સુરત : 'મમ્મી-પપ્પા I AM SORRY, હું સહાણે બંધુઓનાં ત્રાસથી કંટાળી આપઘાત કરું છું'

સુરત : 'મમ્મી-પપ્પા I AM SORRY, હું સહાણે બંધુઓનાં ત્રાસથી કંટાળી આપઘાત કરું છું'
અનિુલ ચૌધરીની ફાઇલ તસવીર

સુરતમાં પાલિકાના તાલીમાર્થી કર્મચારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો, યુવકના જિંદગી-મરમ વચ્ચે ઝોલા, ચાર પાનાની સુસાઇડ નોટમાં સ્ફોટક આક્ષેપો

  • Share this:
કોરોના મહામારી વચ્ચે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સુરત પાલિકાના તાલીમાર્થી (SMC Trainee Employee) કર્મી અનિલ ચૌધરીએ સુસાઈડનોટ લખી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કરનાર પાલિકાના તાલીમાર્થી કર્મીની પત્નીએ જણાવ્યું હતું કે, ફાયનાન્સર પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા. બે વર્ષમાં 24 લાખ આપ્યા હતા. ત્યારબાદ 13 લાખ મકાન વેચીને આપ્યું હતું, જોકે, વ્યાજખોરોએ 30 લાખના ચેક નાખી રીટર્ન કરાવી નોટિસ આપી હતી. જેથી અનિલ માનસિક તણાવમાં આવી ગયા હતા અને આ આકરું પગલું ભરી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર વ્યક્તિએ સુસાઇડ નોટમાં લખ્યું કે 'મમ્મી પપ્પા આઇ એમ સોરી, મારા કારણે તમારે પણ ઘણું અપમાન સહન કરવું પડ્યું. હું સહાણે બંધુઓના ત્રાસથી કંટાળી અને આપઘાત કરું છું'

આરામ કરવાના બહાને મિત્રોથી છૂટો પડીને ઉંઘની ગોળીઓ અને કોઈ પ્રવાહી પી લીધુંમળતી માહિતી પ્રમાણે, સુરત શહેરના લિંબાયત નિલગીરી રંગીલા નગરમાં અનિલ કૈલાશ ચૌધરી બે પુત્રી અને એક પુત્ર અને પત્ની સાથે રહે છે. અનિલ પાલિકાના ઉધના દબાણ ડેપોમાં છેલ્લા 20 મહિનાથી તાલીમાર્થી કર્મચારી તરીકે નોકરી કરે છે. અનિલ છેલ્લા 3-4 દિવસથી માનસિક તણાવમાં હતો. દરમિયાન આજે બપોરના ભોજન બાદ આરામ કરવાના બહાને મિત્રોથી છૂટો પડીને ઉંઘની ગોળીઓ અને કોઈ પ્રવાહી પી લીધું હતું. ત્યારબાદ ઊલટીઓ શરૂ થતાં મિત્રો દોડી આવ્યા હતા.આ પણ વાંચો :  સુરત : 24 કલાકમાં Coronaના રેકોર્ડબ્રેક 286 કેસ, અથવા અને કતારગામાં રાફડો ફાટ્યો

પૂછપરછમાં ઝેરી દવા પી લીઘી હોવાનું કહેતા 108માં સ્મીમેર લઈ આવ્યા હતા. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે તેના ખીચ્ચામાંથી બે પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે.પાલિકાના તાલીમાર્થી કર્મીએ લખેલી સુસાઈડ નોટ.પાલિકાના તાલીમાર્થી કર્મીએ લખેલી સુસાઈડ નોટ.એક વર્ષ પહેલા 15 લાખ આપવાના નીકળતા હોવાનો હિસાબ હતોઆપઘાતનો પ્રયાસ કરનાર અનિલની પત્ની યોગીતાએ જણાવ્યું હતું કે, ફાયનાન્સર પાસેથી 10 ટકા વ્યાજ પર 25 લાખ રૂપિયા લીધા હોવાની વાત છે.

બે વર્ષમાં 24 લાખ આપ્યા હતા. એક વર્ષ પહેલા 15 લાખ આપવાના નીકળતા હોવાનો હિસાબ હતો. ત્યારે 13 લાખ રૂપિયા મકાન વેચીને આપ્યું હતું. 10 લોકોની મધ્યસ્થી બાદ વ્યાજખોરોને ના પાડી હતી કે હવે રૂપિયા આપવા નહિ અને 2 લાખ આપીને પેપર આપવાની વાત હતી. જોકે, વ્યાજખોરોએ SBI 30 લાખના ચેક નાખી રીટર્ન કરાવી નોટિસ આપી હતી. જેથી અનિલ તણાવમાં આવી આ આકરું પગલું ભર્યું છે.

આ પણ વાંચો :  સુરતમાંથી શંકાસ્પદ કબૂતર મળી આવ્યું, પોલીસ થઈ દોડતી, IBને જાણ કરવામાં આવી

'મમ્મી-પપ્પા I AM SORRY, હું સહાણે બંધુઓનાં ત્રાસથી કંટાળી આપઘાત કરું છું'

હું અનિલ ચૌધરી, મેં ખૂબ મોટી ભૂલ કરી છે. જયેશ સહાણે પાસેથી વર્ષ 2017માં 10 ટકા વ્યાજે પૈસા લીધા હતા અને તેનું સતત વ્યાજ મેં જયેશ સહાણેને રોકડા તેમના બેંકના ખાતામાં ભર્યુ હતું. મે અવારનવાર એના મિત્રોના ઘરે અને બેન્ક એકાઉન્ટમાં પૈસા નંખાવતો હતો. જયેશ સહાણેએ મારી જાતિ વિષયક શબ્દો બોલ્યા હતી. હું આપઘાત કરું છું તેની પાછળ મુખ્ય જવાબદાર જયેશ સહાણે, રવિ સહાણે, સુનિલ સહાણે, નરેન્દ્ર સહાણે, જોગેન્દ્ર સહાણે મારા મરી ગયા પછી આ બધા જ લોકો જવાબદાર
Published by:Jay Mishra
First published:November 24, 2020, 21:47 pm

टॉप स्टोरीज