Home /News /gujarat /સાપુતારા: શાળા શરૂ થયાના પહેલા જ દિવસે ધો.11ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

સાપુતારા: શાળા શરૂ થયાના પહેલા જ દિવસે ધો.11ના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

સાપુતારા પોલીસ દ્વારા સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના સંચાલકોના નિવેદન લઇને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

સાપુતારા પોલીસ દ્વારા સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના સંચાલકોના નિવેદન લઇને વધુ તપાસ કરવામાં આવી રહી છે.

    સાપુતારા: આજથી રાજ્યમાં દિવાળી બાદ શાળાઓ શરૂ થઇ છે. તો પહેલા જ દિવસે ડાંગના આહવા તાલુકાના સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલા સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં 16 વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ધો 11 સાયન્સમાં અભ્યાસ કરતા આશાસ્પદ આદિવાસી વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આની જાણ થતા સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વઘુ તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થીએ કયા કારણોને લીધે આ અંતિમ પગલુ ભર્યુ છે તે હજી સામે આવ્યુ નથી.

    સાપુતારા પોલીસ દ્વારા સંતોકબા ધોળકિયા વિદ્યામંદિરના સંચાલકોના નિવેદન લઇને વધુ તપાસ કરવામાં આવી રહી છે. શાળાના જણાવ્યા પ્રમાણે, આપઘાતની ઘટના સવારે આઠ વાગ્યે બની હતી. આ મૃતક વિદ્યાર્થી ગુંદવહળ ગામનો રહેવાસી છે. તે સવારે પોતાના ઘરેથી શાળામાં આવ્યો હતો. તો કયા કારણોસર શાળામાં જ આપઘાત કરી લીધો, તે હાલ પોલીસ શોધી રહી છે. પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.

    આ પણ વાંચો - રાજકોટ: TMT ગ્રુપ પર દરોડામાં 30 કરોડની ખોટી વેરાશાખ મળી, ચાલુ તપાસે ડાયરેક્ટરને થયો છાતીમાં દુખાવો

    સાપુતારા પોલીસ વિદ્યાર્થીઓના મિત્ર અને પરિવારની પણ પૂછપરછ કરી શકે છે. શાળા શરૂ થયા ના પહેલા જ દિવસે શાળા સંકુલમાં વિદ્યાર્થીના આપઘાતથી આખા પંથકમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે.

    ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

    થોડા સમય પહેલા તાપીમાં પણ આવો કિસ્સો બન્યો હતો. ડોલવણના ચુનાવાડી ગામમાં વનરાજ આશ્રમમાં અભ્યાસ કરતા 11 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. હોસ્ટેલના મકાનમાં માસૂમ વિદ્યાર્થીની લાશ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી વલસાડ જિલ્લાના કરરાડાના પીપરડી ગામનો રહેવાસી હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dang, Saputara, આત્મહત્યા, ગુજરાત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन