કાપડ મહાજનના અગ્રણીઓ જાગો! લૉકડાઉનથી કઈ નહીં થાય, 70% લોકો માસ્ક પહેરતા જ નથી

ન્યૂ ક્લોથ માર્કેટમાં થઈ રહ્યો છે નિયમોનો ભંગ

ન્યૂ ક્લોથ માર્કેટમાં એવાં દ્દશ્યો નજરે પડયાં જે વિચારવા મજબૂર કરતાં હતા કે શું આ જ લોકોમાંથી કોઈ આગામી સમયમાં હોસ્પિટલનાં ધક્કા ખાવા મજબુર બનશે

  • Share this:
અમદાવાદ શહેરનાં કાપડ મહાજનો એસોસિએશન સાથે સંકળાયલેાં તમામ વેપારીઓ 3 દિવસ સુધી માર્કેટ બંધ રાખીને કોરોનાને રોકવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ શું આ બંધ કોરોનાની ચેઈન તોડી શકશે આ સવાલ અમને ત્યારે થયો જ્યારે ન્યૂઝ18 ગુજરાતીની ટીમ પહોંચી અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલાં ન્યૂ ક્લોથ માર્કેટમાં જ્યાં આવતાં જતાં તમામ લોકોમાં ન તો કોઈ માસ્ક પહેર્યું હતું કે ન તો કોઈ સોશિયલ ડિસટન્સ જાળવ્યું હતું.

ન્યૂ ક્લોથ માર્કેટમાં એવાં દ્દશ્યો નજરે પડયાં જે વિચારવા મજબૂર કરતાં હતા કે શું આ જ લોકોમાંથી કોઈ આગામી સમયમાં હોસ્પિટલનાં ધક્કા ખાવા મજબુર બનશે અને તંત્ર ને ગાળો આપશે. અમદાવાદ શહેરનાં કાલુપુર માર્કેટમાં દરરોજ 40 હજારની વધારે લોકો અવરજવર કરે છે.

જેમની માટે ગેટ પર સિક્યોરીટી ગાર્ડ પાસે સેનિટાઈઝર અને ટેમ્પરેચર મશીન રાખવામાં આવ્યા છે પરંતુ અહીં ન તો શરીરનું તાપમાન ચેક કરાવતું જોવા મળ્યું કે ન તો કોઈ સેનિટાઈઝરનો ઉપયોગ કર્યો ત્યાં સુધી કે સિક્યોરીટી સામે લોકો માસ્ક વગર બિન્દાસ્ત જોવા મળ્યા જ્યારે ન્યૂઝ18 ગુજરાતીનાં કેમેરામાં આ દ્દશ્યો કેદ થયા ત્યારે લોકો હસતાં હસતાં માસ્ક ઉપર ચડાવતાં જોવા મળ્યાં જાણે અમને કોરોના નહી. પરંતુ આ જ હકીકત કાપડ મહાજનો એ જાણવાની જરુર છે કે આવા લોકોને કોણ રોકશે કદાચ કોરોનાની ચેઈન તુટી પણ જાય પરંતુ આવી બેદરકારીને કારણે શું ફરી કોરોના નું સંક્રમણ વધશે નહીં

ન્યુ ક્લોથ માર્કેટમાં 70 ટકા પબ્લિક માસ્ક નથી પહેરતી

ન્યૂઝ18 ગુજરાતીના કેમેરામાં જે દ્દશ્યો કેદ થયાં તે તમામની ઉંઘ હરામ કરી દેશે કારણ કે ન્યુ ક્લોથ માર્કેટમાં માત્ર નાના વર્ગના કર્મચારી નથી પરંતુ દુકાનદારો પણ બિન્દાસ્ત છે અમારો કેમેરો ચાલુ હતો ત્યારે એક દુકાનદાર બહાર આવ્યા પછી કોઈએ સલાહ આપી કે ચેનલમાં આવી જશો માસ્ક પહેરો ત્યારે સાદો રુમાલ પહેરીને દુકાનદાર બહાર આવ્યા.

માર્કેટમાં લોક઼ાઉન છે પરંતુ નિયમોનું પાલન નથી થતું.


બીજી તરફ કારમાં બે ત્રણ લોકો એકસાથે બેસીને આવ્યા જેમાં કોઈ નાક નીચે માસ્ક પહેરેલું તો કોઈએ માસ્ક પહેર્યું જ નહોતું એટલું જ નહીં બરોબર ગેટ પાસે જ્યાં સિક્યોરીટી ઉભી રહે છે ત્યાં જ એક ભાઈ 15 થી 20 મિનિટ સુધી માસ્ક પહેર્યા વગર જાણે કે ભારત દેશમાં હવે શું છે તેની ચિંતા હોય એ રીતે પોતાના મિત્ર સાથે વાતોમાં મશગુલ જોવા મળ્યા.

આ વચ્ચે એવાં પણ દ્દશ્યો જોવા મળ્યાં જયાં રોડ પર મસાલા ખાતા લોકો બિન્દાસ્ત થુંકતા હોય જાણે કે ખ્યાલ જ ના હોય કે મસાલા ખાઈને થુંકયા બાદ જો થુંકનાર વ્યક્તિ કોરોના પોઝિટિવ હશે તો અન્યને પણ સંક્રમિત કરી શકે છે. અમારી ટીમ માટે આ ચિંતાનો વિષયે છે અમે અમદવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ અપીલ કરીએ છીએ કે આવા દ્દશ્યો તેઓ રોકી શકે છે કારણ કે તેમની પાસે સત્તા છે.

આ દ્દશ્યો કાપડ મહાજનનાં તમામ અગ્રણીઓને પણ જોવા જેવાં છે કારણ કે ખરા અર્થમાં સાવચેતી પહેલી પોાતના ઘરથી અને પછી અન્યથી જરુરી છે જો આવી હાલત રહેશે તો 3 દિવસ નહીં 30 દિવસ સુધી કોરોના વાયરસનો કહેર ઓછો નહીં થાય
Published by:Jay Mishra
First published: