Home /News /gujarat /

સુરતમાં મહિધપુરા હીરા બજાર સહિતના વિસ્તારો ક્લસ્ટરમાંથી બહાર, 4.5 લાખ લોકોને મુક્તિ મળી

સુરતમાં મહિધપુરા હીરા બજાર સહિતના વિસ્તારો ક્લસ્ટરમાંથી બહાર, 4.5 લાખ લોકોને મુક્તિ મળી

ફાઇલ તસવીર

વરાછા A ઝોનમાં 60 હજાર લોકો અને B ઝોનમાં 73 હજાર લોકોને ક્લસ્ટરમાંથી મુક્તિ મળી, પોઝિટિવ કેસ મળશે તો વિસ્તારોને ફરીથી ક્લસ્ટરમાં મૂકી દેવાશે.

સુરત : લૉકડાઉન 4 (Lockdown 4.0) નો દેશભરમાં છૂટછાટ સાથે અમલ શરુ થયો છે. સુરતના ક્લસ્ટર (Surat Clusters) અને રેડ ઝોનમાં સમાવિષ્ટ સ્થાનિક લોકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહીતનાની લાંબા સમયથી ચાલી રહેલ રજુઆતો બાદ, મનપાએ જ્યાં કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Cases) ઓછા થયા હોય કે 28 દિવસથી કેસ ન મળ્યા હોય એવા વિસ્તારોને ક્લસ્ટરમાંથી મુક્ત કર્યા છે. કસ્ટરમુક્ત થતા આ વિસ્તારો પોઝિટિવ કેસની હાલની સ્થિતિને આધારે રેડ (Red Zone), ઓરેન્જ (Orange Zone)કે ગ્રીન ઝોન (Green Zone)માં રહેશે.

શહેરની ક્લસ્ટર હેઠળ રહેલ અંદાજીત 17 લાખની વસ્તી પૈકી 4.50 લાખ જેટલી વસ્તી ક્લસ્ટર મુક્ત કરી દેવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે કે અઠવા ઝોનમાં એક જ ક્લસ્ટર હતું જે મુક્ત થઇ જતા અથવા ઝોન સંપૂર્ણ ક્લસ્ટર મુક્ત થયો છે. શહેરના સેન્ટ્રલ ઝોન સ્થિત મહિધરપુરા હીરા બજારને પણ ક્લસ્ટરમાંથી મુક્તિ મળી છે. જયારે આખા શહેરમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટોને પણ ક્લસ્ટરમુક્ત જાહેર કરી ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, વેપારીઓએ તકેદારીના નિયમોનું પાલન કરવું પડશે.

મુક્ત થયેલા વિસ્તારોમાં ફરી વધુ કેસ મળશે તો વિસ્તારને ફરી ક્લસ્ટર હેઠળ મૂકી દેવામાં આવશે. નોંધનીય છે કે દરેક ઝોનના હયાત ક્લસ્ટરોમાં થોડી કાપકૂપ કરીને વિશાલ કલસ્ટર એરિયાને બદલે હવે નાનાં નાનાં ક્લસ્ટરો કરી દેવાયા છે. અગાઉ કેટલા ક્લસ્ટરો હતા, કેટલાક વિસ્તારોની મુક્તિ, હવે કેટલા ક્લસ્ટરો અમલમાં રહેશે એની સંપૂર્ણ વિગત મનપાની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવશે.આ પણ વાંચો : અમદાવાદ : સોશિયલ મીડિયામાં યુવાને નર્સ પાસે કરી બીભત્સ માંગણી, ફરિયાદ દાખલ

સૌથી વધુ જે માટે રજૂઆત કરવામાં આવી હતી તે 60 દિવસથી ક્લસ્ટરમાં રહેલ રાંદેર વિસ્તારની 86 હજાર વસ્તી પૈકી 81 હજાર જેટલી વસ્તીને ક્લસ્ટર મુક્તિ મળી છે. રાંદેરમાં ઉગત સાઈટ એન્ડ સર્વિસ સ્કીમ, જહાંગીરાબાદ, અને ઈડબલ્યુઆવાસ, સરસ્વતી સ્કૂલ હનીપાર્ક રોના વિસ્તારને પણ ક્લસ્ટરમાંથી મુક્તિ મળી છે. અઠવા ઝોનમાં વેસુ સ્થિત મનપા આવાસ અને પાણીની ટાંકી પાસેના વિસ્તારને ક્લસ્ટર મુક્ત કરાતા અથવા ઝોન સંપૂર્ણ ક્લસ્ટર મુક્ત થયો છે.

ઝોનવાઈઝ હયાત વિશાળ ક્લસ્ટર એરિયામાંથી કેટલાક વિસ્તારો કે જ્યાં 28 દિવસથી કેસ આવ્યા ન હતા અથવા તો અગાઉના પ્રમાણમાં કેસ ઘટ્યા હતા તેને ક્લસ્ટરમુક્ત કરાયા છે. જેમાં આંકડાકીય સ્થિતિ જોતા, લીંબાયત ઝોનમાં અગાઉ અંદાજે 3.50 લાખ વસ્તી કલસ્ટર હેઠળ હતી, જેમાંથી 28 હજાર જેટલી વસ્તીને ક્લસ્ટર મુક્ત કરવામાં આવી છે.આ પણ વાંચો : ધમણ-1ની કાર્યક્ષમતા પર સવાલ ઉઠતા અમદાવાદમાં મૃત્યુદર ઘટાડવા 47 હાઇ-એન્ડ વેન્ટિલેટર મંગાવાયા

વરાછા એ ઝોનમાં અગાઉ 1.13 લાખ વસ્તી કલસ્ટર હેઠળ હતી, જેમાંથી 60 હજાર જેટલી વસ્તીને મુક્તિ મળી છે. વરાછા બી ઝોનમાં 76,900 જેટલી વસ્તી ક્લસ્ટર હેઠળ હતી, જે પૈકી 73 હજાર વસ્તી મુક્ત થઇ ગઈ છે. બી ઝોનમાં ગુરુકૃપા, પ્રભુકૃપા, સાકેતધામ, ઈશ્વરકૃપા અને સી. એચ. પાર્કના 8,700 લોકો જ ક્લસ્ટર હેઠળ રહેશે.

રાંદેરમાં 86 હજાર વસ્તી પૈકી મોટાભાગનું ક્લસ્ટર દૂર થતા હવે ક્લસ્ટર હેઠળ 4,345 લોકો જ રહેવા પામ્યા છે. કતારગામ ઝોનમાં 35,700 લોકો ક્લસ્ટર હેઠળ હતા, જેમાંથી અંદાજે 18 હજાર લોકોને મુક્તિ મળી શકી છે. કતારગામમાં હવે રઘુવીર સોસાયટી, વર્ધમાન પાર્ક, સતાધાર સોસાયટી, શિવમ રો હાઉસ અને મનીષા સોસાયટીના 17,500 લોકો હજી ક્લસ્ટર હેઠળ રહેશે. આજની બેઠકમાં થયેલ ચર્ચા મુજબ હાલ લીંબાયત બાદ કતારગામ વધુ ખરાબ સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું છે, જેથી એમાં ક્લસ્ટરો વધારવાની જરૂર જણાય તો નવા ક્લસ્ટર મૂકવામાં આવશે. ઉધના ઝોનમાં પણ શાસ્ત્રીનગર અને ગાંધીનગર વિસ્તારના 5,200 લોકોની વસ્તી પૈકી શાસ્ત્રીનગરના 3 હજાર લોકો ક્લસ્ટર હેઠળ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Coronavirus, COVID-19, Diamond Workers, Red zone, સુરત, હોસ્પિટલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन