સુરતની હીરા કંપનીમાં ઇન્કમટેક્સની રેડ દરમિયાન દારૂની 15 બોટલ મળી, બુકમાં દારૂનો હિસાબ પણ મળ્યો

સુરતની હીરા કંપનીમાં ઇન્કમટેક્સની રેડ દરમિયાન દારૂની 15 બોટલ મળી, બુકમાં દારૂનો હિસાબ પણ મળ્યો
ઇન્કમટેક્સના અધિકારી દ્વારા આ મામલે કાપોદ્રા પોલીસને જાણકારી આપતા પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી

ઇન્કમટેક્સના અધિકારી દ્વારા આ મામલે કાપોદ્રા પોલીસને જાણકારી આપતા પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી

  • Share this:
સુરત : સુરતમાં છેલ્લા બે દિવસથી કાપોદ્રા વિસ્તારમાં આવેલ ડાયમંડ કંપની પર ઇન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ કંપની પર સર્ચ દરમિયાન બેનામી આવક સાથે 15 જેટલી દારુની બોટલ અને દારૂની બોટલના ખાલી ખોખા અને બોક્ષ પણ મળ્યા હતા. એક બુક પણ મળી હતી. જેમાં દારૂનો હિસાબ લખ્યો છે. ઇન્કમટેક્સના અધિકારી દ્વારા આ મામલે કાપોદ્રા પોલીસને જાણકારી આપતા પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી છે.

બે દિવસ પહેલા આયકર વિભાગના ઇન્કમટેક્સના અધિકારી દ્વારા સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ અને રફ ડાયમંડ જોબવર્ક સાથે સંકળાયેલી ડી.બી.સી હાઉસ સ્થિત દીયોરા એન્ડ ભંડેરી કોર્પોરેશન પેઢીમાં ઇન્કમટેક્સની રેડ કરવામાં આવી હતી. આયકર વિભાગના અધિકારી દ્વારા બેનામી આવક શોધી કાઢવા માટે સર્ચની કામગીરી કરી રહ્યા હતા ત્યારે તપાસ કરવા અધિકારી આ કંપનીમાં મોડીરાત્રે બિલ્ડીંગના છઠ્ઠા માળે ટેરેસ ઉપર મુકેલા સામાનની તપાસ કરતા હતા. સર્વર રૂમને અડીને આવેલા ગાર્ડ રૂમની બહાર મુકેલી અલમારીની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલો મળી હતી. જેથી ઇન્કમટેક્સ વિભાગે કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા પોલીસે તપાસ કરતા ત્યાંથી 30,940ની મત્તાની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 15 બોટલ મળી આવી હતી. પોલીસને ત્યાંથી 8 જેટલા દારૂની બોટલના ખાલી ખોખા અને બોક્ષ પણ મળ્યા હતા.આ પણ વાંચો - અમદાવાદ : હવે લગેજ કે પછી પાર્સલ રેલવે સ્ટેશન સુધી ઉંચકીને લઈ જવાની જરૂર રહેશે નહીં, જાણો કેમ

સર્ચ દરમ્યાન એક બુક પણ મળી હતી. જેમાં બોટલના નામ, નંગ, તારીખ અને અલગ- અલગ વ્યક્તિના નામ ગુજરાતીમાં નામ લખ્યા છે. હિસાબ મળી આવતા ઇન્કમટેક્સના અધિકારી ચોકી ઉઠ્યા હતા અને તાત્કાલિક કાપોદ્રા પોલીસને જાણ કરી હતી. કાપોદ્રા પોલીસે ત્યાં પહોંચી તમામ વસ્તુ કબજે કરી આ મામલે આ કંપનીના સંચાલકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:January 27, 2021, 22:05 pm

ટૉપ ન્યૂઝ