વાપીઃ શરીર ઉપર દારૂની બોટલો બાંધેલી 16 મહિલાઓ ST બસમાંથી ઝડપાઇ

News18 Gujarati
Updated: May 24, 2019, 3:12 PM IST
વાપીઃ શરીર ઉપર દારૂની બોટલો બાંધેલી 16 મહિલાઓ ST બસમાંથી ઝડપાઇ
પ્રતિકાત્મક તસવીર

શરીર ઉપર દારુની બાટલીઓ બાંધીને એસટી બસમાં મુસાફરી કરતી 16 મહિલાઓ ઝડપાઇ હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ લોકસભાની ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ ગુજરાતમાં દારૂનો જથ્થાનો સ્ટોક કરવા બુટલેગરો અવનવા કિમીયા અજમાવી રહ્યા હતા. શરીર ઉપર દારુની બાટલીઓ બાંધીને એસટી બસમાં મુસાફરી કરતી 16 મહિલાઓ ઝડપાઇ હતી. મહિલાઓ પાસેથી 1.46 લાખનો દારૂનો જથ્થો પારડી પોલીસે જપ્ત કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે બાતમીના આધારે પારડી હાઇવે રસ્તા પાસે વોચ ગોઠવી બાતમી વાળી એસટી બસમાં તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 16 મિહલા તેમની પાસેના થેલામાં તથા શરીરે દારુની બાટલીઓ બાંધી તેનું ગેરકાયદે વહન કરતા ઝડપાઇ હતી.

આ એસટી બસ નંબર જીજે 18 વાય 9060ને પારડી પોલીસ મથકે દોરી લઇ જઇ ત્યાં આ તમામ મહિલાને ઉતારી તેમના થેલામાં તથા શરીરે બાંધેલી દારૂની બોટલો બહાર કઢાવી ગણતરી કરતા કુલ 1294 બોટલ દારૂ રૂપિયા 1,46, 525ના મૂળ્યનો મળી આવ્યો હતો.

આ પણ વાંચોઃ-સુરતઃ સાસરિયાના ત્રાસથી કંટાળી નિઃસંતાન પરિણીતાનો આપઘાત

આ દારૂનો જથ્થો તેમણે દમણ પાતલીયાના જુદા જુદા વાઇન શોપમાંથી ખરીદી ઘરે છૂટક વેચાણ માટે લઇ જઇ રહ્યાનું કબુલ્યું હતું. ઝડપાયેલી મહિલાઓ પૈકી આઠ મહિલાઓ વિધવા હોવાનું બહાર આવ્યું હતું.
First published: May 24, 2019, 3:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading