સુરત : લાજપોર જેલના 11 કેદીઓએ બોર્ડની પરીક્ષા પાસ કરી

સુરત : લાજપોર જેલના 11 કેદીઓએ બોર્ડની પરીક્ષા પાસ કરી
સુરત : લાજપોર જેલના 11 કેદીઓએ બોર્ડની પરીક્ષા પાસ કરી

જેલના અધીક્ષક મનોજ નિનામાના માર્ગદર્શન હેઠળ પરીક્ષાર્થી કેદીઓ માટે અભ્યાસ માટેની અલાયદી વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી

  • Share this:
સુરત : લાજપોર ખાતે કાચા અને પાકા કામની સજા ભોગવી રહેલા 11 કેદીઓ દ્વારા ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ઉત્તીર્ણ કરવામાં આવી છે. જેલના અધીક્ષક મનોજ નિનામાના માર્ગદર્શન હેઠળ પરીક્ષાર્થી કેદીઓ માટે અભ્યાસ માટેની અલાયદી વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી. જે પૈકી ધોરણ 12માં ચાર અને ધો. 10માં 7 કેદીઓ ઉર્ત્તીણ થયા છે.

જેલના અધીક્ષક મનોજ નિનામાએ આ સંદર્ભે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, જેલના શિક્ષક દેવાંગ ટંડેલ અને જુનીયર ક્લાર્ક જયપિ સિંહ કટારીયાએ શૈક્ષણિક સત્ર દરમ્યાન કેદીઓને અભ્યાસલક્ષી સાહિત્ય પુરી પાડવાની સાથે - સાથે પરીક્ષાલક્ષી કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ સિવાય જેલમાં જ અલગ - અલગ અપરાધની સજા ભોગવી રહેલા પાકા કામના કેદીઓ પૈકી કરણ રાજન ભાસ્કર દ્વારા અંગ્રેજી, શિવશંકર શાસન દ્વારા ગણિત - વિજ્ઞાન અને અમિત પટેલ દ્વારા ગુજરાતી જ્યારે મો. રફીક ઈનાયતઅલી દ્વારા હિન્દી વિષય પર પરીક્ષાર્થી કેદીઓને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું હતું. જ્યારે સચિન ખાતે આવેલ એલ.ડી. હાઈસ્કુલના આચાર્ય નિલેશ જોષી દ્વારા ઉપરોક્ત તમામ 11 કેદીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા માટેની પૂર્વ તૈયારીઓ માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અલગ - અલગ અપરાધમાં જેલની સજા ભોગવી રહેલા કેદીઓ પૈકી બેહેરા રસનિરંજન કબીરારએ ધો. 10માં 70.31 પર્સન્ટાઈલ જ્યારે લાઈટવાલા અબુબકર મોહમ્મદ ઈસ્માલે ધો. 10માં 74.38 પર્સનટાઈલ મેળવ્યા છે.આ પણ વાંચો - આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના

એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. ની પરીક્ષા પાસ કરનાર

એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. ની પરીક્ષા પાસ કરનાર કેદીમાં બેહરા રસનિરંજન કબીરાર 70.31 ટકા, ચોટલીયા ભાવિક જયસુખ 49.17, કેદાર દીપક મોહન 45.34, કુરમી ચિંતનભાઈ દુર્ગાપ્રસાદ 37.80, દેલેલ ભાગનબના ધના 38.35, લાઈટવાલા અબુબકર મોહમદ ઈસ્માઈલ 74.38, રાજુ રેવસિંહ 46.40, બેહેરા રવિન્દ્ર સુરર્શન 54.54, પઠાણ ઈરફાન હબીબ 66.68, નકુલા 47.93, જ્ઞાનસિંહ (46.40 ટકા)નો સમાવેશ થાય છે.
First published:June 16, 2020, 23:27 pm

टॉप स्टोरीज