સુરત Latest આંકડા, 24 કલાકમાં 251ને ચોંટ્યો Corona, હવે જિલ્લામાં પણ કેસ વધતા તંત્ર દોડતુ થયું

આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 329 પર પહોંચ્યો છે, તેવામાં આજે 189 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 329 પર પહોંચ્યો છે, તેવામાં આજે 189 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

 • Share this:
  સુરત : શહેર તથા જિલ્લામાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 251 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 205 જયારે ગ્રામીણ વિસ્તારમાં 46 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 8372 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 329 પર પહોંચ્યો છે, તેવામાં આજે 189 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

  કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 251 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 205 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 7112 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 46 કેસ સાથે દર્દી સંખ્યા 1260 પર પહોંચી છે. કુલ દર્દી સંખ્યા 8472 પર પહોંચી ગઈ છે.

  કેટલા મોત થયા કેટલા સાજા થયા?

  આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 339 થયો છે. જેમાંથી 37 મૃત્યુ જિલ્લાના છે અને 292 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 147 જ્યારે જિલ્લામાં આજે 42 દર્દીને રજા આપતા, કુલ 189 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 5018 જેમાં ગ્રામીય વિસ્તારના 602 દર્દી છે

  શહેરમાં ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

  આજે સેન્ટ્રલ ઝોન 27 , વરાછા એ ઝોનમાં 29. વરાછા બી 31 રાંદેર ઝોન 28 કતારગામ ઝોનમાં 44 લીબાયત ઝોનમાં 14, ઉધના ઝોનમાં 10 અને અથવા ઝોનમાં 22 કેસ નોંધાયા.

  જોકે ગતરોજ કતારગામ ઝોનમાં આજે વધુ દર્દી નોંધાયા છે સાથે વરાછા બી ઝોન અને રાંદેર ઝોનમાં સાથે અથવા ઝોનમાં પણ દર્દી માં પણ દર્દી માં ઉછાળો આવીયો છે સેન્ટર અને અથવા લીબાયત પણ દર્દી માં સતત વધારો થઇ રહીયો છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે .

  જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

  જિલ્લામાં ચોર્યાસી 10, ઓલપાડ 6, કામરેજ 5, પલસાણા 12, બારડોલી 3, માંડવી 2, મહુવા 2, માંગરોળ 6, કેસ નોંધાતા જિલ્લામાં સતત કેસ વધી રહ્યા છે. જેને પગલે સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે
  Published by:kiran mehta
  First published: