Home /News /gujarat /બીજા માળેથી પટકાયેલ પુત્રનો બચાવ,પિતાએ માન્યો અલ્લાહનો આભાર

બીજા માળેથી પટકાયેલ પુત્રનો બચાવ,પિતાએ માન્યો અલ્લાહનો આભાર

વાપીઃ વલસાડ ખાટકીવાડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના બીજા માળેથી એક બાળક નીચે જમીન પર પટકાયું હતું.જોકે તેમ છતાં માસુમ બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. જેને લઇને પરિવારમાં પણ ખુસીનો માહોલ છવાયો હતો. અને પિતાએ નવજીવન આપનાર અલ્લાહનો આભાર માન્યો હતો.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
    વાપીઃ વલસાડ  ખાટકીવાડ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના બીજા માળેથી એક બાળક નીચે જમીન પર પટકાયું હતું.જોકે તેમ છતાં માસુમ બાળકનો ચમત્કારિક બચાવ થયો હતો. જેને લઇને પરિવારમાં પણ ખુસીનો માહોલ છવાયો હતો. અને પિતાએ નવજીવન આપનાર અલ્લાહનો આભાર માન્યો હતો.

    ખાટકીવાડના એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતા હુસેનભાઇનો અઢીવર્ષનો માસુમ જુનેદ ઘરની બહાર બાલ્કનીમાં રમી રહ્યો હતો.જોકે તે રમતા રમતા અચાનક બીજા માળેથી નીચે પટકાયો હતો..આથી  સમગ્ર એપાર્ટમેન્ટમાં દોડધામ મચી ગઈ  હતી.અને બાળકના માતા-પિતાના હોશ ઉડી ગયા હતા.તાત્કાલિક જુનેદને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાતા તબીબોએ તાત્કાલિક  સારવાર ચાલુ કરી હતી.પરંતુ  આશ્ચર્યજનક રીતે જુનેદ બીજા માળે થી પટકાયો હોવા છતાં તેને કોઈ પણ જાતની ગંભીર ઈજા નહિ થઇ હોવાનું તબીબોએ જણાવતા પરિવાર પણ ખુસખુસાલ થયો હતો.અને પોતાના બાળક નો ચમત્કારિક બચાવ થયો હોવાથી અલ્લાહનો આભાર માન્યો હતો.
    First published:

    Tags: ગુજરાત, ચમત્કાર, પરિવાર, ભગવાન, સારવાર, હોસ્પિટલ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો