Home /News /gujarat /

સ્માર્ટ સીટીની યાદીમાં અમદાવાદ-સુરતનો સમાવેશ,કઇ સુવિધાઓ મળશે જાણો

સ્માર્ટ સીટીની યાદીમાં અમદાવાદ-સુરતનો સમાવેશ,કઇ સુવિધાઓ મળશે જાણો

અમદાવાદ : કેન્દ્ર સરકારે ગઇકાલે દેશના 20 શહેરોના નામ જાહેર કરી તેને સ્માર્ટ સીટી બનાવવાનું નક્કી કર્યું છે. આ 20 સ્માર્ટ સીટીમાં ગુજરાતમાંથી અમદાવાદ અને સુરતની પસંદગી કરવામાં આવી છે. આ શહેરોને પ્રથમ તબક્કામાં સ્માર્ટ સિટીઝ તરીકે વિકસાવવાશે.સુરતને 68.16 અને અમદાવાદને 668.85 પોઈન્ટ્સ મળ્યા હતા.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :
અમદાવાદ : કેન્દ્ર સરકારે ગઇકાલે દેશના 20 શહેરોના નામ જાહેર કરી તેને સ્માર્ટ સીટી બનાવવાનું નક્કી કર્યું છે. આ 20 સ્માર્ટ સીટીમાં ગુજરાતમાંથી અમદાવાદ અને સુરતની પસંદગી કરવામાં આવી છે. આ શહેરોને પ્રથમ તબક્કામાં સ્માર્ટ સિટીઝ તરીકે વિકસાવવાશે.સુરતને 68.16 અને અમદાવાદને 668.85 પોઈન્ટ્સ મળ્યા હતા.

AHEMNABAD

વેંકૈયા નાયડુ દ્વારા આ શહેરોનાં નામની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, હિમાચલ અને પશ્ચિમ બંગાળનાં એક પણ શહેરોને સ્થાન આપવામાં આવ્યું નથી.

20 શહેરોની યાદીમાં મધ્યપ્રદેશના ત્રણ, ઉપરાંત મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાતના બે-બે, તથા દિલ્હી, પંજાબ, આસામ, ઓડિશા, કેરળના એક-એક શહેરોનો સમાવેશ થાય છે.

Surat_

વેંકૈયાએ વધુ જણાવ્યું કે, સ્માર્ટ સિટી માટે આપવામાં આવેલા રેન્કિંગમાં ભુવનેશ્વર ટોચનાં સ્થાને આવ્યું હતું જ્યારે ભોપાલ ૨૦મા ક્રમે રહ્યું હતું. બે વર્ષ બાદ બીજા તબક્કામાં અન્ય ૪૦ શહેરોનાં નામ જાહેર કરાશે, ત્યારબાદના તબક્કામાં અન્ય ૪૦ શહેરોનાં નામ જાહેર કરાશે. આમ તબક્કાવાર ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી બનાવાશે.

સ્માર્ટ સીટીમાં પરિવહનની સુવિધા મળી રહેશે જેમાં આ શહેરોમાં સરેરાશ ટ્રાવેલટાઇમ ૪૫ મિનિટથી વધુ ન હોય તેનું ધ્યાન રાખવામાં આવશે.  તે સિવાય રહેણાક વિસ્તારોથી માત્ર ૧૦ મિનિટ ચાલીને જવાય તેવા અંતરે બસ અને મેટ્રોનાં સ્ટેશન ઊભાં કરવામાં આવશે.

ઉપરાંત આ સીટીમાં તમામ લોકોને પોતાનું ઘરનું ઘર મળે તેવી વ્યવસ્થા ઉપરાંત રહેણાંકથી 400 મીટરના અંતરે સ્કુલ,બગીચા અને અન્ય સુવિધાઓ હશે તેમજ 20 ટકા મકાનો આર્થીક રીતે પછાત લોકો માટે હશે. તેમજ૩૦ ટકા મકાનો અને ઔદ્યોગિક એકમો મેટ્રો અને બસસ્ટેન્ડથી ૮૦૦ મીટરનાં અંતરે હશે.

તે ઉપરાંત સ્માર્ટ સીટીના તમામ મકાનોમાં વાઈફાઈની સેવા હશે. રિસ્પોન્સ ટાઇમ ૩૦ મિનિટથી વધુ નહીં હોય. દર ૧૫,૦૦૦ લોકો વચ્ચે એક દવાખાનું હશે.સ્માર્ટ સીટીમાં તમામ મકાનોમાં ૨૪ કલાક ૭ દિવસ વીજળી અને પાણી પૂરાં પાડવામાં આવશે.શહેરનો ૧૫ ટકા વિસ્તાર શૈક્ષણિક સંસ્થાઓ માટે ફાળવવામાં આવશે.
First published:

Tags: અમદાવાદ, કેન્દ્ર સરકાર, શિક્ષણ, સુરત, સ્માર્ટ સીટી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन