સોનાક્ષી સિંહાએ તેના રાજનો ખુલાસો કર્યો, કહ્યું - 21 વર્ષની ઉંમરે રહી ચૂક્યું છે સિરિયસ રિલેશનશિપ

સોનાક્ષી સિન્હાએ સ્કૂલ પ્રેમનો કર્યો ખુલાસો

સોનાક્ષી જ્યારે 20 કે 21 વર્ષની હતી, ત્યારે તેના એક છોકરા સાથે સંબંધ હતા, તે લગભગ 5 વર્ષ સુધી ચાલ્યો હતો. આ સંબંધ (રિલેશનશિપ) ખૂબ ગંભીર (સિરિયસ) હતો અને શાળાના સમય દરમિયાન બંધાયો હતો

 • Share this:
  મુંબઈ : બોલિવૂડ (Bollywood) ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી (Actress) સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) વિશે તમે ઘણું જાણતા હશો. આજકાલ તેના લગ્નને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. સોનાક્ષી સિન્હાએ પોતાની એક્ટિંગ (Acting)ના દમ પર બોલિવૂડ ફિલ્મ (film) જગતમાં એક ખાસ ઓળખ બનાવી છે. સોનાક્ષી સિન્હા બોલિવૂડના તેજસ્વી અભિનેતા (Actor) શત્રુઘ્ન સિંહા (Shatrughn Sinha)ની પુત્રી છે, તેની માતાનું નામ પૂનમ સિંહા (Poonam Sinha) છે.

  સોનાક્ષી જ્યારે 20 કે 21 વર્ષની હતી, ત્યારે તેના એક છોકરા સાથે સંબંધ હતા, તે લગભગ 5 વર્ષ સુધી ચાલ્યો હતો. આ સંબંધ (રિલેશનશિપ) ખૂબ ગંભીર (સિરિયસ) હતો અને શાળાના સમય દરમિયાન બંધાયો હતો. દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ-અલગ હોય છે, તમારે એવી વ્યક્તિ શોધવી જોઈએ જે તમારી દરેક વાત સાંભળે, તમારી લાગણીઓને સમજે. જો તમે ક્યારેય ગુસ્સે થાવ છો, તો તમારા ગુસ્સાને સંભાળી શકે. સોનાક્ષી કહે છે કે હું તેમની પાસેથી ઘણું શીખી છું. પરંતુ તે સંબંધ તેણે તોડી નાખ્યો. કારણ કે, કેટલીકવાર આપણે કેટલીક વસ્તુઓમાંથી ઘણું શીખીએ છીએ અને જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, આપણે તે વસ્તુઓને સમજવા અને જાણવાનું શરૂ કરીએ છીએ.

  સોનાક્ષી સિન્હાએ તેના માતા-પિતા વિશે વાત કરતા કહ્યું કે માતા અને પિતા ભાગ્યે જ મારા માટે છોકરો શોધી શકશે, આ કામ મારે જાતે જ કરવું પડશે. બાય ધ વે, મા મારી સાથે ઘણી વાર લગ્ન વિશે વાત કરે છે. પણ હું તેમને કહું છું કે જ્યારે મારે લગ્ન કરવા હશે ત્યારે હું તમને જાતે જ કહીશ.

  અભિનેત્રી સોનાક્ષી સિંહાએ દબંગ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ બોલિવૂડમાં તેણે કોસ્ચ્યુમ ડાયરેક્ટર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે 2005માં આવેલી ફિલ્મ મેરા દિલ લે કર દેખોમાં કોસ્ચ્યુમ ડિઝાઈન કર્યો હતો.અભિનેત્રીએ ઘણી ફિલ્મોમાં તેના શાનદાર અભિનયથી એક ખાસ ઓળખ બનાવી છે. રાવડી રાઠોડ, બુલેટ રાજા, હોલીડે, તેવર, અકીરા, કલંક, ખાનદાની શફાખાના, દબંગ 3, મિશન મંગલ જેવી ફિલ્મોમાં પોતાનો અભિનય બતાવ્યો.

  આ પણ વાંચોઅક્ષય કુમારની 'પૃથ્વીરાજ' પણ કમાણીના તમામ Record કેમ તોડી શકે છે? આ છે 5 કારણો

  તાજેતરમાં જ તેની એક ફિલ્મ રીલીઝ થઈ છે. જેનું નામ છે ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા, હવે તેની નવી ફિલ્મ રીલીઝ થવાની છે જેનું નામ છે કાકુડા. અભિનેત્રી સોનાક્ષી સિંહા સાથે ઘણા સ્ટાર્સના નામ જોડાયા છે, જેમાં અર્જુન કપૂર, શાહિદ કપૂર અને રણવીર સિંહ જેવા મોટા કલાકારોનું નામ છે. સોનાક્ષી સિન્હાનું નામ સલમાન ખાનના નાના ભાઈ સોહેલ ખાનના સાળા સાથે પણ જોડાઈ ચૂક્યું છે. જેની સાથે ટૂંક સમયમાં લગ્ન થવાના હોવાની ચર્ચા હાલ ચોતરફ થઇ રહી છે.
  Published by:kiran mehta
  First published: