Home /News /gujarat /ભુપેન્દ્ર પટેલ સરકારના કયા મંત્રીએ સરકારી પગાર અને પથ્થા લેવાનો ઇન્કાર કર્યો, જાણો અહીં
ભુપેન્દ્ર પટેલ સરકારના કયા મંત્રીએ સરકારી પગાર અને પથ્થા લેવાનો ઇન્કાર કર્યો, જાણો અહીં
બળવંતસિંહ પોતે એક ઉદ્યોગપતિ છે.
Gandhinagar News: બળવંતસિંહ પોતે એક ઉદ્યોગપતિ છે અને તેમને મળતા સરકારી ભથ્થાઓ અને પગાર એ રાજ્ય સરકાર પાસે સ્વીકારવા માગતા નથી. આ એક નવી પહેલ બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારની શપથવિધિ થયા બાદ અનેક નવા મંત્રીઓએ પોતાનો પદ ભાર સંભાળ્યો છે ત્યારે ભુપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લેનાર સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે આજે એક નવી પહેલ કરી છે. બળવંતસિંહ રાજપૂતે પોતાને મળતા તમામ પ્રકારના ભથ્થાઓ સરકારને સુપ્રત કરવાનો નિર્ણય કર્યો છે.
બળવંતસિંહ એ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળી પત્ર આપી જણાવ્યું છે કે ગુજરાત રાજ્યના મંત્રીમંડળમાં અમોને કેબીનેટ કક્ષાના મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવેલ છે. સરકાર દ્વારા મંત્રીઓને નિયમાનુસાર મળવાપાત્ર પગાર-ભથ્થાની ચુકવણી કરવામાં આવે છે. હું મંત્રી તરીકે મળવાપાત્ર પગાર અને અન્ય પગાર આધારિત ભથ્થા સ્વીકારવા માંગતો નથી, જે જાણમાં લઇ જરૂરી કાર્યવાહી સારુ વિનંતી છે.
સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે લખેલો પત્ર.
બળવંતસિંહ પોતે એક ઉદ્યોગપતિ છે અને તેમને મળતા સરકારી ભથ્થાઓ અને પગાર એ રાજ્ય સરકાર પાસે સ્વીકારવા માગતા નથી. આ એક નવી પહેલ બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવી છે. આ પહેલા દ્વારકાના ધારાસભ્ય ભભુભા માણેકે પણ તેમને મળતા ધારાસભ્યના પગાર અને ભથ્થાઓ સરકારને સુપરત કરી દીધાની જાહેરાત તેમણે કરી હતી અને પત્ર પણ વિધાનસભા અધ્યક્ષને લખી મોકલી દીધો હતો ત્યારે ભુપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી તરીકે ફરજ બજાવતા બળવંતસિંહ રાજપૂતે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી દર્શાવતો અને રાજ્યની સરકારી તિજોરીનો ભારણ ઓછો કરતો નિર્ણય તેમના દ્વારા કરવામાં આવ્યો છે.
બળવંતસિંહ પ્રમાણે જ જો તમામ રાજકીય નેતાઓ એ વિચારતા થાય તો સમાજને એક નવી રાહ ચિંધી શકાય અને તે પ્રમાણે જાહેર જીવનમાં પણ લોકો એ સુધારો લાવી શકે. જાહેર જીવનના વ્યક્તિઓ પર હંમેશા લોકો ભ્રષ્ટાચારી હોવાનો આક્ષેપક કરતા હોય છે પરંતુ પ્રમાણિકતાથી આ પ્રકારે જો નિર્ણય અને કાર્ય કરવામાં આવે તો ચોક્કસ તેમને સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર