સોનભદ્ર નરસંહાર : મિર્જાપુરમાં પીડિત પરિવારોને મળી પ્રિયંકાના છલકાયા આંસુ

News18 Gujarati
Updated: July 20, 2019, 12:07 PM IST
સોનભદ્ર નરસંહાર : મિર્જાપુરમાં પીડિત પરિવારોને મળી પ્રિયંકાના છલકાયા આંસુ
શનિવાર સવારે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને પૂછ્યું હતું કે, આ આંસુઓને લૂછવા અપરાધ છે?

શનિવાર સવારે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને પૂછ્યું હતું કે, આ આંસુઓને લૂછવા અપરાધ છે?

  • Share this:
ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં 10 લોકોની હત્યાનો મામલો શાંત થતો નથી લાગી રહ્યો. આ ઘટનાના પીડિતોથી મળવાને લઈ મક્કમ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને વહિવટીતંત્રએ સોનભદ્ર જવાની મંજૂરી નથી આપી. બીજી તરફ મિર્જાપુર સ્થિત ચુનાર ગેસ્ટહાઉસમાં જે પ્રિયંકા રોકાયેલી છે, જ્યાં પીડિત પરિવારોના પરિજનોએ આવીને તેમની સાથે મુલાકાત કરી. પીડિત મહિલાઓને મળી પ્રિયંકા ગાંધી ખૂબ ભાવુક થઈ ગયા. તેઓએ મહિલાઓને ભેટીને આશ્વાસન આપ્યું. આ દરમિયાન પ્રિયંકાના આંખોમાં આંસુ છલકાઈ આવ્યા.

અગાઉ પ્રિયંકાએ સ્પષ્ટ કહી દીધું હતું કે, જ્યાં સુધી તેઓ પીડિત પરિવારોને નથી મળતા, ત્યાં સુધી પરત નહીં જાય. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, હું કાયદાનું ઉલ્લંઘન નથી કરવા માંગતી. મેં વહિવટીતંત્રને કહ્યું છે કે જો સોનભદ્રમાં કલમ 144 લાગુ છે તો બીજા કોઈ સ્થળે મારી સાથે મુલાકાત કરાવી શકે છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ પીડિત પરિવારોને મિર્જાપુર કે વારાણસીમાં પણ મળી શકે છે. તેઓએ કહ્યું કે, એકવાર પીડિતોને મળી લઉં પછી જતી રહીશ, પરંતુ તેમને મળ્યા વગર ક્યાંય નહીં જઉં.આ પહેલા શનિવાર સવારે તેઓએ એક ટ્વિટ કરીને પૂછ્યું હતું કે, આ આંસુઓને લૂછવા અપરાધ છે?

નોંધનીય છે કે, પ્રિયંકા ગાંધી વાડ્રા શુક્રવારે પીડિતોને મળવા માટે સોનભદ્ર માટે રવાના થયા હતા પરંતુ પોલીસે કાયદો-વ્યવસ્થાનો હવાલો આપતાં તેમની અટકાયત કરી હતી. પ્રિયંકાએ જામીન માટે પર્સનલ બોન્ડ આપવાનો ઇનકાર કરી દીધો અને મિર્જાપુર જિલ્લાના એક ગેસ્ટહાઉસમાં રોકાયા. તેઓ સતત માંગ કરી રહ્યા હતા કે તેમને પીડિત પરિવારોને મળવા અને આગળ વધવાની મંજૂરી આપવામાં આવે.

આ પણ વાંચો, મધ્ય પ્રદેશમાં મોબ લિન્ચિંગ, મોર ચોરીના આરોપમાં વૃદ્ધની હત્યા

પોલીસ ઉપમહાનિરીક્ષક પીયૂષ કુમાર શ્રીવાસ્તવે કહ્યું કે, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક ચુનારના ગેસ્ટહાઉસમાં ગાંધીના સંપર્કમાં હતા જેથી તેમને આગળનો પ્રવાસ કરવા માટે રાજી કરી શકાય.

શુક્રવાર મોડી રાત સુધી વહિવટીતંત્ર અને પ્રિયંકાની વચ્ચે ઘર્ષણ ખતમ થવાના કોઈ સંકેત જોવા ન મળ્યા. અતિથિગૃહમાં પ્રિયંકાની સાથે હાજર ઉત્તર પ્રદેશ કોંગ્રેસ વિધાનમંડળ દળના નેતા અજય કુમાર લલ્લૂએ કહ્યું કે, અમે સ્પષ્ટપણે કહ્યું છે કે, અમને પીડિતોને મળવા દો અથવા અમને જેલ મોકલો.

આ પણ વાંચો, બ્લૂ વ્હેલ ગેમ ટાસ્ક પૂરો કરવા લગાવી દીધી ફાંસી, લખ્યું- બ્લેક પેન્થર હવે આઝાદ છે
First published: July 20, 2019, 11:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading