Home /News /gujarat /સોમનાથ મંદિર ટ્રસ્ટમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહની ટ્રસ્ટી તરીકે પસંદગી

સોમનાથ મંદિર ટ્રસ્ટમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહની ટ્રસ્ટી તરીકે પસંદગી

ગીર સોમનાથ# દિલ્હીમાં આજે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને વડાપ્રધાનશ્રીની હાજરીમાં માજી મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલ સોમનાથ મંદિર ટ્રસ્ટની વાર્ષિક બેઠકમાં અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ગીર સોમનાથ# દિલ્હીમાં આજે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને વડાપ્રધાનશ્રીની હાજરીમાં માજી મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલ સોમનાથ મંદિર ટ્રસ્ટની વાર્ષિક બેઠકમાં અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

  • News18
  • Last Updated :
અમદાવાદ# દિલ્હીમાં આજે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને વડાપ્રધાનશ્રીની હાજરીમાં માજી મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલ સોમનાથ મંદિર ટ્રસ્ટની વાર્ષિક બેઠકમાં અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ મુજબ મંદિરના ટ્રસ્ટમાં ખાલી પડેલ બે ટ્રસ્ટીઓની જગ્યા પૈકી એક પર સર્વાનુમતે ભાજપ અધ્યક્ષ અમિત શાહની પસંદગી કરવામાં આવી હતી. કેશુભાઇ પટેલ પણ અધ્યક્ષ પદે કાર્યરત રહેશે. હજુ એક ખાલી બેઠક પર અન્ય ટ્રસ્ટીના નામ માટે વિચારણા કરાશે.

આગામી શિવરાત્રી પર આયોજીત શિવપુજાના કાર્યક્રમો પણ વધુ ભવ્યતા અને નવીનતાથી કરવાની વિચારણા કરવામાં આવી છે. મંદિરના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણીને આગામી શિવરાત્રીના રોજ સોમનાથમાં આવવાનું આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. ગીર-સોમનાથના પર્યટન પર આવનાર મુલાકાતીઓ માટેની સલવતો વધારવા અંગે પણ મહત્વની ચર્ચાઓ કરાઇ હતી.
First published:

Tags: Amit shah, અધ્યક્ષ, ટ્રસ્ટ, નવા, ભાજપ, સોમનાથ મંદિર

विज्ञापन
विज्ञापन