ગુજરાતમાંથી દારુબંધી હટાવો, જાહેર હિતની અરજીની 6ઠ્ઠીએ સુનાવણી

ગુજરાત હાઇકોર્ટની ફાઇલ તસવીર

ગુજરાતમાં દારુબંધી કરવામાં આવેલી અડધો ડઝન જેટલી જાહેર હિતની અરજી પર હાઈકોર્ટ 6 જાન્યુઆરીથી સુનાવણી કરશે. આ મુદ્દે રાજ્ય સરકાર તેમજ પિટિશનરોએ પોતાના જવાબ રજુ કરી કરી દીધા છે.

  • Share this:
અમદાવાદઃ ગુજરાતમાં (Gujarat) દારુબંધી (liquor ban) કરવામાં આવેલી અડધો ડઝન જેટલી જાહેર હિતની અરજી પર (PIL) ગુજરાત હાઈકોર્ટ (Gujarat high court) 6 જાન્યુઆરીથી સુનાવણી કરશે .આ મુદ્દે રાજ્ય સરકાર તેમજ પિટિશનરોએ પોતાના જવાબ રજુ કરી કરી દીધા છે. હવે આ પીઆઈએલ પર દલીલો પણ 6 જાન્યુઆરીથી શરુ થશે.

રાજીવ પટેલ, ડો. મિલિંદ નેને, નિહારિકા જોષી અને મલય પટેલ ઉપરાંત અન્ય પિટિશનરોએ ગુજરાત હાઈકોર્ટમાં દારુબંધી હટાવવા પીઆઈએલ ( public interest petition) કરેલી છે. અરજદારોનો દાવો છે કે ગુજરાતનો દારુબંધીનો કાયદો રાઈટ ટુ પ્રાઈવસી એક્ટના ભંગ સમાન છે. તેમની એવી પણ દલીલ છે કે સુપ્રીમ કોર્ટે આપેલા રાઈટ ટુ પ્રાઈવસી હેઠળ ઘરની ચાર દીવાલોની વચ્ચે તેઓ દારુનું સેવન કરી શકે છે.

બંધારણે વ્યક્તિને ખાનગીપણાનો, સમાનતાનો અને રહેવાની સ્વાતંત્રતાનો હક આપ્યો છે. એટલે વ્યક્તિએ શું ખાવું અને શું પીવું તેનો પણ હક હોવો જોઈએ. તે સિવાય પણ ફૂડ સેફ્ટી અને ખોરાક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે જ્યારે તેના ઉપર સરકાર પ્રતિબંધ મૂકી શકે એવી પણ દલીલ અરજદાર દ્વારા રજૂ કરવામાં આવી છે.

ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી તેમાં દારુબંધીનો કાયદો અમલમાં છે. સરકારે ફેબ્રુઆરી 2017માં વિધાનસભામાં બિલ પાસ કરીને દારુબંધીનો કાયદો વધુ કડક બનાવ્યો હતો. જેમાં દારુ બનાવવા, ખરીદવા કે વેચવા અને હેરફેર કરવા બદલ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. કાયદા અનુસાર, જો કોઈના ઘરમાંથી દારુની બોટલ મળે તો પણ તેને સજા થઈ શકે છે.

હાઈકોર્ટમાં આ અંગે ગયા વર્ષે સૌ પહેલા પિટિશન કરનારા બંદિશ સોપારકરના જણાવ્યા અનુસાર, સરકારે કોર્ટમાં જવાબ રજૂ કરી દીધો છે અને હવે અમે તેની સામે અમારો જવાબ રજૂ કરીશું. કોર્ટમાં ફાઈલ કરાયેલી તમામ છ પિટિશનનું ગ્રાઉન્ડ એક જ હોવાથી તેના પર એક સાથે સુનાવણી થઈ રહી છે. દલીલો માટે કોર્ટે 6 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે.

અરજદારોનો એવો પણ દાવો છે કે રાજ્યનો દારુબંધીનો કાયદો નાગરિકો વચ્ચે ભેદભાવ કરે છે. કારણકે, ગુજરાતમાં બહારથી આવેલા લોકો કોઈ રોકટોક વિના પરમિટ મેળવીને દારુનું સેવન કરી શકે છે, જ્યારે ગુજરાતમાં જ રહેતા લોકોને સરકાર દારુનું સેવન કરવાની વંચિત રાખી પરવાનગી નથી આપતી. ગમે તે સમયે પ્રાઈવેટ પ્રોપર્ટીમાં પણ દરોડા પાડી પોલીસ નાગરિકોના રાઈટ ટુ પ્રાઈવસીનો ભંગ કરે છે.
First published: