PM Narendra Modi Birthday: મોદીને બાળપણમાં અભિનયનો જોરદાર શોખ હતો

News18 Gujarati
Updated: September 17, 2019, 10:18 AM IST
PM Narendra Modi Birthday: મોદીને બાળપણમાં અભિનયનો જોરદાર શોખ હતો
PM મોદીએ નાનપણમાં સ્કૂલની દીવાલ બાંધવા નાટક કરી ફંડ એકત્ર કર્યુ હતું

PM મોદીએ નાનપણમાં સ્કૂલની દીવાલ બાંધવા નાટક કરી ફંડ એકત્ર કર્યુ હતું

  • Share this:
PM Narendra Modi Birthday: સમગ્ર દેશ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 70મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રાજનીતિની દુનિયામાં સફળતાના નવા શિખરો સર કરનારા પીએમ મોદીને નાનપણમાં અભિનય કરવાનો પણ ખૂબ જ શોખ હતો. આ વાતનો ઉલ્લેખ તેમના પર લખવામાં આવેલા પુસ્તક ‘The man of the moment: Narendra Modi by MV Kamath and kalindi Randeri’માં થયો છે. આ ઉપરાંત પીએમ મોદી પર લખવામાં આવેલા પુસ્તક Exam Warriorsમાં પણ તેઓએ પોતે આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

PM મોદીએ સ્કૂલના દિવસોમાં નાટકમાં કર્યો હતો અભિનય

વડાપ્રધાને પોતાના પુસ્તકમાં સ્કૂલના દિવસોને યાદ કરતાં લખ્યું છે કે, મને એક સ્પેશલ ડાયલોટ આપવામાં આવ્યો હતો પરંતુ હું તેના માટે સંઘર્ષ કરી રહ્યો હતો. આ કારણથી નાટકના નિર્દેશક ખૂબ વ્યાકુળ થઈ ગયા. તેઓએ કહ્યું કે જો હું આવી જ રીતે સંવાદ કરતો રહીશ તો તેઓ મને નિર્દેશિત નહીં કરી શકે. પીએમ મોદીએ આગળ લખ્યું કે, આ સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગ્યું. બીજા દિવસે મેં તેમને સીન ફરીથી રજૂ કરવા માટે કહ્યુ. જ્યારે નિર્દેશકે તે સીન કર્યો તો મને થોડીક સેકન્ડમાં જ સમજાઈ ગયું કે હું ક્યાં ખોટો હતો.

આ પણ વાંચો, PM મોદીના વતન વડનગરમાં હાટેશ્વર મંદિર ખાતે લાંબા આયુષ્ય માટે ખાસ પ્રાર્થના

સ્કૂલની દીવાલ બાંધવા નાટક કરી ફંડ એકત્ર કર્યુ

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડનગરમાં સ્કૂલમાં અભ્યાસ દરમિયાન સ્કૂલની કમ્પાઉન્ડ દિવાલના નિર્માણ માટે ફંડ એકત્ર કરવા માટે નાટકનું આયોજન કર્યું હતું. વડનગરમાં આવેલી બી.એન.હાઇસ્કૂલને કમ્પાઉન્ડ દીવાલ ન હતી. સ્કૂલ ફરતે દીવાલ બનાવવા સ્થાનિક આગેવાનો એકત્રિત થયા પરંતુ, નાણાંકીય ભંડોળ ન હોવાથી દીવાલ બનાવવાના પ્રસ્તાવનું બાળમરણ થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ સમયે નરેન્દ્ર મોદીએ સહઅધ્યાયીઓ સાથે નાટક પ્રસ્તુતિ થકી ફંડ એકત્ર કરી દીવાલ બાંધી હતી.
Loading...

આ પણ વાંચો, PM મોદીએ હેલિકોપ્ટરમાંથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો નજારો માંણ્યો, વીડિયો ટ્વિટ કર્યો
First published: September 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...