Home /News /gujarat /PM મોદી બોલ્યા- ઘણાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પર મને દયા આવે છે, જાણો કારણ...

PM મોદી બોલ્યા- ઘણાં કોંગ્રેસી કાર્યકર્તાઓ પર મને દયા આવે છે, જાણો કારણ...

પ્રધાનમંત્રી 'મેરા બૂથ સબસે મજબૂત' કાર્યક્રમ હેઠળ આ વખતે ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદ, બિહારનાં નવાદા, ઝારખંડનાં હઝીરાબાગ, રાજસ્થાનનાં જયપુર દેહાત સીટ અને અરુણાચલ (વેસ્ટ)નાં બૂથ કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી

પ્રધાનમંત્રી 'મેરા બૂથ સબસે મજબૂત' કાર્યક્રમ હેઠળ આ વખતે ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદ, બિહારનાં નવાદા, ઝારખંડનાં હઝીરાબાગ, રાજસ્થાનનાં જયપુર દેહાત સીટ અને અરુણાચલ (વેસ્ટ)નાં બૂથ કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવાર પર નિશાન સાધતા કહ્યું હતું કે કોંગ્રેસી કાર્યકર્તાઓ પર તેમને દયા આવે છે કારણ કે તે એક પરિવારનાં વિકાસની ભેટ ચઢી ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે દેશની પાંચ સંસદીય સીટને ભાજપ કાર્યકર્તાઓથી 'નમો એપ' પર વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા વાતચીત કરી આ વાત જણાવી હતી.

પ્રધાનમંત્રી 'મેરા બૂથ સબસે મજબૂત' કાર્યક્રમ હેઠળ આ વાત ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદ, બિહારનાં નવાદા, ઝારખંડનાં હઝીરાબાગ, રાજસ્થાનનાં જયપુર દેહાત સીટ અને અરુણાચલ (વેસ્ટ)નાં બૂથ કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી પીએમ મોદીએ આ કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે, 'અજેય ભારત, અટલ ભાજપા આપણાં સૌની પ્રેરણા બિંદુ છે. અમારા કાર્યકર્તાઓની મેહનત, સામર્થ્ય, પુરુષાર્થ અને સંકલ્પને કારણે આજે અમે તે મુકામ પર પહોચ્યા છીએ'

પીએમ મોદીએ કહ્યું હતું કે, મૂળ જેટલી મજબૂત હોય છે વૃક્ષ એટલું જ ફળદાયી અને તાકતવર હોય ચે. મારા માટે સૌભાગ્યનો વિષ છે કે આજે ભારતીય જનતા પાર્ટીને જડને સીંચીને તેને એક ઘટાદાર વૃક્ષ રૂપી પાર્ટી બનાવવા વાળા એવાં અનેક કર્યકર્તાઓ સાથે વાત કરવાંની તક મળી રહી છે.

પ્રધાનમંત્રીએ આ સાથ જ કહ્યું કે, ઘણી વખત મને કોંગ્રેસ અને તેમનાં જુના કાર્યકર્તાઓ પર દયા આવે છે. તેમનો સંઘર્ષ તેમનું સામર્થ્ય ફક્ત એક પરિવારનાં કામમાં જ આવી રહ્યું છે. અને જો તે પરિવારનાં કામ ન આવે તો તે બહાર.' તેમણે કહ્યું કે, એકથી એક સમર્થ્ય લોકો પરિવારનાં વિકાસની ભેંટ ચઢી ગયા છે.

પીએમ મોદીએ કહ્યું કે, 'ગત ચાર વર્ષોથી કોંગ્રેસ અને તેનાં કેટલાંક સહયોગીઓની પોલ ખોલી દીધી છે. પહેલાં જનતાએ તેમને ગવર્નેસમાં અસફળતા, નિર્ણય લેવી અક્ષમત તેમજ ભ્રષ્ટાચારનાં કારણે બહારનો રસ્તો બતાવી દીધો. જ્યારે વિપક્ષની ભૂમિકા નિભાવવાનો અવસર મળ્યો તો ત્યાં પણ તેઓ ફેઇલ થઇ ગયા.'
First published:

Tags: Congress workers, પીએમ મોદી