત્ની તરીકે રહે છે. આમ કહીને સગીરાને લઇ ચાલ્યો ગયો હતો.

આ પણ વાંચો - મોરબી : ખેડૂતે દાખવી દરિયાદીલી, લીંબુના બગીચાને કોરોના ગ્રસ્તની સેવામાં ખુલ્લો મુકી દીધો

ત્યારબાદ માતા-પિતા દીકરીને મળવા ગયા તો તેણીએ રાજા સાથે પત્ની તરીકે રહે છે અને રોજ શરીર સંબંધ બાંધે છે એવી વાત કરતા માતા-પિતા ચોંકી ગયા હતા. ત્યારબાદ રાજાએ સગીરાના માતા-પિતા સાથે બેહુદુ વર્તન કરી ધાકધમકી આપી હતી. આખરે પરિવારજનો પોલીસ મથક પહોંચ્યા હતા.

વરાછા પોલીસે આરોપી નેયાજ અહમદ ઉર્ફે રાજા વાત નનકુ ઉર્ફે રાહત કુરેશી સામે બળાત્કાર કરવાનો અને પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધ્યો હતો. પોલીસે સગીરાને ઉગારી લઇ તબીબી પરિક્ષણ કરાવ્યું હતું. પોલીસે રાજાની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
Published by:Ashish Goyal
First published:May 01, 2021, 15:08 pm

ટૉપ ન્યૂઝ