બીટકોઇન કેસ : આરોપી શૈલેષ ભટ્ટે સાળીને જ ધમકી આપી હોવાનો આક્ષેપ

News18 Gujarati
Updated: August 21, 2019, 5:23 PM IST
બીટકોઇન કેસ : આરોપી શૈલેષ ભટ્ટે સાળીને જ ધમકી આપી હોવાનો આક્ષેપ
બીટકોઇન કેસના આરોપી શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયાએ જણાવ્યું હતું કે આરોપીઓની ધમકીથી કંટાળી તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

શૈલેષ ભટ્ટની સાળીએ કહ્યું કે તેમના મિત્ર જયેશ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલની ધમકીથી કંટાળી મે આત્મહત્યાની કોશિષ કરી હતી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : રાજ્યના બહુ ચર્ચિત બીટકોઇન કૌભાંડમાં આજે એક નવો ફણગો ફૂટ્યો છે. બીટકોઇન કેસના આરોપી શૈલેષ ભટ્ટની સાળી નિશા ગોંડલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી અને આક્ષેપ કર્યો હતો કે મને આ કેસના આરોપીઓએ ધમકી આપી છે. નિશા ગોંડલિયાએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓની ધમકીથી કંટાળીને મેં સ્યૂસાઇડનો પ્રયાસ કર્યો હતો.

આ કેસના આરોપી શૈલેષ ભટ્ટના સાળી નિશા ગોંડલિયાએ અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને જણાવ્યું હતું, “ બનેવી હોવાના નાતે તેમણે મને આ કેસમાં પોતે નિર્દોષ હોવાની વાત કરી હતી અને એક મોબાઇલ સાચવવા આપ્યો હતો. શૈલેષ ભટ્ટે મને કહ્યું હતું કે આ મોબાઇલમાં મારી નિર્દોષતાના પુરાવા છે. જોકે, બાદમાં મને જાણ થઈ કે એ આરોપી છે. આ કેસમાં જામનગરના જયેશ પટેલ નામના વ્યક્તિએ મારી પાસેથી તેમના મિત્રએ જામનગરથી મારી પાસેથી આ ફોન લઈ લીધો હતો. જોકે, બાદમાં શૈલેષ ભટ્ટે મને એવું કહ્યું કે આ ફોનમાં મારો બીટકોઇન હતા. આમ મારા બનેવીએ મને અંધારા રાખી અને ફોન આપ્યો હતો. આ મામલે શૈલેષ ભટ્ટે મને ધમકી આપી હતી. ”આ પણ વાંચો :  શહીદ પતિને વિદાય આપવા પત્નીએ વધૂની જેમ શણગાર સજ્યો, અંતિમ યાત્રામાં વડોદરા હીબકે ચડ્યું

આ મામલે નિશા ગોંડલિયાએ આક્ષેપ કર્યો છે કે શૈલેષ ભટ્ટના મિત્ર જયેશ પટેલે મને જાનથી મારી નાખવાની ધમકી છે. જયેશ પટેલ કોઇ ડાન્સ બારમાં દુબઈમાં બ્રોકરીંગનું કામ કરે છે. નિશા ભટ્ટ મૂળ જામનગરના વતની છે. આ કેસમાં બનેવીને મદદ કરવાના હેતુથી તેમનો જયેશ પટેલ સાથે સંપર્ક થયો હોવાનો તેમનો દાવો છે. જયેશ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલ મૂળ જામનગરના છે અને દુબઈમાં રહે છે. નિશા ગોંડલિયાના દાવા મુજબ તેમણે જયેશ પટેલની વિરુદ્ધ દુબઈ પોલીસમાં ફરિયાદ કરી છે.

આ સમગ્ર મામલે નિશા ગોંડલિયાના જણાવ્યા મુજબ તેણે ડીજીપી આશિષ ભાટીયા, હિમાંશુ શુક્લ અને ડી.વાય. એસ.પી. પીરોજીયાને ફરિયાદ કરી હતી. નિશા ગોંડલિયાએ આરોપીઓ સામે તેમને અંધારામાં રાખી આ સમગ્ર કૌભાંડમાં તેમનો દુરઉપયોગ કર્યો હોવાની ફરિયાદ કરી છે.
First published: August 21, 2019
વધુ વાંચો
अगली ख़बर