ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)ના વરિષ્ઠ નેતા સીતારામ યચૂરીએ ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીત કરી હતી. નોંધનીય છે કે કેન્દ્રીય સમિતિએ પહેલીવાર પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ સાથે રણનૈતિક જોડાણ મામલે મંજૂરી આપી છે. તે અંગે સમીકરણો પર સ્પષ્ટતા આપતા સીતારામ યચૂરીએ કહ્યું કે છેલ્લા એક વર્ષથી દેશની જે સ્થિતિ છે, જે આક્રમક રીતે બંધારણનો વિધિવત નાશ કરવામાં આવી રહ્યો છે, આ બધુ જોતા ભાજપને હરાવવું અમારા માટે મહત્વનું બન્યું છે. માટે જ અમે નક્કી કર્યું કે કોંગ્રેસ સાથે મળીને અમે ભાજપને પછાડીશું.
તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને વધુ એન્ટી એનકંબેસી મળી છે. આજ કારણ છે કે ભાજપને અહીં ફાયદો થયો છે. અને આ વાત આપણે ગત લોકસભા ચૂંટણીમાં પણ જોઇ હતી. માટે જ અમે વિચાર્યું કે અહીં એન્ટી બીજેપી અને એન્ટી ટીએમસી જેટલા વધુ મત અમે મેળવી શકીએ એટલું સારું છું. અને આ માટે અમારી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે. સાથે જ યેચૂરીએ ઉમેર્યું કે અમારા માટે સૌથી પહેલા ભાજપને હરાવવું જરૂરી છે અને તે માટે અમારે સૌથી પહેલા TMC એટલે કે મમતાની ત્રિણમૂલને હરાવવી આ ચૂંટણીમાં જરૂરી બન્યું છે.
વધુમાં ન્યૂઝ 18ને આપેલા ઇન્ટરવ્યૂમાં સીતારામ યચૂરીએ મમતા બેનર્જીને ભાજપ દ્વારા ટાર્ગેટ કરવા વિષે બોલતા કહ્યું કે કેન્દ્રમાં રહેલી ભાજપ સરકાર આરએસએસના પ્રચારકો તરીકે જાણીતા લોકોને રાજ્યપાલ તરીકે બેસાડે બાંધારણીય હોદ્દા બેસાડીને આ હોદ્દોનું માન ઘટાડી રહ્યા છે.
વધુ વાંચો :
Exclusive: J&Kના વિકાસમાં મિલનો પત્થર સાબિત થશે નવો ભૂમિ કાનૂન : મનોજ સિન્હા
વધુમાં કેરળ ચૂંટણી પર પણ તેમણે પોતાનું મંતવ્ય આપ્યું હતું. અહીં સેક્રેટરીના પુત્ર પર ચાલી રહેલા વિવાદ મામલે યેચૂરીએ કહ્યું કે ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ આવા બધા આક્ષેપો થતા રહેશે. તમે આ મામલે શું કરી શકો છો? તપાસ કરો, દોષી સાબિત થાય તો સજા કરો અને અમે આ જ કહીએ છીએ કે જો તે દોષી સીબિત થશે તો અમે તેને સજા આપીશું.
ત્યારે તેમણે આવનારા સમયમાં પશ્ચિમ બંગાળમાં થનારી ચૂંટણી મામલે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
Published by:Chaitali Shukla
First published:November 02, 2020, 19:01 pm