Home /News /gujarat /

લેહ અને સિયાચિનમાં તૈનાત સૈનિકોને નથી મળી રહ્યા કપડાં અને ખાવાનો સામાન, CAG રિપોર્ટમાં ખુલાસો

લેહ અને સિયાચિનમાં તૈનાત સૈનિકોને નથી મળી રહ્યા કપડાં અને ખાવાનો સામાન, CAG રિપોર્ટમાં ખુલાસો

દુર્ગમ સ્થળો પર તૈનાત સૈનિકોને બરફમાં ચાલવા માટે જૂતા, ગરમ કપડાં, સ્લીપિંગ બેગ અને સન ગ્લાસિસની પણ ગંભીર અછત

દુર્ગમ સ્થળો પર તૈનાત સૈનિકોને બરફમાં ચાલવા માટે જૂતા, ગરમ કપડાં, સ્લીપિંગ બેગ અને સન ગ્લાસિસની પણ ગંભીર અછત

    નવી દિલ્હી : દેશની સુરક્ષામાં તૈનાત આપણા સૈનિકો કેટલી મુશ્કેલીમાં સામનો કરે છે તેનો અંદાજો ભારતીય નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (CAG)ના તાજેતરના રિપોર્ટથી લગાવી શકાય છે. CAGના રિપોર્ટ મુજબ, લેહ (Leh), લદાખ (Ladakh), સિયાચિન (Siachen) અને ડોકલામ (Doklam) જેવા ઊંચા તથા ઠંડા ક્ષેત્રોમાં દિવસ-રાત ડ્યૂટી પર તૈનાત ભારતીય સૈનિકોને જરૂરિયાતનો સામાન નથી મળી રહ્યો. આ દુર્ગમ સ્થળો પર તૈનાત સૈનિકોને બરફમાં ચાલવા માટે જૂતા, ગરમ કપડાં, સ્લીપિંગ બેગ અને સન ગ્લાસિસની પણ ગંભીર અછત છે. જવાનોની પાસે ખાવા-પીવાનો જરૂરી સામાન પણ ઓછો છે.

    CAGનો આ રિપોર્ટ સોમવારે સંસદના બંને ગૃહ લોકસભા અને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો. આ રિપોર્ટમાં CAGએ ઈન્ડિયન ડિફેન્સ યુનિવર્સિટીની સ્થાપનામાં થઈ રહેલા વિલંબ ઉપર પણ સવાલ ઉઠાવ્યા છે. કારગિલ રિવ્યૂ કમિટીએ 1999માં આ યુનિવર્સિટી બનાવવાની ભલામણ કરી હતી.

    CAGનો આ રિપોર્ટ વર્ષ 2017-18 દરમિયાનનો છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે સૈનિક સારા કપડાં અને ઉપકરણોથી વંચિત રહ્યા. રિપોર્ટ મુજબ, બરફથી છવાયેલા વિસ્તારોમાં તૈનાત સૈનિકોને સ્નો બૂટ નહીં મળવાથી તેમને જૂના જૂતાથી કામ ચલાવવું પડ્યું.

    જવાનોને મળી જરૂરિયાતી ઓછી એનર્જી

    રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું કે, ઊંચા ક્ષેત્રમાં સૈનિકોને રોજનું જરૂરિયાતની એનર્જીના હિસાબની રાશન નક્કી કરવામાં આવે છે. જોકે, બેઝિક ફૂડ આઇટમની ઘટના કારણે સૈનિકોને 82 ટકા સુધી ઓછી કેલરી મળી. લેહની એક ઘટનાનો ઉલ્લેખ કરતાં CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે અહીંથી સ્પેશનલ રાશનને સૈનિકો માટે ફાળવવામાં આવ્યું હોય તેવું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ તેમને હકીકતમાં આ સામાન મળ્યો જ નથી.

    CAG રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેનાની ઇસ્ટર્ન કમાન્ડે તો ઓપન ટેન્ડર સિસ્ટમ દ્વારા કૉન્ટ્રાક્ટ આપ્યો પરંતુ નૉર્ધન કમાન્ડમાં લિમિટેડ ટેન્ડરિંગ દ્વારા ખરીદી કરવામાં આવી આ કારણે મુશ્કેલી ઊભી થઈ.



    સૈનિકોના સ્વાસ્થ્ય પર અસર


    સંસદમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ, ફેસ માસ્ક, જેકેટ અને સ્લીપિંગ બેગ પણ જૂના સ્પેસિફિકેશનના ખરદીવામાં આવ્યા. તેનાથી સૈનિક સારી પ્રોડક્ટનો ઉપયોગ ન કરી શક્યા. તેની સીધી અસર તેમની સ્વાસ્થ્ય પર પડી. સાથોસાથ તેનાથી સૈનિકોની સ્વચ્છા (હાઇજીન) પણ પ્રભાવિત થઈ.

    આ પણ વાંચો, શું ડેટૉલના ઉપયોગથી કોરોનાવાયરસ નથી થતો? કંપનીએ કરી સ્પષ્ટતા

    Published by:user_1
    First published:

    આગામી સમાચાર