Home /News /gujarat /

સુરત : લગ્નના દબાણથી ચીખલીથી ભાગી આવેલી કિશોરી સાથે ગેંગરેપ, વેશ્યાવૃત્તિના ધંધામાં પણ ધકેલી

સુરત : લગ્નના દબાણથી ચીખલીથી ભાગી આવેલી કિશોરી સાથે ગેંગરેપ, વેશ્યાવૃત્તિના ધંધામાં પણ ધકેલી

ભાગેલી કિશોરીને સહારો આપનાર અને તેના મિત્રોએ જ ગેંગ રેપ કર્યો છે

Surat Crime - દોઢ વર્ષ પહેલાં એટલે કે 15 વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈ માતા અને માસા-માસીએ દબાણ કરતાં કિશોરી ઘર છોડી સૂરજસિંહ નામના યુવાન સાથે સુરત ભાગી આવી હતી

સુરત : સુરતમાં (Surat)સતત બાળકી અને કિશોરી સાથે બળાત્કારની (Rape)ઘટના સામે આવી રહી છે. એક બાજુ સુરતમાં દુષ્કર્મના બનાવોમાં કોર્ટ દ્વારા આકરી સજા ફટકારવામાં આવતી હોવા છતાં નરાધમોમાં કોઈ સુધારો ન આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં (Surat Crime)વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. સામુહિક દુષ્કર્મના ઘટના પગલે પોલીસે 3 જેટલા નરાધમોને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.

ગતરોજ ચીખલીથી ભાગીને મિત્ર સાથે સુરત આવેલી કિશોરી પર આવાસના બંધ મકાનમાં ગેંગ રેપની ઘટના સામે આવી છે. જેથી ડિંડોલી પોલીસ (Dindoli Police)દોડતી થઈ ગઈ છે. પોલીસને ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો - વલસાડ : સરકારની માલિકીની હાઇવે ટચ કરોડોની સોનાની લગડી સમાન જમીન પચાવી પાડવાનું ભૂમાફિયાઓનું ષડયંત્ર

દોઢ વર્ષ પહેલાં એટલે કે 15 વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈ માતા અને માસા-માસીએ દબાણ કરતાં કિશોરી ઘર છોડી સૂરજસિંહ નામના યુવાન સાથે સુરત ભાગી આવી હતી. ત્યાર બાદ બન્ને અલગ અલગ જગ્યા પર રહેતાં હતાં. જોકે દાનત બગડતાં સૂરજસિંહે કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. પછી અવારનવાર કિશોરીને પોતાની વાસનાનો ભોગ બનાવતો હતો.

ભાગેલી કિશોરીને સહારો આપનાર અને તેના મિત્રોએ જ ગેંગ રેપ કર્યો છે. એક અઠવાડિયા પહેલાં કિશોરી સાથે મારઝૂડ પણ કરાઈ હોવાનું સામે આવ્યું છે. કિશોરીને રૂમ બદલતાં બદલતાં સૂરજસિંહનો સંપર્ક બીજા બે જણા સાથે થયો હતો. ઘરે અવારનવાર રહેતા બન્ને મિત્રોની નજર કિશોરીને જોઈ બગડી હતી, જેને લઈ સૂરજસિંહના બન્ને મિત્રો થોડા સમય પહેલાં 16 વર્ષીય કિશોરીને SMC આવાસના એક બંધ મકાનમાં લઈ ગયા બાદ જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેનો વિરોધ કરતાં સૂરજે કિશોરી સાથે મારઝૂડ કરતાં તે ઘર છોડી ચાલી ગઈ હતી.

આ પણ વાંચો - Surat: BBAમાં ભણતો વેપારી પુત્ર ચરસના જથ્થા સાથે ઝડપાયો, ક્યાંથી લાવતો હતો અને ક્યાં વેચતો હતો?

આ પછી કિશોરીએ પોલીસ મથકે પહોંચી ફરિયાદ કરી હતી. આ યુવાનો દ્વારા વેશ્યા વૃત્તિના વેપારમાં પણ ધકેલવામાં આવ્યા હોવાનો ખુલાસો કિશોરી દ્વારા કરવામાં આવ્યા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: Crime news, સુરત

આગામી સમાચાર