Home /News /gujarat /

ગુજરાતમાં બનશે 3 સોલાર સીટી,કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ગુજરાતમાં બનશે 3 સોલાર સીટી,કેન્દ્ર સરકારે આપી મંજૂરી

અમદાવાદઃગુજરાતમાં તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે ગાંધીનગરમાં અમલી બનાવાયેલી રૂફટોપ સોલાર પોલીસીને ખાસ સફળતા નહીં મ‌ળતાં રાજ્ય સરકાર દ્વારા એકસમયે રૂફટોપ પોલીસીને કોલ્ડબોક્સમાં મૂકી દેવાની તૈયારી કરી દીધી હતી. પરંતુ હવે કેન્દ્ર સરકાર દ્વારા સોલાર સિટી પ્રોજેક્ટમાં ગુજરાતના 3 શહેરો ગાંધીનગર, સુરત અને રાજકોટનો સમાવેશ કરીને ગ્રાન્ટ ફાળવવાની સાથે રૂફટોપ પ્રોજેક્ટ અમલી બનાવવાની દિશામાં સૂચના અપાતા ગુજરાત સરકારે હવે ફરી રૂફટોપનો વ્યાપ વધારવાની કવાયત શરૂ કરી છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

કેન્દ્ર સરકારે રાજ્યના 3 શહેરોની અલગ અલગ કેટેગરીમાં સોલાર સિટી તરીકે પસંદગી કરી છે. જેમાં ગાંધીનગરને મોડેલ સોલાર સિટી, રાજકોટને પાઇલોટ સોલાર સિટી અને સુરતની રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે પસંદગી થઇ છે. પ્રોજેક્ટ હેઠળ ગાંધીનગરને કુલ 9.50 કરોડ જ્યારે સુરત તથા રાજકોટને 2.50 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી મળશે.

જ્યારે તેટલી જ રકમ મહાનગરપાલિકા અથવા રાજ્ય સરકારે જોડવાની રહેશે. ચાલુ વર્ષે ગાંધીનગરને 14 લાખ, રાજકોટને 12 લાખ અને સુરતને 1 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા નવી સોલાર પોલીસી પણ ટૂંક સમયમાં લાવી રહી છે તેના ભાગરૂપે રૂફટોપ પોલીસીના નિયમો પણ વધુ હળવા બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી રહી છે.

રૂફટોપ માટે નિયત કરાયેલો ટેરેસનો મિનિમમ એરિયા બદલીને 1 કિલોવોટનો પ્લાન્ટ લગાવી શકાય તેટલું ટેરેસ આવશ્યક બનાવાશે. મોટા પ્લાન્ટને બદલે નાના નાના વધુ પ્લાન્ટ લગાવાય તે માટેના પ્રયાસ કરાશે. આ સાથે નેટ મીટરીંગ પણ લાગુ કરાશે. ગાંધીનગરમાં છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રૂફટોપના કુલ 5 મેગાવોટના પ્રોજેક્ટ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે.

જેમાં મહદઅંશે સરકારી ઇમારતોના ટેરેસ પરના પ્લાન્ટ વધારે છે. આ 5 મેગાવોટ વીજળીને મેઇન ગ્રીડમાં ટ્રાન્સફર કરવાની કામગીરીનું સોમવારે ઉર્જામંત્રી સૌરભ પટેલ લોકાર્પણ કરશે.

રાજ્ય સરકારે પીપીપી મોડેલ પર ત્રણેક વર્ષ અગાઉ ગાંધીનગરમાં રૂફટોપ પોલીસીનો અમલ શરૂ કર્યો હતો પરંતુ તે માટેના ધોરણો અને શરતો એ પ્રકારની હતી કે, ખાનગી મકાન માલિકો આ માટે વિશેષ રસ દાખવ્યો ન હતો. જેના પગલે આ યોજનાને સફળ બનાવવા માટે રાજ્ય સરકાર હસ્તકની બિલ્ડીંગો અને સરકારી કચેરીની ઇમારતોના ટેરેસ પર સોલાર પેનલો લગાવીને વીજળી ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરાયો હતો.

જો કે આ યોજનાની શરૂઆતમાં શહેરના કેટલાક ખાનગી મકાનમાલિકોએ અખતરો જરૂર કર્યો હતો અને પોતાના ટેરેસ ઉપર સોલાર પેનલ લગાવી હતી. તેઓ તો વ્યક્તિગત રીતે આ યોજનાને લાભદાયી ગણાવી રહ્યા છે. પર્યાવરણને ફાયદો પહોચવાની સાથે મકાનમાલિકને પણ આર્થિક ફાયદો થાય છે.

લોકોમાં આ વિશે જાગૃતિ આવે તે માટે પણ સરકાર પ્રયત્ન કરી રહી છે. આ યોજનામાં વીજ ઉત્પાદન બાદ પ્રતિ યુનિટે 3 રૂપિયાનું વળતર પણ આપવામાં આવશે. પરંતુ આ યોજનાનો ખર્ચ કેટલો રહેશે તેને લઇને નાગરીકોમાં પણ અસંમજસ છે. તેવા સમયે આ યોજના સફળ બનાવવા અને લોકોને સાથે જોડવા સરકારે આકરી મહેનત કરવી પડેશે તે નિશ્ચિત છે.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ટેકનોલોજી, દેશ, સરકાર, સોલર ઉર્જા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन