Home /News /gujarat /પ્રભાસ બાદ આ સાઉથ સ્ટાર ભજવશે શ્રી રામનું પાત્ર, સીતા બનશે કંગના, આદિપુરુષ બાદ શરૂ થઇ ચર્ચા

પ્રભાસ બાદ આ સાઉથ સ્ટાર ભજવશે શ્રી રામનું પાત્ર, સીતા બનશે કંગના, આદિપુરુષ બાદ શરૂ થઇ ચર્ચા

સીતાનો રોલ કરશે કંગના

Sita The Incarnation: ભગવાન રામને લઈને વધુ એક ફિલ્મ આવી રહી છે જેમાં બીજો એક સાઉથ સ્ટાર પ્રભુ શ્રી રામનું પાત્ર ભજવશે. કંગના આ ફિલ્મમાં સીતાનું પાત્ર ભજવશે જેને લઈને ચર્ચા જાગી છે

  Sita - The Incarnation: એકતરફ બૉલીવુડની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે, તો બીજી તરફ સાઉથની ફિલ્મ્સ અને કલાકારોની ડિમાન્ડ વધી રહી છે. બૉલીવુડમાં રિતિક રોશન, રણવીર સિંહ, રણબીર કપૂર, અમીર ખાન જેવા નામોની ચર્ચા ફિલ્મોમાં ભગવાન રામ જેવા પાત્રોનાં ફિલ્માંકન માટે થતી હતી, હવે તેમની જગ્યાએ સાઉથના ચહેરા જોવા મળે છે. ત્રણ દિવસ પહેલા ભલે આદિપુરુષનાં ટ્રેલરની નિંદા થઈ હોય, પણ ભગવાન રામનાં પાત્રમાં પ્રભાસને તો લોકોએ સ્વીકાર્યો છે. તેમને વર્ષ 2023માં આવનાર આ ફિલ્મ માટે ખૂબ જ પ્રેમ મળ્યો છે. હવે રામ - સીતાને લઈને હજુ એક ફિલ્મની ચર્ચા છે, જેમાં સિતાનો રોલ કંગના રનૌત નિભાવશે, પણ રામનાં રોલ માટે તામિલ સ્ટારને કાસ્ટ કરવાની વાત ચાલી રહી છે.

  મહાકાવ્ય રામાયણને સીતાના દ્રષ્ટિકોણથી રજૂ કરવાનો ફિલ્મમાં પ્રયાસ કરવામાં આવશે. અલૌકિક દેસાઈની આ ફિલ્મ ભગવાન રામને મળ્યા પહેલા અને લગ્ન પહેલા સીતાનું જીવન બતાવશે. આ ફિલ્મ સીતાના મૂલ્યો વિશે વાત કરશે અને જેણે તેમના વ્યક્તિત્વને આકાર આપ્યો.વિજેન્દ્ર પ્રસાદે અલૌકિક દેસાઈ સાથે મળીને આ ફિલ્મ લખી છે. વિજેન્દ્ર પ્રસાદે અગાઉ 2019માં કંગના માટે મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી લખી હતી. સલોની શર્મા અને અંશીતા દેસાઈ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે અને ફિલ્મ હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે.

  ધ ઇન્કરનેશન : સીતા

  કંગના આજકાલ પોતાની ફિલ્મ ઇમરજન્સીનાં શૂટિંગમાં વ્યસ્ત છે. તે આ ફિલ્મમાં ડાયરેક્ટર અને એક્ટર બંનેની ભૂમિકામાં છે. તેના આગામી VFX થી ભરપૂર પ્રોજેક્ટ ધ ઇન્કરનેશન : સીતાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મમાં રામના રોલ માટે તામિલ સુપરસ્ટાર ચિયાન વિક્રમને ફાઇનલ કરવામાં આવશે. હાલમાં ફિલ્મના નિર્દેશક અલૌકિક દેસાઇએ વિક્રમ સાથે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીર પણ શેર કરી હતી. જોકે, તેમણે આ ફોટોમાં વિજરાંને તાજેતરની ફિલ્મ પીએસ-1 માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી અને સાથે જ લખ્યું છે કે મિટિંગ સારી રહી. હેશટેગમાં તેમણે રામ અને સીતા પણ લખ્યું છે. ત્યાર બાદથી એવી અટકળો લગાવાઈ રહી છે કે વિક્રમને કંગના સાથે આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવશે.

  આ પણ વાંચો: એક સમયે ‘સેક્સી સંન્યાસી’ કહેવાતા અભિનેતા બની ગયા ઓશોના અનુયાયી, ટોયલેટ પણ જાતે સાફ કરતા

  આદિપુરુષ ઘણા સમયથી ચર્ચામાં 

  પ્રભાસની મચ અવેટેડ ફિલ્મ ‘આદિપુરુષ’નું ટીઝર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં કૃતિ સેનન, સૈફ અલી ખાન અને સની સિંહ છે. ટીઝર યુટ્યુબની ટ્રેન્ડીંગ લિસ્ટમાં ટોપ પર છે. જેને મિલિયન વખત જોવામાં આવ્યું છે. જ્યાં કેટલાક ફેન્સ ટીઝરના વખાણ કરી રહ્યા છે. તે જ સમયે, કેટલાક લોકો ટીઝરના VFX વિશે નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. તે જ રીતે ઘણા મીમ્સ પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. હનુમાન અને રાવણના લુકને લઈને પણ લોકો ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ ફિલ્મના 500 કરોડ રૂપિયાના બજેટ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે.  ઓમ રાઉતની બહુચર્ચિત ફિલ્મ 'આદિપુરુષ' (Adipurush) ઘણા સમયથી ચર્ચામાં છે. મોટા બજેટની આ ફિલ્મમાં સાઉથનો સુપરહિટ એક્ટર પ્રભાસ (Prabhas) જોવા મળશે. ફિલ્મનું ટીઝર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે જેના વિશે દર્શકોનો મિશ્રિત પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં પ્રભાસ 'રામ', ક્રિતી સેનન 'જાનકી' અને સૈફ અલી ખાન 'રાવન'ની ભૂમિકામાં જોવા મળશે.
  Published by:Mayur Solanki
  First published:

  Tags: Bollywod, Kangana ranauat, Lord Ram, Sita

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन