'न हन्यते' : સોહરાબ-તુલસીને ગોળી વાગી, કોણે મારી ? સાબિત ન થયું !

 13 વર્ષમાં 92 સાક્ષીઓ ફર્યા, આખરે તમામ 38 આખરે મુક્ત !

 13 વર્ષમાં 92 સાક્ષીઓ ફર્યા, આખરે તમામ 38 આખરે મુક્ત !

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી :

     "न जायते म्रियते वा कदाचि- न्नायं भूत्वा भविता वा न भूयः । अजो नित्यः शाश्वतोऽयं पुराणो- न हन्यते हन्यमाने शरीरे ॥" અર્થાત' આ આત્મા કોઈ કાળમાં ન જન્મે છે, ન મૃત્યુ પામે છે તથા ન ફરીથી જન્મવાનો છે. કારણ આત્મા અજન્મા, નિત્ય, સનાતન અને પુરાતન છે. શરીરના મરવાથી પણ તે નથી મરતો !

     આખરે 13 વર્ષ પછી સોહરાબ-તુલસી કેસનો ચુકાદો આવી ગયો. કોર્ટે માન્યું કે આ બંનેને ગોળી વાગી છે જરૂર પરંતુ કોણે મારી તે સાબિત કરવામાં પ્રોસિક્યુશન અસફળ રહ્યું છે તથા આ મામલાઓમાં કથિત આરોપીની લિંક સાબિત કરવામાં પણ તેઓ નિષ્ફળ નીવડ્યા છે. મુદ્દે 'નો વન કિલ્ડ જેસિકા' અને 'આરુષિ તલવાર' જેવી વધુ એક રહસ્ય કથાનો 'સોહરાબ-તુલસી' નામે જન્મી ચુકી છે !

    સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત એન્કાઉન્ટર કેસ મામલે આજે સીબીઆઈની સ્પેશ્યલ કોર્ટે શુક્રવારે તમામ 22 આરોપીઓને દોષ મુક્ત જારી કર્યા  છે. આપને  જણાવી દઈએ કે, વર્ષ-2005થી આ તમામ  ઉક્ત કેસનો સામનો કરી રહ્યા હતા, જેમાં મોટા ભાગના પોલીસ કર્મચારીઓ હતા. મહારાષ્ટ્ર ની એક સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી હતી. આ કેસમાં વિશેષ નજર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપર હતી, કારણ કે તેઓ પણ આરોપી તરીકે શામેલ હતા.  જો કે તેમને 2014માં જ આરોપો માંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનાક્રમ વખતે અમિત શાહ ગુજરાતના ગૃહ રાજયમંત્રી પદે  હતા. આ કેસમાં 92 સાક્ષી ફરી ગયા હતા. આ મહિનાના પ્રારંભે આખરે દલીલો પુરી થતા કોર્ટના ન્યાયાધીશ એસજે શર્માએ કહ્યું હતું કે તેઓ 21 ડિસેમ્બરે ચુકાદો આપશે.

    આખરે આજે સીબીઆઈ કોર્ટે આરોપનામામાં શામેલ 38 લોકો પૈકીના 16 લોકોને પુરાવાના અભાવમાં છોડી મૂક્યા  હતા. જેમાં અમિત શાહ, રાજસ્થાનના તત્કાલીન ગૃહ મંત્રી ગુલાબચંદ કટારીયા, ગુજરાત પોલીસના પૂર્વ ડીજીપી પીસી પાંડે અને વરિષ્ટ પોલીસ અધિકારી ડીજી વણઝારાનો સમાવેશ થાય છે

     શું હતો સમગ્ર મામલો ?

    સીબીઆઈ અનુસાર, આંતકવાદીઓ સાથે સંબંધ રાખનારા કથિત ગેંગસ્ટર સોહરાબ શેખ, તેની પત્ની કૌસર બી અને સહયોગી તુલસી પ્રજાપતિનું  ગુજરાત પોલીસે એક બસમાંથી આફરીન કરી લીધું હતું। આ સમયે આ ત્રણેય 22-23 ડિસેમ્બર, 2005 દરમિયાન રાત્રે હૈદરાબાદથી મહારાષ્ટ્રના સાંગલી જઈ રહ્યા હતા. સીબીઆઈના જણાવ્યા અનુસાર, શેખને 26 નવેમ્બર, 2005 ના રોજ  અમદાવાદ પાસે પોલીસ અથડામણમાં કથિતરૂપે મારી નાખવામાં આવ્યો હતો

    શેખની પત્ની કૌસર બીને ત્રણ દિવસ બાદ મારી નાખવામાં આવી હતી અને તેનું શબ ઠેકાણે પડી દેવાયું હતું। એક વર્ષની અંદર જ 27 ડિસેમ્બર, 2006 ના રોજ તુલસી પ્રજાપતિને ગુજરાત અને રાજસ્થાન પોલીસે ગુજરાત-રાજસ્થાન સીમા ઉપરના છપરી ગમે કથિત પોલીસ અથડામણમાં પતાવી દેવાયો હતો

    આ સમગ્ર મામલામાં 210 સાક્ષીની પૂછપરછ કરવામાં આવી હતી, જે પૈકી 92 સાક્ષીઓ ફરી ગયા હતા. આ દરમિયાન બે સાક્ષીઓ : આઝમ ખાન અને મહેન્દ્ર ઝાલા એ ફેર પૂછપરછ કરવાની દરખાસ્ત કરતા તેમની બુધવારે પૂછપરછ કરવામાં આવી હતી. આઝમ ખાન શેખનો માણસ હતો, જેને તેની અરજીમાં એવો દાવો કર્યો હતો કે શેખ ઉપર કથિતરૂપે ગોળી ચલાવનારા આરોપી પૂર્વ ઇન્સ્પેક્ટર અબ્દુલ રહેમાને તેને ધમકી આપી હતી કે જો આ મામલામાં તે કઈ પણ બોલશે તો તેને ખોટા કેસમાં ફસાવી દઈશ. મહેન્દ્ર ઝાલા પેટ્રોલ પમ્પ ચલાવે છે, જે પણ એક સાક્ષી રહ્યા છે

    આ 22 લોકો જે દોષમુક્ત જાહેર થયા :

     1. મુકેશકુમાર લાલજીભાઈ પરમાર (એમ એલ પરમાર), તત્કાલીન ડીએસપી(જેના ઉપર સોહરાબ અને કૌસર બીને લાવવામાં અને ખોટી તપાસનો આરોપ હતો)

    2. નારાયણસિંહ હરિસિંહ ડાભી (એન એલ ડાભી), ઇન્સ્પેક્ટર, એટીએસ (જેના ઉપર સોહરાબ ઉપર ગોળી ચલાવવાનો આરોપ હતો)

    3. બાલકૃષ્ણ રાજેન્દ્ર પ્રસાદ ચૌબે (બી એસ ચૌબે), ઇન્સ્પેક્ટર, એટીએસ

    (ઘટનાસ્થળે હાજર અને એન્કાઉન્ટર ટિમના સભ્ય)

    1. રહેમાન અબ્દુલ રશીદ ખાન, ઇન્સ્પેક્ટર, રાજસ્થાન પોલીસ (સોહરાબ એનકાઉન્ટર ટીમના સભ્ય, ગોળી ચલાવવાનો અને ગુપ્ત જાણકારીનો દાવો)

    2. હિમાંશુ સિંહ રાજાવત, સબ-ઇન્સ્પેક્ટર, રાજસ્થાન પોલીસ (સોહરાબ ઉપર ગોળી ચલાવવાનો આરોપ )

    3. શ્યામસિંહ જયસિંહ ચારણ, સબ-ઇન્સ્પેક્ટર, રાજસ્થાન પોલીસ (સોહરાબ ઉપર ગોળી ચલાવવાનો આરોપ )

    4. અજયકુમાર ભગવાનદાસ પરમાર, કોન્સ્ટેબલ, ગુજરાત પોલીસ


    (એનકાઉન્ટર ટીમનો સભ્ય )

    1. સંતરામ ચંદ્રભાણ શર્મા, કોન્સ્ટેબલ, ગુજરાત પોલીસ


    (એનકાઉન્ટર ટીમનો સભ્ય )

    1. નરેશ વિષ્ણુભાઈ ચૌહાણ, સબ-ઇન્સ્પેક્ટર, ગુજરાત પોલીસ


    (કૌસર બીને ફાર્મ હાઉસમાં બંધ રાખી તેના શબને નિષ્કાસિત કરવામાં મદદગારી)

    1. વિજયકુમાર અર્જુનભાઈ રાઠોડ, ઇન્સ્પેક્ટર, ગુજરાત પોલીસ


    (કૌસરબીને ગાયબ કરવાના કાવતરાનો આરોપ)

    1. રાજેન્દ્રકુમાર જીરાવાલા, અર્હમ ફાર્મના મલિક અને કૌસરબીને બંધ રાખી તેમાં મદદ કરવાનો આરોપ

    2. ઘટ્ટમનેની શ્રીનિવાસ રાવ, સબ ઇન્સ્પેક્ટર, આંધ્રપ્રદેશ પોલીસ


    (સોહરાબ અને કૌસરબીને ગુજરાત લાવવામાં મદદગારીનો આરોપ )

    1. આશિષકુમાર અરુણકુમાર પંડ્યા, સબ-ઇન્સ્પેક્ટર, ગુજરાત પોલીસ


    (તુલસીરામ ઉપર ગોળી ચલાવવાનો આરોપ)

    1. નારાયણસિંહ ફતેહસિંહ ચૌહાણ

    2. યુવધીરસિંહ નાથુસિંહ ચૌહાણ

    3. કરતારસિંહ યાદરામ જાટ

    4. જેઠુસિંહ મોહનસિંહ સોલંકી

    5. કાનજીભાઈ નારણભાઇ કચ્છી

    6. વિનોદકુમાર અમૃતકુમાર લીબાચીયા

    7. કિરણસિંહ હાલાજી ચૌહાણ

    8. કરણસિંહ અર્જુનસિંહ સીસોદીયા

    9. રમણભાઈ કોદરભાઈ પટેલ (આર કે પટેલ), ગુજરાત સીઆઈડીનાં તપાસ અધિકારી, જેની ઉપર સોહરાબ કેસની તપાસને ભીનું સંકેલવાનો આરોપ હતો


    38 પૈકીના 16 મુક્ત થઇ ચુક્યા છે :



    1. ડીજી વણઝારા, ડીઆઈજી, ગુજરાત એટીએસ

    2. રાજકુમાર પાંડિયન, એસપી, ગુજરાત

    3. દિનેશ એમ એન, એસપી, રાજસ્થાન

    4. નરેન્દ્ર અમીન, નાયબ પોલીસ અધિક્ષક, ગુજરાત

    5. અભય ચુડાસમા, એસપી, ગુજરાત

    6. અમિત શાહ, ગૃહ રાજયમંત્રી, ગુજરાત

    7. અજય પટેલ, એડીસી બેન્ક

    8. યશપાલ ચુડાસમા, એડીસી બેન્ક

    9. વિમલ પટ્ટણી, માર્બલના વેપારી

    10. ગુલાબચંદ કટારીયા, ગૃહ મંત્રી, રાજસ્થાન

    11. એમ એલ બાલાસુબ્રમણ્યમ, એસપી, આંધ્રપ્રદેશ

    12. દલપતસિંહ રાઠોર, હેડ કોન્સ્ટેબલ, રાજસ્થાન

    13. પ્રશાંત ચંદ્ર પાંડે (પીસી પાંડે), ડીજીપી, ગુજરાત

    14. ગીથા જૌહરી, આઈજીપી, ગુજરાત

    15. ઓમપ્રકાશ માથુર, અડીએજી, ગુજરાત

    16. વિપુલ અગ્રવાલ, એસપી, ગુજરાત


    આ મામલના પાંચ મહત્વના મુદ્દાઓ : 

    1. સોહરાબુદ્દીન કેસમાં કોઈ ષડ્યંત્ર હોય તેવું સાબિત થયું નથી. પ્રોસિક્યુશન એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે કે આ ઘટના કોઈ ષડ્યંત્ર હતું। એટલું જ નહિ આ મામલે કોઈ લિંક પણ સાબિત કરીં નથી શક્યું

    2. સોહરાબ મામલે 22 આરોપીયો વિરુદ્ધ કોઈ આરોપ સિદ્ધ થઇ શક્યો નથી. કોર્ટે માન્યું કે હત્યા ગોળી વાગવાથી જ થઇ છે, કિન્તુ આ આ 22 પૈકીના કોણે ગોળી ચલાવી તે સિદ્ધ થઇ શક્યું નથી

    3. બચાવ પક્ષની દલીલ કે આ મામલો અમે મેરીટ ઉપર લડ્યા અને ચુકાદો પણ મેરીટ ઉપર જ આવ્યો છે. સાક્ષીઓને દ્વેષ રાખીને હેરાન-પરેશાન કરવામાં આવ્યા છે

    4. સોહરાબ કેસમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ કોઈ નકલી એનકાઉન્ટર નહોતું

    5. સાક્ષીઓ ફરી જતા કોર્ટે જે કઈ ગવાહી આપી તેને માની લેવી પડી

    Published by:sanjay kachot
    First published: