Home /News /gujarat /

સૌરવ ગાંગુલીની મોટી જાહેરાત, કહ્યું - 'હું નવી ઈનિંગ શરૂ કરી રહ્યો', રાજકારણમાં જોડાવાનો સંકેત!

સૌરવ ગાંગુલીની મોટી જાહેરાત, કહ્યું - 'હું નવી ઈનિંગ શરૂ કરી રહ્યો', રાજકારણમાં જોડાવાનો સંકેત!

સૌરવ ગાંગુલીએ બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ બીસીસીઆઈ (BCCI) ના અધ્યક્ષ પદેથી રાજીનામું (resignation) આપ્યું હોવાની વાત સામે આવ્યા બાદ, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે (Jay Shah) ખુલાસો કર્યો કે, સૌરવ ગાંગુલીએ રાજીનામું આપ્યું નથી. સૌરવ ગાંગુલીના એક જ ટ્વીટથી જાત જાતની અટકળો શરૂ ગઈ હતી. સૌરવ ગાંગુલીએ કહ્યું, નવી ઈનિંગની તૈયારીઓ કરી રહ્યો છે. ક્રિકેટે મને ઘણુ આપ્યું છે, હવે હું કઈંક લોકોની ભલાઈ માટે કઈંક બીજુ કરવા જઈ રહ્યો છુ.

વધુ જુઓ ...
    સૌરવ ગાંગુલીના (sourav ganguly) એક ટ્વીટથી જાત જાતની અટકળો શરૂ થઈ ગઈ છે.  સૌરવ ગાંગુલીએ કહ્યું, નવી ઈનિંગની તૈયારીઓ કરી રહ્યો છે. ક્રિકેટે મને ઘણુ આપ્યું છે, હવે હું કઈંક લોકોની ભલાઈ માટે કઈંક બીજુ કરવા જઈ રહ્યો છુ. આ ટ્વીટ બાદ સૂત્રો દ્વારા સામે આવ્યું કે, તેણે બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી પણ રાજીનામું આપી દીધુ છે. જોકે આ સમાચાર સામે આવ્યા બાદ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, સૌરવ ગાંગુલીએ રાજીનામું આપ્યું નથી.

    સૌરવ ગંગુલીએ ટ્વીટ કરી શું કહ્યું?

    તમને  જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા જ એવી ચર્ચા હતી કે, સૌરવ ગાંગુલી રાજકારણમાં આવશે. ઘણી વખત એવું કહેવામાં આવ્યું છે કે ગાંગુલી રાજ્યમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે. જો કે તે વખતે તેણે આવું નહોતું કર્યું, પરંતુ આજે તેણે સંકેત આપ્યો છે કે, તે રાજકારણમાં ચોક્કસ આવશે.



    તેણે ટ્વીટ કર્યું કે હું એવી ઈનિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છું જે મને લાગે છે કે, આ કામથી હજારો લોકોને મદદ મળશે. તો, સૌરવ ગાંગુલીના ટ્વિટ પછી, તેમના BCCI અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. જે બાદ BCCI સેક્રેટરી જય શાહે સ્પષ્ટતા કરી છે કે, ગાંગુલીએ રાજીનામું આપ્યું નથી.

    મને ખાતરી છે કે જીવનના નવા અધ્યાયમાં તમારો સહયોગ મળતો રહેશે

    સૌરવ ગાંગુલીએ ટ્વીટ કર્યું, 2022 મારા ક્રિકેટ જીવનનું 30મું વર્ષ છે. મેં 1992માં ક્રિકેટની શરૂઆત કરી હતી. ત્યારથી ક્રિકેટે મને બધું જ આપ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, ક્રિકેટને કારણે જ મને તમારા લોકોનો પ્રેમ મળ્યો છે. હું એ તમામ લોકોનો આભાર માનું છું કે, જેમણે મારી સફર દરમિયાન મને મદદ કરી, ટેકો આપ્યો અને મને આ બિંદુ સુધી પહોંચાડ્યો. આજે હું કંઈક એવું કરવાનું વિચારી રહ્યો છું જેમાં મને લાગે છે કે, આ કામથી ઘણા લોકોને ફાયદો થશે. મને ખાતરી છે કે, જીવનના આ નવા અધ્યાયમાં પણ તમે બધા મને આ જ રીતે સાથ આપતા રહેશો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Sourav ganguly, સૌરવ ગાંગુલી

    આગામી સમાચાર