Home /News /gujarat /વડોદરા : જમાઈએ જીવલેણ હુમલો કરતા સસરાનું મૃત્યુ અને સાસુની હાલત ગંભીર

વડોદરા : જમાઈએ જીવલેણ હુમલો કરતા સસરાનું મૃત્યુ અને સાસુની હાલત ગંભીર

ભૂમિકાએ કહ્યું કે, મિતુલના પિતા તેના પર ગંદી નજર રાખતા હતા. જેથી તે પોતાની સાસરીમાં જતી ન હતી.

ભૂમિકાએ કહ્યું કે, મિતુલના પિતા તેના પર ગંદી નજર રાખતા હતા. જેથી તે પોતાની સાસરીમાં જતી ન હતી.

  વડોદરા : શહેરમાં એક ચકચાર મચાવતી ઘટના બની છે. જમાઈએ સસરાની ચપ્પુનાં ઘા મારીને ઘાતકી હત્યા કરી છે. જમાઈએ સાસુ અને સસરા પર તેમના જ ઘરમાં આવીને જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં સસરાનું મોત નીપજ્યું છે જ્યારે સાસુને ગંભીર હાલતમાં એસએસજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેરના તરસાલીના વિશાલ નગરમાં જયપ્રકાશ સૂર્યકાંત દરજીની દીકરી ભૂમિકાના દોઢ વર્ષ પહેલા સનફાર્મા રોડ પર હરિદર્શન બંગ્લોઝ પાસે રહેતા મિતુલ ટેલર સાથે લગ્ન થયા હતા. ભૂમિકા ગર્ભવતી હતી ત્યારથી જ બંન્ને વચ્ચે ખટરાગ શરૂ થયો હતો. જે બાદ ભૂમિકાએ દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ દીકરીનાં જન્મ બાદ પણ ભૂમિકા સાસરે જતી ન હતી. મિતુલે મનમાં ધારણા બાંધી લીધી હતી કે તેના સાસુ સસરા પત્નીને ઘરે આવવા દેતા નથી. જેના ગુસ્સામાં મિતુલ પોતાના સાસરે ચપ્પુ લઇને આવ્યો હતો. સાસરીમાં ભૂમિકાના માતાપિતા સાથે બોલાચાલી થતાં જ મિતુલે ચપ્પુથી બંને પર હુમલો કરી દીધો હતો. આ લોકોની બૂમો સાંભળીને આસપાસનાં લોકો દોડી આવ્યા હતા પરંતુ મિતુલ એટલા જૂનુનમાં હતો કે કોઈએ તેને રોકવાની હિંમત કરી ન હતી.

  આ પણ વાંચો -સુશાંત સિંહ રાજપૂતની અમદાવાદ સાથે જોડાયેલી કેટલીક યાદોની જુઓ EXCLUSIVE તસવીરો

  આ ખૂનની ખેલમાં મિતુલે સસરા પર ચપ્પુના સાત ઘા મારતા તેમનું મૃત્યું નીપજ્યું હતું. જ્યારે સાસુની હાલત ઘણી જ નાજુક છે. પોલીસે આવીને મિતુલની ધરપકડ કરી છે. પોલીસ તેને લઇ જતી હતી ત્યારે તેણે ભૂમિકાને ધમકી આપી કે, મારી સજા પતે પછી હું બહાર આવીશ એટલે તારા ભાઇને પણ મારી નાંખીશ. આ સાંભળીને ભૂમિકાએ તેના પતિને ફાંસી થાય તેવી માંગ કરી છે.

  આ પણ જુઓ -
  " isDesktop="true" id="990465" >

  તો આ મામલે ભૂમિકાએ કહ્યું કે, મિતુલના પિતા તેના પર ગંદી નજર રાખતા હતા. જેથી તે પોતાની સાસરીમાં જતી ન હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Vadodara, ગુજરાત, ગુનો, હત્યા

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन